ખૂબ જ ફાયદાકારક છે આ છોડના પાંદડા, ખાંડ કરતાં 30 ગણા મીઠા છે, સુગર માટે રામબાણ ઈલાજ
ભારતમા સ્ટીવિયાને (Stevia) મીઠી તુલસીના નામથી પણ ઓળખવામાં આવે છે
ઔષધિય ગુણોના કારણે તેમાંથી વિવિધ પ્રકારની દવા બનાવવા માટે કરવામાં આવે છે
Image Freepic |
તા. 12 સપ્ટેમ્બર 2023, મંગળવાર
ભારત દેશ વિવિધ ઔષધિઓથી ભરેલો છે જરુર છે માત્ર તેની ઓળખ અને યોગ્ય ઉપયોગની. કારણ કે આપણા દેશની જડીબુટ્ટીના આધારે ઋષિમુનિઓ ગમે તેવી બીમારીને પણ ભગાડી દેતા હતા. આ ઔષધિઓમાં મીઠી તુલસી અને હર્બલ જડી બુટિયોથી ડાયાબિટીસના દર્દીઓના ઈલાજમાં ફાયદાકારક રહે છે. તેમનો દાવો છે કે આ ઔષધિ ડાયાબિટીસના દર્દીને સુગરમાંથી છુટકારો અપાવશે.
શું છે આ સ્ટીવિયાના ઔષધિ
ભારતમા સ્ટીવિયાને (Stevia) મીઠી તુલસીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ મીઠી તુલસી ખાંડથી પણ વધારે મીઠી હોય છે. ભારતમાં તેને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. સ્ટીવિયાના પાંદડા ખાંડ કરતાં 30 ગણા મીઠા હોય છે.
સ્ટીવિયામાં ઔષધિય ગુણો હોવાના કારણે તેમાથી વિવિધ પ્રકારની દવા બનાવવામાં આવે છે.
સ્ટીવિયા એક આયુર્વેદ જડીબુટ્ટી છે અને તેમા ઔષધિય ગુણોના કારણે તેમાથી વિવિધ પ્રકારની દવા બનાવવામાં આવે છે. આ ઔષધિ સુગરને નિયંત્રિત કરવા ખૂબ કારગત છે. આ ઉપરાંત મોટાપા દુર કરવા, એલર્જીની સમસ્યાને દુર કરવા માટે, કેન્સરના રોગોને રોકવા માટે, હ્રદય અને રક્તપાતમા સ્વસ્થ રહેવા માટે કારગત છે. સ્ટીવિયા જડીબુટ્ટીને એક ખોરાક તરીકે પણ લઈ શકાય છે. પરંતુ મુખ્ય રીતે તો તેનો ઉપયોગ સુગરના વિકલ્પ તરીકે કરવામાં આવે છે. આ એક નેચરલ સ્વીટ છે.
આ સિવાય સ્ટીવિયામાં એન્ટીઓક્સીડેન્ટ જેવા ફ્લેવોનોઈડ્સ, ટ્રાઈટપેન્સ, ટેનિન, કેફિક એસિડ, કેફીનોલ અને ક્લેરસેટિન જેવી વિવિધ માત્રા રહેલી છે. સ્ટીવિયાના છોડમાં ફાઈબર, પ્રોટીન, આયરન, પોટેશિયમ, સોડિયમ, વિટામિન એ અને વિટામિન સી પણ રહેલુ છે.