રાત્રે વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તો સાવધાન, આ ખતરનાક બીમારીનો ભોગ બની શકો છો
રાત્રે ગાંઠ ઊંઘમા એક અથવા બે વખત ટોયલેટ જવા ઉઠવુ પડતું હોય તો સામાન્ય છે
તેના કારણે પ્રાઈવેટ પાર્ટમાં બળતરા, ખંજવાળ, પેટમાં દુખાવો, વધારે પડતી કમજોરી જેવી સમસ્યાનો થઈ શકે છે
Image Envato |
તા. 26 જૂન 2023, સોમવાર
શું તમારે પણ રાત્રે બેથી વધારે વખત પેશાબ કરવા જવું પડે છે. જો હા, તો આ કોઈ મેડિકલ સમસ્યા બાબતે કોઈ સંકેત થઈ રહ્યો છે. આમ તો આ સમસ્યા ડાયાબિટીસના દર્દીઓમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. જો કે ડાયાબિટીસથી વગર વારંવાર પેશાબ કરવા ઉભા થવુ પડતું હોય તો ભવિષ્યમાં કોઈ મુશ્કેલી આવી શકે છે. અને મેડિકલની ભાષામાં તેને નોક્ટુરિયાની સમસ્યા કહેવામાં આવે છે. આવો તેના વિશે વિસ્તૃતમાં જાણીએ.
રાતમાં સમયમાં કેમ વારંવાર આવે છે પેશાબ
આ બાબતે આરોગ્ય નિષ્ણાતોના કહેવા પ્રમાણે રાત્રે ગાંઠ ઊંઘમા એક અથવા બે વખત ટોયલેટ જવા ઉઠવુ પડતું હોય તો સામાન્ય છે પરંતુ જો તમારે તેનાથી વધારે વખત પેશાબ કરવા ઉઠવું પડતુ હોય તો ચેતી જજો. તેનો મતલબ બિલકુલ ક્લીયર છે કે તમે મેડિકલ રીતે ફીટ નથી. અને તમારી આ સમસ્યા નોક્ટુરિયા ના બીમારી સાથે જોડાયેલી છે. સામાન્ય રીતે નોક્ટુરિયા વધારે પડતી ખતરનાક નથી, પરંતુ કેટલીક વાર તેનું ભયંકર પરિણામ આવી શકે છે. નોક્ટુરિયા યુરીનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન અથવા યુરીનરી ઈન્ફેક્શનનું કારણ બની શકે છે. તેના કારણે વ્યક્તિના પ્રાઈવેટ પાર્ટમાં અતિ ભયંકર બળતરા, ખંજવાળ, પેટમાં દુખાવો, વધારે પડતી કમજોરી જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે.
કેવી રીતે કરશો તેનો ઈલાજ
જે રીતે ઉપર જણાવવામાં આવ્યુ છે, સામાન્ય રીતે નોક્ટુરિયાની સમસ્યા વધારે ખતરનાક નથી. પરંતુ આવામાં લાઈફસ્ટાઈલમાં કેટલાક ફેરફાર કરીને કન્ટ્રોલ કરી આ સમસ્યામાથી છુટકારો મેળવી શકો છો.
- રાત્રે સુતા પહેલા બેથી ચાર કલાક ઓછું પાણી પીવો
- દારુ અને કેફીનવાળા પદાર્થોથી દુર રહો, ખાસ કરીને સુતા પહેલા આ વસ્તુઓના સેવન કરવાથી બચો.
- રાત્રે ભોજનમાં મસાલેદાર, એસિડિક ફુડ, ચોકલેટ અથવા મિઠાઈ જેવી ચીજો ખાવાથી દુર રહો.
- આ સિવાય બ્લેડર કન્ટ્રોલ માટે પેલ્વિક ફ્લોર એક્સરસાઈઝ કરવી ખૂબ સારો વિકલ્પ છે.
અન્ય કારણો પણ હોઈ શકે છે
નોક્ટુરિયાનો રોગ ન હોય તો પણ રાત્રે વારંવાર પેશાબ કરવા માટે જવું પડતું હોય તો તેના અન્ય કારણો હોઈ શકે છે. જેમા......
- - પ્રોસ્ટેટની તકલીફ
- - હાઈ બ્લડ પ્રેશર
- - ગઠિયા
- - બ્લેડર પ્રોલેપ્સ
- - પ્રોસ્ટેટ કેન્સર ડાયગ્નોસિસ
- - પ્રોસ્ટેટ અથવા પેલ્વિક એરિયામાં ટ્યુમર
- - કિડનીમાં ઈન્ફેક્શન
- - ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા