Health

ખાટી કે નમકીન વસ્તુ સાથે ન પીવું દૂધ, જાણો શા માટે

By GS Team
2 Jun 20192 mins read
This article was originally published on 2 Jun 2019
ખાટી કે નમકીન વસ્તુ સાથે ન પીવું દૂધ, જાણો શા માટે

અમદાવાદ, 2 જૂન 2019, રવિવાર

ડાયાબિટીસ, બીપી તેમજ હૃદય સંબંધી બીમારીઓમાં પણ ફેટ ફ્રી દૂધ પીવાથી લાભ થાય છે. વજન ઘટાડવામાં પણ દૂધ મદદરૂપ થાય છે. જો કે દૂધ પીતી વખતે અને પીધા પછી કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. દૂધ પીતા પહેલા મૂળા કે તેમાંથી બનેલી વસ્તુઓ પણ ખાવી જોઈએ નહીં. આવી વસ્તુઓ ખાધા બાદ 2 કલાક પછી જ દૂધ પીવું. જો દૂધ પીતી વખતે ખાસ તકેદારી ન રાખીએ તો ત્વચા સંબંધી રોગ થઈ શકે છે. 

1. રાત્રે ભોજન કર્યાના 2 કલાક પછી હુંફાળું દૂધ પીવું. એસિડિટીની સમસ્યા હોય તો દૂધને ઉકાળી તેને ઠંડુ કરીને પીવું. નાસ્તો કરતી વખતે દૂધ પીવું જોઈએ નહીં.

2. આયુર્વેદ અનુસાર કાચા દૂધથી ચામડીના રોગ, એલર્જી કે ઉલ્ટી જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી દૂધને ઉકાળીને પીવું જોઈએ. જો કફ રહેતો હોય તો દૂધ ઉકાળતી વખતે તેમાં આદૂ ઉમેરી દેવું.

3. સૂકી ઉધરસ, તાવ, મલેરિયા, નિમોનિયા, આંચકી, માનસિક રોગના દર્દીઓને દૂધ આપવું જોઈએ.

4. સામાન્ય રીતે બાળકથી લઈ મોટા સુધી 250 મિલીથી 500 મિલી દૂધ એક દિવસમાં પી શકે છે. જો કે દૂધની માત્રા શરીરની તાસીર પર પણ આધાર રાખે છે. 

5. જેમને લેક્ટોસની તકલીફ હોય તે દૂધ પીવે પછી તેમને પેટમાં દુખાવો, ગેસ, ઉલ્ટી જેવી સમસ્યા થઈ શકે છે. લેક્ટોસ કુદરતી રીતે દૂધમાં હોય છે. ઘણા લોકોને લેક્ટોસ ઈંટોલરેન્સ હોય છે જેના કારણે તેમને દૂધ પચતું નથી.