Get The App

કોરોના કરતા પણ ખતરનાક ગણાતા આ વાયરસ વિશે જાણો

સૌથી શકિતશાળી વાયરસની વાત નિકળે ત્યારે મારબૂર્ગ વાયરસનું નામ પ્રથમ આવે છે

શિતળાના વાયરસ સામે માણસ જાત સદીઓ સુધી લડી છે

Updated: Mar 28th, 2020

GS TEAM

Google News
Google News

ન્યૂયોર્ક, 28 માર્ચ, 2020, શનિવાર 

કોરોના વાયરસનું નામ પડતા જ લોકો કંપી ઉઠે છે વિશ્વના 196થી વધુ દેશોમાં હાહાકાર મચાવ્યો છે કુલ 3 અબજથી વધુ લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા છે ત્યારે કોરોનાની મહામારી કયારે પુરી થાય તેની સૌ રાહ જોઇ રહયા છે. ચીન અને ઇટલીમાં તબાહી મચાવ્યા પછી કોરોનાએ સ્પેન અને અમેરિકાને પણ છોડયા નથી. કોરોના માનવ જાત માટે વિલન બની ગયો લાગે છે પરંતુ પૃથ્વી પર એવા પણ વાયરસ છે જે કોરાના કરતા પણ ઘાતક છે તેની ઝપટમાં આવતા મોત નકકી થઇ જાય છે. 

મારબૂર્ગ વાયરસ

કોરોના કરતા પણ ખતરનાક ગણાતા આ વાયરસ વિશે જાણો 1 - image

સૌથી શકિતશાળી વાયરસની વાત નિકળે ત્યારે જર્મનીના મારબૂર્ગ શહેર પરથી જેનું નામ પડયું છે તે મારબૂર્ગ વાયરસનું નામ પ્રથમ આવે છે. આ વાયરસનૌ સૌથી વધુ કેસ 1967માં દેખાયા હતા. મારબૂર્ગ શરીરમાં પ્રવેશે એટલે 90 ટકા કેસમાં દર્દીઓ બચી શકતા નથી. તેની આ મારક ક્ષમતા અકલ્પનિય છે. માઇકો બાયોલોજીના નિષ્ણાતો માટે પણ સંશોધનનો વિષય છે.

 ઇબોલા વાયરસ –

કોરોના કરતા પણ ખતરનાક ગણાતા આ વાયરસ વિશે જાણો 2 - image

 2013 થી 2016 દરમિયાન પશ્ચિમી આફ્રિકી દેશોમાં તરખાટ મચાવનારો આ વાયરસ કોરોના કરતા વધારે ઘાતક ગણાય છે. ઇબોલાનું સંક્રમણ ફેલાતા 11 હજાર લોકોના મોત થયા હતા.ઇબોલા વાયરસના પણ અનેક પ્રકાર છે સૌથી ઘાતક જાતના કિસ્સામાં 90 ટકા દર્દીઓના મોત થાય છે.

હંટા વાયરસ –

કોરોના કરતા પણ ખતરનાક ગણાતા આ વાયરસ વિશે જાણો 3 - image

 હંટા વાયરસથી હમણાંથી ચીનમાં હમણા એક વ્યકિતનું મોત થતા વિશ્વમાં તરખાટ મચી ગયો હતો. કોરોના વાયરસ પછી હંટાની ચુંગાલમાં ચીન ફસાઇ જશે એવી અફવાએ જોર પકડયું હતું. હંટા વાયરસ કોરોના કરતા વધારે ખતરનાક છે. કોરોનાની જેમ હંટામાં પણ ફેફસામાં ચેપ, તાવ અને કિડની ખરાબ થાય છે. 

રેબિજ વાયરસ 

કોરોના કરતા પણ ખતરનાક ગણાતા આ વાયરસ વિશે જાણો 4 - image

કુતરા, શિયાળ અને ચામાચીડિયાના કરડવાથી રેબીજ વાયરસ ફેલાય છે. પાલતું પ્રાણીઓને રેબીજની રસી આપવામાં આવે છે પરંતુ શેરીઓમાં રખડતા કુતરા મોટી સમસ્યા છે. ભારતમાં સેંકડો લોકોને કુતરા કરડવાથી રેબિજ વાયરસ શરીરમાં દાખલ થવાની શકયતા રહે છે. રેબિજ વાયરસ શરીરમાં દાખલ થાય એટલે હડકવા ઉપડે છે અને માણસનું મોત નકકી થાય છે. 

એચઆઇવી વાયરસ

કોરોના કરતા પણ ખતરનાક ગણાતા આ વાયરસ વિશે જાણો 5 - image

એચઆઇવી ખૂબજ જાણીતું નામ છે. એઇડઝ થવા માટે આ વાયરસ જવાબદાર છે જે માણસની રોગ પ્રતિકારકશકિતને ખતમ કરી નાખે છે. એઇડઝની કોઇ જ દવા નથી તથા તે અનિયંત્રિત અને અ સલામત જાતિય સંબંધોથી સૌથી વધુ ફેલાય છે. એચઆઇવી વાયરસના સંક્મણને રોકવા માટે દુનિયાના દેશો અબજો રુપિયા ખર્ચ કરી ચૂકયા છે. એચઆઇવી સ્પર્શ કરવાથી ફેલાતો નથી તેમ છતા એઇડઝના દર્દીઓને હડધૂત કરવામાં આવતા સામાજિક ધૃતકાર એક મોટી સમસ્યા છે. 

શિતળા વાયરસ -

કોરોના કરતા પણ ખતરનાક ગણાતા આ વાયરસ વિશે જાણો 6 - image

માણસને ચેચક વાયરસ સાથે સદીઓથી પનારો પડયો છે. માણસના પ્રાચિન ઇતિહાસમાં પણ ચેચકે ખૂબજ પરેશાન કર્યા છે.  વિશ્વમાં અનેકવાર મહામારીઓમાં માણસ જાત જ હારતી આવી હતી. ઇસ 1980માં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને દુનિયાને ચેચક મુકત જાહેર કરી હતી. ચેચકનો વાયરસ એટલો બધો ખતરનાક હતો કે 33 ટકા દર્દીઓના મોત થતા હતા. ચેચક વાયરસને લઇને ભારત તથા આફ્રિકાના દેશોમાં અંધશ્રધ્ધા પણ ખૂબ જોવા મળતી હતી. 

ઇન્ફલૂએન્ઝા વાયરસ -

કોરોના કરતા પણ ખતરનાક ગણાતા આ વાયરસ વિશે જાણો 7 - image

દુનિયામાં દર વર્ષે આજે પણ હજારો લોકો ઇન્ફલૂએન્ઝના શિકાર બને છે જેને ફલુ પણ કહેવામાં આવે છે.  ઇસ 1918માં જયારે આ મહામારી ફેલાઇ ત્યારે દુનિયાની 40 ટકા વસ્તી સંક્રમિત થઇ હતી. કુલ 5 કરોડ લોકોના મોત થયા હતા. આ વાયરસને સ્પેનિશ ફલૂ નામ આપવામાં આવ્યું હતું. કોરોના વાયરસ મચ્છર કરડવાથી થાય છે પરંતિ ઇબોલા જેવા લક્ષણો દેખાઇ શકે છે. 2019માં અમેરિકાએ ડેન્ગ્યુની રસીને મંજુરી આપી છે. રોટા વાયરસ જે નવજાત બાળકોમાં જોવા મળતો હતો જેનાથી 2008માં પાંચ વર્ષથી નાની ઉંમરના 5 લાખ બાળકોના મોત થયા હતા.


Tags :