Get The App

પરણેલા લોકોની યાદશક્તિ ઉંમર સાથે વધે છે, ઘટે છે માનસિક બીમારીનું જોખમ

Updated: Nov 10th, 2019

GS TEAM

Google News
Google News
પરણેલા લોકોની યાદશક્તિ ઉંમર સાથે વધે છે, ઘટે છે માનસિક બીમારીનું જોખમ 1 - image

અમદાવાદ, તા. 10 નવેમ્બર 2019 રવિવાર

મોટાભાગના લોકો રિયલ લાઇફમાં કે મજાકમાં લગ્ન કરવાના માઇનસ પોઇન્ટ ગણાવતા હોય છે. પરંતુ ખરેખર તો કરવાથી માણસની સ્મરણ શક્તિમાં વધારો થાય છે. એટલું જ નહીં માનસિક બીમારી થવાની સંભાવના પણ ઘટી જાય છે. થોડા વખત પહેલા થયેલા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે પરણેલા લોકોમાં ડિમેન્શિયનું જોખમ બહુ ઓછું રહે છે.

પરણેલા લોકોની યાદશક્તિ ઉંમર સાથે વધે છે, ઘટે છે માનસિક બીમારીનું જોખમ 2 - imageડિમેન્શિયા એક પ્રકારની માનસિક બીમારી છે જેમાં ઉંમર વધે તેમ માણસની સ્મરણશક્તિ ઘટવા લાગે છે. આ અભ્યાસમાં કહેવાયું છે કે ડાઇવોર્સ લીધેલા લોકોને માનસિક  બીમારીનું જોખમ વધારે હોય છે. એથી પણ ચોંકાવનારી વાત તો એ છે કે ડાઇવોર્સ લીધેલા પુરુષોમાં માનસિક બીમારીનું પ્રમાણ છૂટાછેડા લીધેલી સ્ત્રીઓ કરતાં વધારે હોય છે.

પરણેલા લોકોની યાદશક્તિ ઉંમર સાથે વધે છે, ઘટે છે માનસિક બીમારીનું જોખમ 3 - imageભારતમાં લગ્ન ન કરનારા લોકોની સંખ્યા બહુ ઓછી હોય છે પરંતુ અમેરિકા અને બીજા દેશોમાં આ આંકડો વધારે હોવાથી ત્યાં આ સંશોધન લોકોને ચોંકાવનારા અને મહત્વપૂર્ણ છે. આ શોધની માહિતી The Journals of Gerontologyમાં પ્રકાશિત થઇ હતી.

ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક

2000થી 2014 વચ્ચેના હેલ્થ અને રિટાયરમેન્ટના આંકડાના વિશ્લેષણનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ માટે 52 કે તેથી મોટી ઉંમરના 15,000 લોકો પર અભ્યાસ કરવામાં આવ્યો. દર બે વર્ષના અંતરે આ લોકોના મગજના કામ કરવાની ક્ષમતાનો અભ્યાસ કરવામાં આવ્યો.

આ રિસર્ચ માટે લોકો ચાર ગ્રૂપમાં વહેંચવામાં આવ્યા - કુવારા, પરણેલા, ડિવોર્સી કે વિધવા. આ બધા લોકોમાં કુવારા લોકોમાં ડિમેન્શિયા બીમારીનું જોખમ સૌથી વધારે દેખાયું. તેથી જો: તમે પરણેલા છો તો આ વાત તમારી મેમરી માટે બહુ સારી વાત છે.

Tags :