Get The App

કેન્સર માટે લાઇફ સ્ટાઇલ જ નહી બેડલક પણ જવાબદાર

માત્ર નુકસાનકારક કેમિકલ કે આનુંવાંશિક ફેકટર પણ જવાબદાર હોતું નથી

મૂળ ડીએનએ માંથી કોપી થયેલી ડીએનએ એરર કેન્સર થવાની શકયતા વધારે છે

Updated: Sep 25th, 2018

GS TEAM


Google News
Google News
કેન્સર માટે લાઇફ સ્ટાઇલ જ નહી બેડલક પણ જવાબદાર 1 - image

સામાન્ય રીતે કેન્સર માટે લાઇફ સ્ટાઇલ અને વ્યસનોને જવાબદાર માનવામાં આવે છે.જો કે ઘણાને કોઇ વ્યસન ના હોય તો પણ કેન્સર થતું હોય છે.આ અંગેના એક નવા સંશોધન મુજબ કેન્સર થવા માટે લાઇફ સ્ટાઇલ કરતા પણ ખરાબ કિસ્મત વધુ જવાબદાર છે. આ એક માત્ર ચાન્સ જેવી ઘટના છે બીજા શબ્દોમાં કહીએ તો કેન્સર કોઇ પણને થઇ શકે છે.ઘણી વાર કેન્સર માટે નુકસાનકારક કેમિકલ કે આનુંવાંશિક ફેકટર પણ જવાબદાર હોતું નથી.

આ અંગે ગત વર્ષ અમેરિકાના બાલ્ટિમોર ખાતેના જોન હોપકિન્સ કિમેલ સેન્ટરના વૈજ્ઞાાનિકોના સંશોધનની માહિતી એક સાયન્સ જર્નલમાં પ્રકાશિત થઇ હતી. આ સ્ટડીમાં ૬૯ દેશોના ૪.૮ કરોડ લોકોનો ડેટા આવરી લેવામાં આવ્યો જેમાં ભારતનો પણ સમાવેશ થતો હતો.શોધકર્તાઓએ ૩૨ પ્રકારના કેન્સરનો ગહન અભ્યાસ કર્યો જેમાં માલૂમ પડયું કે ૬૬ ટકા કેન્સર કોપી એરરના લીધે,૨૯ ટકા ખરાબ લાઇફ સ્ટાઇલના લીધે અને ૫ ટકા જ આનુવાંશિક કારણોસર થાય છે.તેમાં સ્પષ્ટતા કરવામાં આવી કે મેલ સ્પર્મ ફિમેલના એગ સાથે ફલન કરે તે પછી પહેલી કોષિકા બને છે ત્યારથી લઇને થતા કોષ વિભાજનથી ગર્ભનો વિકાસ થયા કરે છે.જયારે કોષો બે ભાગમાં વિભાજીત થાય ત્યારે જીનેટિક કોડ કોપી થઇ જાય છે. વૈજ્ઞાાનિકોનું માનવું છે કે જેનેટિક કોડ કોપી થવાની પ્રક્રિયામાં જે ભૂલો રહી જાય છે તે ધીમે ધીમે કેન્સરનું સ્વરુપ ધારણ કરે છે.

સામાન્ય સંજોગોમાં એક સામાન્ય કોષ વિભાજન પામે છે ત્યારે તેના ડીએનએની કોપી થવામાં જો કોઇ ભૂલ થઇ જાય તો એ જે તે વ્યકિત માટે બદ કિસ્મત સાબીત થાય છે. કારણ કે બદલાયેલો મૂળ ડીએનએ કરતા કોપી થયેલો ડીએનએ કેન્સર ઉપજાવવાની સંભાવના વધારી દે છે. સામાન્ય રીતે આ ફેરફારો કુદરતી રીતે જ પાર પડી જતા હોય છે. પરંતુ જો આ ફેરફારો અનિયમિત થઇ જાય તો કોષ વિભાજન દરમિયાન ડીએનએની થતી કોપીમાં થતો આ ફેરફાર જે તે વ્યકિત માટે બદનસીબ રુપ બને છે.


Tags :