FOLLOW US

માત્ર લીંબુ જ નહીં તેની છાલ પણ કરે છે વજન ઘટાડવામાં મદદ, જાણો ફાયદા

Updated: Dec 19th, 2021


- લીંબુની છાલમાં ભરપૂર માત્રામાં ફ્લેવાનોઈડ જેવા પોષક તત્વો હોય છે જે સ્ટ્રેસ ઘટાડવામાં સહાયક બને છે

નવી દિલ્હી, તા. 18 ડિસેમ્બર, 2021, શનિવાર

લીંબુનો રસ સ્વાસ્થ્ય જાળવવા ઉપરાંત ત્વચાને સુંદર બનાવવા માટે પણ ઉપયોગી છે. લીંબુમાં ભરપૂર માત્રામાં વિટામિન-સી હોય છે જે સ્વાસ્થ્ય ઉપરાંત વાળના ગ્રોથ માટે પણ ઉપયોગી છે. તે સિવાય તેની છાલ પણ પોષક તત્વોથી ભરપૂર હોય છે. લીંબુની છાલ વજન ઘટાડવા ઉપરાંત અન્ય કેટલીક રીતે પણ ઉપયોગી છે. 

વજન ઘટાડવા માટે

વજન ઘટાડવા માટે લીંબુના રસનો પ્રયોગ કરવામાં આવે છે પરંતુ તેની છાલ ફેંકી દેવામાં આવે છે. પોષક તત્વોથી ભરપૂર છાલ પણ વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. 

હાડકાં મજબૂત રાખવા માટે

લીંબુની છાલમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, વિટામિન-સી, એન્ટી ઓક્સિડેન્ટ્સ જેવા અન્ય તત્વો હોય છે જે હાડકાંના સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે. લીંબુની છાલ વડે ગઠિયા, રહ્યુમેટોઈડ આર્થરાઇટ્સ જેવી હાડકાં સાથે સંકળાયેલી બીમારીઓ દૂર કરી શકાય છે. આ માટે કાચી છાલનું સેવન કરી શકાય અથવા તેને ધોઈને, સુકવીને તેનો પાવડર પણ બનાવી શકાય. 

ટોક્સિન્સ ઘટાડે

આપણાં શરીરમાં અનેક પ્રકારના ટોક્સિન પદાર્થો હોય છે જેને ઘટાડવા માટે લીંબુની છાલનો ઉપયોગ થઈ શકે છે. લીંબુની છાલનું દરરોજ સેવન કરવાથી આવા ટોક્સિક પદાર્થો શરીરમાંથી દૂર થાય છે. 

તણાવ ઘટાડવા

લીંબુની છાલમાં ભરપૂર માત્રામાં ફ્લેવાનોઈડ જેવા પોષક તત્વો હોય છે જે સ્ટ્રેસ ઘટાડવામાં સહાયક બને છે. માટે વધારે સ્ટ્રેસમાં હોય તેવા લોકોએ લીંબુની છાલનું સેવન શરૂ કરી દેવું જોઈએ. 

હૃદયને સ્વસ્થ રાખવા

હૃદયને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવા માટે પણ લીંબુની છાલનું સેવન કરવું જોઈએ. તેમાં રહેલા તત્વો કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. જો શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ નીચું રહે તો હૃદય લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે. તે સિવાય ડાયાબિટીસ જેવી બીમારીઓનું જોખમ પણ ઘટે છે. 


Gujarat
Magazines