વર્લ્ડ એઇડ્સ વેક્સિન ડે : આજ સુધી એઇડ્સની રસી નથી મળી, બની શકે કોરોનાની પણ ના મળે
- માણસના શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા એચઆઇવી વાયરસ સામે પ્રતિક્રિયા આપતી નથી
નવી દિલ્હી,તા. 18 મે 2020,સોમવાર
દુનિયામાં ચારેકોર અત્યારે કોરોના વાયરસનો કેર છે. આ બધા વચ્ચે અત્યારે તમામ લોકો કોરોનાની રસીની આશા લગાવીને બેઠા છે. જો કે વિજ્ઞાનીઓ આ પહેલા પણ જણાવી ચુક્યા છે કે આવી કોઇ પણ મહામારીની રસી તૈયાર કરવી એ સરળ કામ નથી. આ પ્રક્રિયાની અંદર વર્ષોનો સમય લાગી શકે છે. ઘણી વખત તો એવું પણ બને છે કે રસી બનવાની સંભાવના હોતી નથી. HIV AIDS પણ આવી જ એક બિમારી છે. આટલા વર્ષો બાદ પણ વિજ્ઞાનીઓ તેની તેની રસી શોધી શક્યા નથી.
આજે વર્લ્ડ AIDS વેક્સિન ડે છે. આ અસાધ્ય બિમારીની સારવાર માટે વિજ્ઞાનીઓ વર્ષોથી પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ જ સુધી તેમાં સફળતા મળી નથી. જો કે રસી ના હોવા છતા AIDSને સારવાર વડે કંટ્રોલ કરી શકાયો છે. 1984ના વર્ષમાં પ્રથમ વખત AIDSની બિમારી સામે આવી હતી.
અમેરિકાના હેલ્થ એન્ડ હ્યુમન વિભાગે એવો દાવો કર્યો હતો કે તેઓ માત્ર બે વર્ષની દર જ AIDSની દવા શોધી લેશે, પરંતુ આટલા વર્ષો થયા છતા હજું રસી શોધાઇ નથી. અત્યારે આખી દુનિયાના સંશોધકો ભલે કોરોના વાયરસની રસી શોધી રહ્યા હોય, પરંતુ એક શક્યતા એવી પણ છે કે AIDSની માફક કોરોનાની રસી ક્યારેય મળશે નહીં. ત્યારે આવો સમજીએ કે આટલા વર્ષઓના સંશોધન બાદ પણ AIDSની રસી કેમ નથી મળી?
માણસના શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા HIV વાયરસ સામે પ્રતિક્રિયા આપતી નથી. દર્દીના શરીરમાં HIV સામેના એન્ટીબોડી તો ઉત્પન્ન થાય છે, પરંતુ તે માત્ર રોગને ધીમો પાડે છે, તેનો નાશ નથી કરી શકતા. એક તો આ જ કારણ છે કે HIV વાયરસ પર એન્ટીબોડીની કોઇ અસર થતી નથી, માટે તેની રસી બનતી નથી. શરીરમાં HIV વાયરસ ડીએનએમાં છુપાઇને રહે છે, જેને શોધીને નાશ કરવો ઘણો મુશ્કેલ છે. મોટાભાગની રસી વા વાયરસ સામે સુરક્ષા આપે છે જે શ્વસનતંત્ર, પાચનતંત્ર અથવા તો આંતરડા મારફતે શરીરમાં જતો હોય. જ્યારે એચાઇવી તો માણસોના પ્રજનન અંગો અને લોહી દ્વારા શરીરમાં પ્રવેશે છે.
આ સિવાય HIV વાયરસ ઝડપથી રુપ બદલે છે, જ્યારે
કોઇ પણ રસી એક પ્રકારના વાયરસનો નાશ કરી શકે છે. વાયરસના રુપ બદલતાની સાથે જ તેના
પર રસીની સર થવાની બંધ થાય છે. આ બધા કારણોસર જ અત્યાર સુધી કોરોનાની રસી શોધવામાં
સફળતા મળી નથી.