વધારે વજન બની શકે છે ડિમેંશિયાનું કારણ, બચવા માટે આ 5 ઉપચાર કરો
નવી દિલ્હી, 22 ડિસેમ્બર 2019, રવિવાર
ડિમેંશિયા એક રોગ છે જે વ્યક્તિના સ્વાસ્થ્યને અસર કરે છે. આ રોગમાં દર્દીની યાદશક્તિ નબળી પડે છે, જે વ્યક્તિની માનસિક સ્થિતિ પર અસર કરે છે. પરંતુ શું તમે જાણો છો કે આ રોગ ફક્ત વૃદ્ધોને જ નહીં પણ વધારે વજન ધરાવતા લોકોને પણ થઈ શકે છે.
ડિમેંશિયા શું છે ?
ડિમેંશિયાનો રોગ મગજના નુકસાન સાથે સંબંધિત છે. તેનો ભોગ બનેલા વ્યક્તિને તેમની દૈનિક પ્રવૃત્તિઓ કરવા માટે અન્ય પર નિર્ભર રહેવું પડે છે. ડિમેંશિયા એ એક રોગ છે જેમાં દર્દીની યાદ કરવાની ક્ષમતા ધીમે ધીમે ઓછી થવા લાગે છે. ડિમેંશિયામાં દર્દી પોતાની સાથે જોડાયેલી સૌથી નાની વસ્તુ અને વાતોને પણ ભૂલી જાય છે.
ડિમેંશિયા અને સ્થૂળતા સાથે સંબંધ
ન્યુરોલોજી જર્નલમાં પ્રકાશિત થયેલા એક અધ્યયન અનુસાર શરૂઆતમાં મેદસ્વી મહિલાઓમાં ઇચ્છનીય BMI વાળી મહિલાઓની તુલનામાં 21 ટકા ડિમેન્શિયા થવાનું જોખમ વધું રહેલું છે. આ અધ્યયનમાં સમાવિષ્ટ 177,991 સ્ત્રીઓમાંથી 2.1 ટકા અથવા મેદસ્વી મહિલાઓમાંથી 3,948 મહિલાઓને ડિમેન્શિયા હોવાનું જાણવા મળ્યું હતું. આ અધ્યયનમાં ડિમેન્શિયાને મેદસ્વીતા સાથે જોડવામાં આવ્યાં હતાં. આ અધ્યયન કરનારા સંશોધનકારોનું માનવું હતું કે જો સમયસર સ્થૂળતા પર નિયંત્રણ રાખવામાં આવે તો ડિમેન્શિયાના જોખમને સરળતાથી ઘટાડી શકાય છે.
ડિમેંશિયાના લક્ષણો
- વસ્તુઓ ભૂલી જવી.
- વિચારવું અને સમજવું મુશ્કેલ થઈ જવું.
- માનસિક રીતે મૂંઝવણમાં રહેવું.
- એકાગ્રતામાં ઘટાડો, નવી વસ્તુઓ શીખવાની ક્ષમતામાં ઘટાડો.
- લોકોને ઓળખવામાં મુશ્કેલી.
વજન ઓછું કરવાના ઉપાયો
1- સંતુલિત આહાર લો
વજન ઘટાડવાનો અર્થએ નથી કે પરેજી પાળવી. તમારે તમારા આહારમાં દરેક પ્રકારનાં ભોજનનો સમાવેશ કરવો જોઇએ. ફેટ, કાર્બ, પ્રોટીન અને ફાઇબરને આ આહારમાં પર્યાપ્ત માત્રામાં શામેલ કરવું જોઈએ. શરીરનું વજન પ્રોસેસ્ડ, પેકેજ્ડ, જંક, ડીપ-ફ્રાઇડ ફૂડ અને વધુ મીઠી વસ્તુઓથી વધે છે.
2- ખોરાકમાં પ્રોટીનનો સમાવેશ કરો
પ્રોટીન સ્નાયુઓ બનાવવામાં મદદ કરે છે, જે તંદુરસ્ત રીતે વજન ઘટાડવામાં મદદ કરે છે. આહારમાં પ્રોટીન શામેલ કરવા માટે, ઇંડા, દૂધ, ડેરી ઉત્પાદનો, બદામ અને સોયા ઉત્પાદનો, માછલી અને સીફૂડ અને ચિકનને આહારમાં શામેલ કરો.
3-વ્હાઇટ સુગર લેવાનું ટાળો
શુદ્ધ ખાંડ કેલરી વધારવા સિવાય કંઇ જ કરતી નથી. ખાંડના વિકલ્પો તરીકે મધ, નાળિયેર ખાંડ, ગોળ લેવાનું પસંદ કરો.
4-નિયમિત વ્યાયામ
તમારા વર્કઆઉટ રૂટીનમાં દરરોજ કાર્ડિયો, વેઇટ ટ્રેનિંગ, સ્ટ્રેન્થ ટ્રેનિંગ એક્સરસાઇઝનો સમાવેશ કરો. યાદ રાખો કે કાર્ડિયો કેલરી બર્ન કરવામાં મદદ કરે છે. કસરતો શરીરની ચરબી ઘટાડીને સ્નાયુઓને મજબૂત કરવાનું કામ કરે છે.
5- સારી ઊંઘ કરો
તાણ ઘટાડવાની સાથે સાથે રાતની ઊંઘ તમારા વજનને ઘટાડવામાં પણ મદદ કરે છે. સારા સ્વાસ્થ્ય સાથે હોર્મોનલ સંતુલન જાળવવા આ બંને બાબતો પણ ખૂબ મહત્વની છે. ઊંઘનો અભાવ ભૂખનું કારણ બની શકે છે. વજન ઘટાડવા માટે ઓછામાં ઓછી 7 થી 8 કલાકની સારી ઊંઘ જરૂરી છે.