લો બોલો, પાન ખાવાથી મટે છે ગંભીર બીમારીઓ
તમે ઘણાં લોકોને પાન ખાતાં જોયા હશે. ઘણાં લોકો તો દિવસમાં એટલા બધા પાન ખાય છે કે આપણે તેમને વ્યસની કહીએ છીએ. પણ શું તમે જાણો છો કે પાન ખાવાના ઘણાં બધા ફાયદાઓ પણ છે. પાન ખાવાથી હેલ્થ સારી રહે છે અને એટલું જ નહીં તેના સેવનથી બીમારીઓ પણ દૂર રહે છે. આજે આપણે પાન ખાવાના લાભ વિશે વાત કરીશું...
2012માં થયેલા એક સ્ટડીમાં જાણવા મળ્યું કે પાનમાં એક એવો કણ હોય છે જે ક્રોનિક માઈલૉઈડ લ્યૂકેમિયા (CML)સામે લડવામાં મદદ કરે છે. આ સ્ટડી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ બાયોલોજી ઉપરાંત બે અન્ય ભારતીય ઇન્સ્ટિટ્યૂટે કર્યો હતો. જેમાં સંશોધકોએ કહ્યું હતું કે પાન એક પ્રકારના બોન મેરો કેન્સરના ઇલાજમાં મદદ કરી શકે છે. તે પાચનક્રિયાને સુધારીને બોડી મેટાબોલિઝમને પણ વધારે છે. એટલું જ નહીં પાન શરીરમાં જરૂરી પોષકતત્વો અને મિનરલ્સને એબ્ઝોર્બ કરવામાં પણ મદદ કરે છે.
તમે નહીં માનો પણ પાન વજન ઘટાડવામાં પણ મદદ કરે છે, એટલે કે જેમને વજન વધતુ હોય તે લોકો પાન ખાય થાય તો આ સમસ્યાને રોકી શકે છે. આયુર્વેદ કહે છે કે પાન બૉડીની ફેટ ઓછી કરે છે અને વેટલૉસની પ્રક્રિયાને અટકાવે છે.