Get The App

ડાયાબિટીસના નવા લક્ષણો સામે આવ્યા, સત્વરે કરાવો ચેકઅપ, ક્યાક તમે તો નથી બની રહ્યા તેનો શિકાર

ડાયાબિટીસના નવા લક્ષણો ખૂબ જ કોમન છે, જેના વિશે દરેક લોકોએ જાણવુ જરુરી છે

લોકોના મોઢામાં અત્યંત વધારે દુર્ગધ આવતી હોય તેમને ડાયાબિટીસનો ટેસ્ટ કરાવી લેવો જોઈએ

Updated: Jul 3rd, 2023

GS TEAM


Google News
Google News
ડાયાબિટીસના નવા લક્ષણો સામે આવ્યા, સત્વરે કરાવો ચેકઅપ, ક્યાક તમે તો નથી બની રહ્યા તેનો શિકાર 1 - image
Image Envato

તા. 3 જૂલાઈ 2023, સોમવાર 

ડાયાબિટીસ એક એવી બીમારી છે કે જેમા વ્યક્તિનું બ્લડ શુગર વધી જાય છે અને તેની સાથે અન્ય ભાગમાં અસર શરુ કરી દે છે. આ બીમારી દેશમાં અને વિદેશમાં ખૂબ જ ઝડપી ફેલાઈ રહી છે. અને તેમા દરેક ઉંમરના લોકો તેનો શિકાર બની રહ્યા છે. ડાયાબિટીસની સારવાર યોગ્ય રીતે કરાવવી જોઈએ જેથી કરીને દવાઓથી અને કેટલીક બાબતોમાં સાવધાની રાખવાથી ડાયાબિટીસને કન્ટ્રોલ કરી શકાય છે. સામાન્ય રીતે ડાયાબિટીસના તપાસ માટે બ્લડ ટેસ્ટ કરાવવો પડતો હોય છે. પરંતુ હવે ડાયાબિટીસના નવા લક્ષણો સામે આવ્યા છે જે બિલકુલ કોમન છે, તમારે આ લક્ષણો વિશે જાણવુ જોઈએ.

તમારા મોઢામાંથી અસામાન્ય ગંધ આવતી હોય તો તમારુ બ્લડ શુગર હાઈ થઈ શકે છે

ભારતમાં ડાયાબિટીસ ખૂબ જ ઝડપી ફેલાઈ રહ્યો છે. અને તેમા લગભગ 90 ટકા ટાઈપ -2 ડાયાબિટીસના છે. પરંતુ હવે તમારા મોઢામાંથી અસામાન્ય ગંધ આવતી હોય તો તમારુ બ્લડ શુગર હાઈ થઈ શકે છે એટલે કે ડાયાબિટીસ હોઈ શકે છે. ફળ જેવી ગંધ આવવી ડાયાબિટીસના કીટોએસિડોસિસનું લક્ષણ હોઈ શકે છે જે પહેલુ લક્ષણ હોઈ શકે છે. ડાયાબિટીસના લક્ષણોની ઓળખ કરવી મુશ્કેલ થઈ શકે છે. કારણ કે તેના કોઈ પણ લક્ષણ તમને અસ્વસ્થ્ય મહેસુસ નહી કરે પરંતુ તમારી શ્વાસની ગંધમાં મહત્વપુર્ણ ફેરફાર થઈ શકે છે. જેનું ધ્યાન રાખવું જોઈએ. 

ડાયાબિટીસના કારણે શ્વાસમાં દુર્ગધ આવે છે

નિષ્ણાતોના કહેવા પ્રમાણે ડાયાબિટીસના કીટોએસિડોસિસ શરીરની અંદર એક પ્રક્રિયા છે જેમાં ઈંસુલિનની ઉણપના કારણે લોહીમાં હાનિકારક કિટાણુઓ પેદા થાય છે અને આ ડાયાબિટીસનો એક અસામાન્ય સંકેત છે. એવો દાવો કરવામાં આવે છે કે ડાયાબિટીસના કારણે શ્વાસમાં દુર્ગધ આવે છે. કારણ કે આવી સ્થિતિમાં મોઢામાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય છે. 

લોકોના મોઢામાં અત્યંત વધારે દુર્ગધ આવતી હોય તેમને ડાયાબિટીસનો ટેસ્ટ કરાવી લેવો જોઈએ

સામાન્ય ડાયાબિટીસમાં વારંવાર પેશાબ જવું પડતું હોય છે. વધારે તરસ લાગતી હોય છે. વગર કારણે વજન ઘટી જવું, વધારે ભુખ લાગવી, હાથ-પગ સુન્ન થઈ જવા, વધારે થાક લાગવો, ડ્રાઈ સ્કિન થવી, સ્કિન ઈન્ફેકશન જેવા લક્ષણો જોવા મળે છે.  તેમજ જે લોકોના મોઢામાં અત્યંત વધારે દુર્ગધ આવતી હોય તેમને ડાયાબિટીસનો ટેસ્ટ કરાવી લેવો જોઈએ. 

Tags :