Get The App

કેરલમાં નિપાહ વાયરસે ઉપાડો લીધો, 2 ના મુત્યુ, જાણો કેવી રીતે થાય છે સંક્રમણ

શૈક્ષણિક સંસ્થાનો શુક્રવાર સુધી બંધ રાખવાનો આદેશ અપાયો

તપાસ દરમિયાન હજુ સુધી ૩ સેમ્પલ પોઝિટિવ આવ્યા છે.

Updated: Sep 14th, 2023


Google NewsGoogle News
કેરલમાં નિપાહ વાયરસે ઉપાડો લીધો, 2 ના મુત્યુ, જાણો કેવી રીતે થાય છે સંક્રમણ 1 - image


તિરુઅનંતપૂરમ,૧૪ સપ્ટેમ્બર,૨૦૨૩, ગુરુવાર 

કેરલ રાજયના કોઝિકોડ જિલ્લામાં નિપાહ વાયરસનું સંક્રમણ ફેલાતા બે લોકોના મુત્યુ થયા છે. નિપાહના સંક્રમણ પછી શૈક્ષણિક સંસ્થાનો શુક્રવાર સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આરોગ્યની ટીમ સંગ્રહનો ભોગ બનેલા તમામ લોકોની નજીક પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. કેન્દ્રની એક ટીમ પણ કોઝિકોડ પહોંચી ગઇ છે. ટીમ વાયરસ સંક્રમિત ક્ષેત્રને આવરી લઇને મુલાકાત કરી રહી છે. 

રાજય સરકારે વાયરસ સંક્રમિત લોકોને કવારંટીન કરવાનો આરોગ્ય તંત્રને આદેશ આપ્યો છે. કેરલના આરોગ્યમંત્રીના જણાવ્યા અનુસાર તપાસ દરમિયાન હજુ સુધી ૩ સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. સરકાર દ્વારા કોન્ટ્રાકટ ટ્રેસિંગ શરુ કરવામાં આવ્યું છે. આ પ્રકિયામાં ૭૦૬ કોન્ટેકટસમાંથી ૭૭ લોકો હાઇ રિસ્ક કેટેગરીમાં આવે છે. જે હાઇ રિસ્ક કેટેગરીમાં આવે છે તેમને ઘરમાં જ કોરન્ટાઇન રહેવાની સૂચના આપવામાં આવી છે.

કેરલમાં નિપાહ વાયરસે ઉપાડો લીધો, 2 ના મુત્યુ, જાણો કેવી રીતે થાય છે સંક્રમણ 2 - image

વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર નિપાહ વાયરસ જાનવરોમાંથી માણસમાં ખૂબ ઝઙપથી સંક્રમણ ફેલાવે છે.નિપાહ વાયરસ સૌ પ્રથમ ૧૯૯૮માં મલેશિયામાં જોવા મળ્યો હતો. કપઇ સુગાઇ નિપાહ નામના સ્થળ પરથી વાયરસનું નામ ટુંકમાં નિપાહ પળ્યું હતું. આ વાયરસ સુવરના શરીરમાંથી માણસમાં આવ્યો હતો.

તેમ છતાં નિપાહ વાયરસ જયાં પમ જોવા મળ્યો છે તેના કેરિયર એટલે કે વાહક વિશે ખાસ ધ્યાનમાં આવતું નથી.નિષ્ણાતોનું માનવું છે કે નિપાહ વાયરસથી ફેંફસામાં ઇન્ફેકશન થાય છે. શ્વાસ લેવામાં તકલીફ થાય છે. નિપાહ વાયરસને નિયંત્રણમાં રાખવા માટે કોઇ કારગત દવાઓ નથી. નિપાહ વાયરસનું ઇન્ફેકશન એંસેફલાઇટિસથી જોડાયેલું છે જેનાથી દિમાંગને પણ  નુકસાન થાય છે


Google NewsGoogle News