કેટલીય બીમારીઓમાં ઉપયોગી છે અનાનસ! જાણો તેનાથી થતાં ફાયદાઓ વિશે...
- પાઇનેપ્પલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ફળ માનવામાં આવે છે
નવી દિલ્હી, તા. 30 સપ્ટેમ્બર 2020, બુધવાર
પાઇનેપ્પલ ખૂબ જ ફાયદાકારક ફળ માનવામાં આવે છે. અનાનસ જેને પાઇનેપ્પલના નામથી પણ ઓળખવામાં આવે છે. આ એક એવું ફળ છે જે જોવામાં બહારથી સામાન્ય રીતે કાંટાદાર ફળ હોય છે અને અંદરથી થોડુક કડક, ખાટુ-મીઠુ તેમજ રસદાર હોય છે. પહેલાના સમયમાં આ ફળ થોડાક મર્યાદિત સમયમાં જ મળતું હતું પરંતુ કૃષિવિજ્ઞાનની પ્રગતિ બાદ હવે આ જ ફળ નહીં પરંતુ બધા જ ફળ બારે માસ મળી રહે છે. અનાનસ એક એવું ફળ છે જેમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્ત્વ મળી આવે છે. જાણો, પાઇનેપ્પલથી થતાં ફાયદાઓ વિશે...
પાઇનેપ્પલથી થતાં ફાયદા :-
1. હાડકાંને મજબૂત બનાવવા માટે
પાઇનેપ્પલ ખાવું હાડકાંઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે. હાડકાંની મજબૂતી માટે પાઇનેપ્પલ જ્યુસ ખૂબ જ અસરકારક હોય છે કારણ કે તેમાં બધા મિનરલ્સ અને વિટામિનનું ભરપૂર પ્રમાણ મળી આવે છે. આ ખાસ કરીને બાળકો અને મહિલાઓ જેમના હાડકાં નબળા હોય છે તેમના માટે ખૂબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.
2. આંખો માટે
પાઇનેપ્પલનું સેવન ઇચ્છો તો ફ્રૂટ ચાર્ટના તરીકે અથવા જ્યુસના રૂપમાં કરી શકો છો. અનાનસ આંખો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
3. સ્ટોન માટે
પાઇનેપ્પલનો એક કુદરતી ઔષધિ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આ પથરી અથવા કિડની સ્ટોન માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. જે પણ વ્યક્તિને સ્ટોનનો પ્રોબ્લેમ હોય છે તે પ્રત્યેક દિવસ એક પાઇનેપ્પલના ચારથી પાંચ પિસ ખાવા જોઇએ અથવા એક ગ્લાસ ખાંડ વગરનું પાઇનેપલ જ્યુસ પણ પી શકાય છે.
4. ઇમ્યૂનિટી માટે
ઈમ્યૂનિટી પાવર જેને રોગ પ્રતિકારક શક્તિ પણ કહેવામાં આવે છે, જેનું સંતુલન શરીરમાં જાળવવું ખૂબ જ જરૂરી હોય છે. ઇમ્યૂન સિસ્ટમ ખરાબ થવાથી શરીરમાં રોગ સામે લડવાની ક્ષમતા ઓછી થઇ જાય છે. જ્યારે કોઇ વ્યક્તિ પોતાની ક્ષમતાથી વધારે કામ કરી લે છે ત્યારે તેમને થાકનો અનુભવ થવા લાગે છે અથવા નબળાઇ આવી જાય છે. તેના માટે જ્યુસ અને ફ્રૂટ બંને જ લાભદાયી સાબિત થઇ શકે છે.
5. વજન ઘટાડવા માટે
વજન ઘટાડવામાં પાઇનેપ્પલ મદદ કરી શકે છે. અનાનસ એક રસદાર ફળ છે, જેમાં કુદરતી મિઠાસ હોય છે. તેના સેવનથી શરીરમાં નબળાઇ આવતી નથી. અને આ વજનને ઘટાડવામાં પણ તમારી મદદ કરી શકે છે.