Get The App

બ્રેઇન ટયુમરના દર વર્ષે 30 હજારથી વધુ કેસ: બે વર્ષમાં 10 ટકાનો વધારો

Updated: Jun 8th, 2024

GS TEAM


Google News
Google News
બ્રેઇન ટયુમરના દર વર્ષે 30 હજારથી વધુ કેસ: બે વર્ષમાં 10 ટકાનો વધારો 1 - image


World Brain Tumour Day 2024: જો તમને દરરોજ સવારે ઉઠતાંની સાથે નિયમિત રીતે માથામાં દુઃખાવો રહેતો હોય, વિચારવામાં-બોલવામાં, શબ્દો શોધવામાં તકલીફ પડી રહી હોય તો ચેતી જવું પડશે. કેમકે, તે બ્રેઈન ટ્યુમરના લક્ષણ હોઈ શકે છે. ભારતમાં દર વર્ષે બ્રેઇન ટ્યુમરના કેસમાં અંદાજે 30 હજાર કેસ નોંધાય છે. આજે 'વર્લ્ડ બ્રેઈન ટ્યુમર ડે' છે, ત્યારે બ્રેઈન ટ્યુમરના વધતાં જતાં કેસ ચિંતાનો વિષય છે. 

મગજની ગાંઠના વિવિધ પ્રકાર છે

મગજમાં અસામાન્ય કોષોના એકત્રીકરણ કે સમૂહને બ્રેઈન ટ્યુમર કહેવામાં આવે છે. મગજની ગાંઠ કેન્સરગ્રસ્ત અથવા બિન-કેન્સરયુક્ત હોઈ શકે છે. કેન્સરગ્રસ્ત ટ્યુમર વધે છે, ત્યારે તે ખોપરીની અંદર દબાણ વધારી શકે છે. તેનાથી મગજને નુકસાન થવાની સાથે-સાથે જીવનું જોખમ પણ થઈ શકે છે. મગજની ગાંઠના વિવિધ પ્રકાર છે.

જેમાં પ્રાથમિક મગજનું કેન્સર ઊભું થાય છે. આ મગજના કોષો છે જેમ કે મગજની આસપાસના પટલ. જેને મેનિન્જીસ કહેવાય છે અને કફોત્પાદક અથવા પિનીલ જેવા ચેતા કોષો છે. પ્રાથમિક કેન્સરસૌમ્ય અથવા કેન્સરગ્રસ્ત હોઈ શકે છે. ગ્લિઓમા અને મેનિન્જીયોમેબ્રેન ટ્યુમર સામાન્ય રીતે પુખ્ત વયના લોકોમાં જોવા મળે છે.

માથામાં સતત દુખાવો રહે તો વહેલી તકે સુપરસ્પેશિયાલિસ્ટની સલાહ લેવી

ભારતમાં, મગજની ગાંઠો બાળકો અને પુખ્ત વયના બંનેમાં જોવા મળે છે. મગજની ગાંઠોના ચોક્કસ પ્રકાર જેમ કે મેડુલોબ્લાસ્ટોમાસ, બાળકોમાં વધુ સામાન્ય રીતે  નિદાન થાય છે. જેના કારણે તે વૈશ્વિક સ્તરે બાળકોમાં કેન્સર સંબંધિત મૃત્યુનું બીજું અગ્રણી કારણ છે. 

આ અંગે અમદાવાદની સિવિલ હોસ્પિટલના ન્યૂરોસર્જન વિભાગના પ્રોફેસર-હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ડો. જૈમિન શાહે જણાવ્યું કે, 'આજની જીવનશૈલીમાં માથાનો દુઃખાવો એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. પરંતુ આ દુઃખાવો સતત રહેતો હોય અને ખાસ કરીને નિયમિત રીતે વહેલી સવારે રહે તો સુપરસ્પેશિયાલિસ્ટની વહેલી તકે સલાહ લેવી હિતાવહ છે.'

મગજમાં ગાંઠ એ આરોગ્યની ગંભીર સ્થિતિ

મગજની ગાંઠ એ આરોગ્યની ગંભીર સ્થિતિ છે. જેમાં મગજની ગાંઠમાં સાદી અને કેન્સરની એમ બે પ્રકાર છે. સમયસર તપાસ અને યોગ્ય સારવારથી લાંબું જીવન જીવી શકાય છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે વર્ષમાં મગજની ગાંઠના દર્દીઓમાં 10 થી 15 ટકાનો વધારો થયો છે. 

મોબાઈલના વધુ પડતો ઉપયોગ પણ જવાબદાર 

ઘણા લોકો માને છે કે મોબાઈલના વધુ પડતા ઉપયોગથી મગજની ગાંઠના કેસમાં વધારો જોવા મળ્યો છે પણ તે હજુ સુધી પુરવાર થયું નથી. બ્રેઈન ટ્યુમરથી ડર્યા વિના તેનો સમયસર ઈલાજ કરાવવામાં આવે તો ઝડપથી સાજા થઈ શકાય છે.

બ્રેઇન ટયુમરના દર વર્ષે 30 હજારથી વધુ કેસ: બે વર્ષમાં 10 ટકાનો વધારો 2 - image

Tags :