વજન ઘટાડવા માટે ઘરે બનાવેલા આ જ્યુસને અજમાવી જુઓ...
- આ ઉપચાર સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે
નવી દિલ્હી, તા. 03 જૂન 2020, બુધવાર
વજન ઘટાડવા માટે લોકો કેટલાય પ્રકારના ઉપચાર અજમાવતા હોય છે. જાણો, વજન ઘટાડવા માટેના કેટલાક ઉપચાર વિશે, જેનાથી વજન પણ ઓછું થશે અને સ્વાસ્થ્ય પણ સારુ રહેશે.
ફુદીનો
હાલ ગરમીઓની સીઝન ચાલી રહી છે આ સીઝનમાં ફુદીનાનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. ગરમીઓમાં ફુદીનાની ચટણીનું સેવન લગભગ મોટાભાગના લોકો કરતા હોય છે. ફુદીનો સ્વાસ્થ્ય માટે લાભદાયી હોય છે અને તેની ખૂશ્બુ તેના ખાવાનો સ્વાદ પણ વધારી દે છે. ફુદીનાનું સેવન વજન ઘટાડવામાં ઉપયોગી સાબિત થાય છે. જાણો, ફુદીનાનું કેવી રીતે સેવન કરવાથી વજનમાં ઘટાડો થાય છે...
ફુદીના અને બ્લેક પેપરનો જ્યુસ :
ફુદીના અને બ્લેક પેપરનો જ્યુસ સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય છે અને તેના સેવનથી વજન પણ ઘટે છે. જાણો, આ જ્યુસ બનાવવાની રીત...
એક વાટકીમાં ધોઇને રાખેલી કોથમીર અને ફુદીનાના પત્તા લો. ત્યાર બાદ તેને મિક્સરમાં ક્રશ કરી લો. મિક્સરમાં પીસતા પહેલાં તેમાં થોડુક પાણી ઉમેરો. હવે તેને ગાળી લો. આ જ્યુસમાં બ્લેક પેપર મિક્સ કરી લો. ત્યારબાદ આ જ્યુસને લીંબૂ પાણીમાં મિક્સ કરીને તેની મજા માણો.
કાકડી-ફુદીનાનો જ્યુસ :
કાકડી અને ફુદીનાનો જ્યુસ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે અને તેના સેવનથી વજન પણ ઓછું થાય છે. જાણો, કાકડી અને ફુદીનાનો જ્યુસ બનાવવાની રીત...
એક ગ્લાસમાં પાણી લો અને તેમાં 3 ચમચી છીણેલી કાકડી મિક્સ કરો. ત્યારબાદ તેમાં એક ચમચી આદુ અને ફુદીનાના પત્તાની પેસ્ટ મિક્સ કરો. ત્યારબાદ તેમાં સ્વાદાનુસાર સીંધવ મીઠું નાખો. આ જ્યુસનું સવારે ખાલી પેટ સેવન કરો.
ફુદીનાના ફાયદા :
- ફુદીનામાં કેલરી ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે. તેનું સેવન કરવાથી કેલરી વધવાનો ભય રહેતો નથી.
- ફુદીનામાં ફાયબરનું પ્રમાણ ઘણું હોય છે. તેના સેવનથી ડાયજેસ્ટિવ સિસ્ટમ સારી રહે છે.
- ફુદીનો પોષકતત્ત્વથી ભરપૂર હોય છે. ફુદીનામાં મેન્ગેનીઝ, આર્યન અને ફોલેટ જેવા ન્યૂટ્રિશિયન્સ હોય છે, જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
- ફુદીનામાં એન્ટી-ઑક્સિડેન્ટ્સ ગુણ રહેલા હોય છે. તેના સેવનથી ઇમ્યૂનિટી વધે છે.
- ફુદીનામાં વિટામિન-A પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. તેના સેવનથી શરીરમાં નબળાઇ આવતી નથી.
- એક રિપોર્ટ અનુસાર ફુદીનાનું સેવન કરવાથી ઑક્સિડેટિવ સ્ટ્રેસ પણ ઓછું થાય છે.