Updated: May 16th, 2023
![]() |
Image Envato |
તા. 16 મે 2023, મંગળવાર
રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ દર વર્ષે 16 મે ના રોજ મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય મચ્છરોથી થતા રોગો સામે જાગૃતતા વધારવા માટે છે. કેન્દ્રિય સ્વાસ્થય કલ્યાણ મંત્રાલય ડેન્ગ્યુના રોગને રોકવા માટે લોકોને શિક્ષિત કરવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે. ડેન્ગ્યુ મચ્છરોમાથી મનુષ્યોમાં ફેલાય છે. ડેન્ગ્યુના સામાન્ય લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, ઉબકા, ફોલ્લીઓ અને શરીરમાં દુખાવો છે. કેટલાક કિસ્સાઓમાં ડેન્ગ્યુ ગંભીર અને જીવલેણ સાબિત થયો છે. ડેન્ગ્યુને નાથવા માટે જરુરી કાર્યવાહી કરવી જોઈએ. આ લેખમાં તમને ડેન્ગ્યુથી અથવા એવા વિવિધ પ્રકારના મચ્છરોથી બચવા માટે કેટલાક ઉપાયો બતાવીએ છીએ.
1. બની શકે તેટલુ શરીર ઢાંકીને રાખો
તમે કોઈ પણ ક્ષેત્રમાં જાઓ તમને ખબર હોય તો કે ના હોય પરંતુ નવા વિસ્તારમાં લાંબી પેન્ટ, ફુલ બાયના કપડા, મોજા અને બુટ પહેરો. ચપ્પલ અથવા સેન્ડલ પહેરવાનો આગ્રહ ન રાખો.
2. હંમેશા મચ્છરદાનીનો ઉપયોગ કરો
રેપિલેટ લોશનનો ઉપયોગ કરો તેનાથી ડેન્ગ્યુના રોગને રોકવા સૌથી પ્રભાવશાળી રસ્તો છે. પહેલા એક નાની પેસ્ટ લઈ ટેસ્ટ કરો કારણ કે કેટલાક લોકોને તેના કારણે રિએક્શન પણ આવે છે.
3. એવા રેપિલેટના ઉપયોગથી ઘરની સફાઈ કરો કે જેથી ફરી ડેન્ગ્યુના મચ્છરો તમારા ઘરમાં ન આવે
એવા રેપિલેટના ઉપયોગથી ઘરની સફાઈ કરો કે જેથી ફરી ડેન્ગ્યુના મચ્છરો તમારા ઘરમાં ન આવે. આમા ઈલેક્ટ્રોનિક વેપોરાઈઝરનો સમાવેશ કરી શકાય. જે આખો દિવસ મચ્છરોને ઘરમાં ઘુસતા અટકાવે છે. જો કે વેપોરાઈઝરનો ઉપયોગ કરનારા લોકોને ખાસ ચેતવણી કે નાના બાળકોને તેનાથી એલર્જી થવાનું જોખમ રહે છે.
4. લેમન યુકેલિપ્ટસ
લેમન યુકેલિપ્ટસ મોટાભાગે મોસ્કિટો રિપેલેટમાં મળતા હોય છે. 12 કલાક સુધી લેમન યુકેલિપ્ટસ એસેંશિયલ ઓયલને મચ્છરોથી રક્ષણ મળી શકે છે. જો કે આ નાના બાળકો માટે યોગ્ય નથી.
5. તમારી નજીક જમા થયેલા પાણીનો નિકાલ કરો
મચ્છરો માત્ર 14 દિવસમાં પાણીની અંદર થોડી માત્રામાં પેદા થઈ જાય છે. અને જો તમારી ઘરની નજીક કોઈ તળાવ હોય, તો તમે પાણીને હલાવવાળી માછલી જે મચ્છરો ખાવાવાળી માછલી, એક ઝરણુ અથવા ફુવારો લગાવી શકો છો. અથવા કિટાણુ રહિત કરવા માટે બેસિલસ થુરિગિએન્સિસ નામના બેક્ટેરિયાનો ઉપયોગ કરી શકો છો.