નવી દિલ્હી, તા. 17 ડિસેમ્બર 2020, ગુરુવાર
મોટાભાગની મહિલાઓને ફરિયાદ હોય છે કે તેમને પીરિયડ્સ સમય પર આવતા નથી. પીરિયડ્સ મિસ થવાનું સૌથી સામાન્ય કારણ પ્રેગ્નેન્સી હોય છે પરંતુ જો તમે પ્રેગ્નેન્સી પ્લાન નથી કરી રહ્યા અને તેમછતાં તમારા પીરિયડ્સ લેટ આવે છે તો તેની પાછળ કેટલાય કારણ હોઇ શકે છે. જાણો, આ 9 કારણો વિશે...
તણાવ :- તણાવની અસર શરીર પર કેટલીય રીતે પડે છે, જેમાં પીરિયડ પણ સામેલ છે. તણાવથી GnRH નામના હૉર્મોનનું પ્રમાણ ઘટી જાય છે, જેના કારણે ઓવ્યૂલેશન અથવા પીરિયડ્સ આવતા નથી. પોતાની જાતને રિલેક્સ રાખો અને નિયમિત પીરિયડ સાઇકલને માટે પોતાના ડૉક્ટર સાથે સંપર્ક કરો.
બીમારી :- અચાનકથી તાવ, શરદી, ખાંસી અથવા કોઇ લાંબી માંદગીના કારણે પણ પીરિયડ્સમાં મોડુ થઇ શકે છે. આ અસ્થાયી હોય છે અને એકવાર જ્યારે તમે બીમારીથી ઠીક થઇ જાઓ છો ત્યારે તમારા પીરિયડ્સ ફરીથી નિયમિત થઇ જાય છે.
દિનચર્યામાં ફેરફાર :- શેડ્યૂલ બદલવું, નાઇટ શિફ્ટમાં કામ કરવું, શહેરથી બહાર અવર-જવર કરવી અથવા તો ઘરમાં કોઇ લગ્ન અથવા ફંક્શન દરમિયાન આપણા રૂટીનમાં કેટલાય પ્રકારના ફેરફાર આવી જાય છે. શરીરને જ્યારે આ નવા શેડ્યૂલની આદત થઇ જાય છે અથવા જ્યારે આપણે પોતાની સામાન્ય દિનચર્યામાં આવી જઇએ છીએ ત્યારે પીરિયડ્સ પણ નિયમિત થઇ જાય છે.
બ્રેસ્ટફીડિંગ :- ઘણી બધી મહિલાઓને સમય પર પીરિયડ્સ આવવાનું ત્યાં સુધી શરૂ થતું નથી જ્યાં સુધી કે તે બાળકોને બ્રેસ્ટફીડિંગ કરાવવાનું બંધ નથી કરતી.
બર્થ કંટ્રોલ પિલ્સ :- બર્થ કંટ્રોલ પિલ્સ અને કેટલીક અન્ય દવાઓ પણ પીરિયડ્સ સાઇકલને બદલી નાંખે છે. એવી દવાઓ લેવાથી પીરિયડ્સ ઓછું આવે છે અથવા જલ્દી-જલ્દી આવે છે અથવા તો બિલ્કુલ જ બંધ થઇ જાય છે. આ પરિસ્થિતિમાં ડૉક્ટરનો સંપર્ક કરો.
મોટાપો :- વધુ વજન હોવાને કારણે પણ પીરિયડ્સ અનિયમિત થઇ શકે છે અને જેના કારણે પીરિયડ્સ આવવામાં મોડુ થઇ શકે છે. જો કે, આ સમસ્યા ઓછું વજન ધરાવતા લોકોને પણ થાય છે પરંતુ વધુ વજન તેનું એક મુખ્ય કારણ હોઇ શકે છે.
પ્રી-મેનોપૉઝ :- મેનોપૉઝ પહેલા મહિલાઓના શરીરમાં આંતરિક રીતે કેટલાય પ્રકારના બદલાવ આવે છે. આ કારણથી પીરિયડ્સ લેટ અથવા તો સમય કરતાં વહેલાં આવવા લાગે છે.
પાતળુ શરીર :- જો તમારા શરીરમાં પર્યાપ્ત પ્રમાણમાં ફેટ નથી તો પણ તમારા પીરિયડ્સ અનિયમિત થઇ શકે છે. નિયમિત પીરિયડ્સ માટે હેલ્ધી વજન જરૂરી હોય છે.
થાઈરૉઇડ :- ગળામાં આવેલ થાઈરૉયડ ગ્રંથિ, મેટાબૉલિઝ્મને નિયંત્રિત કરે છે. આ શરીરના કેટલાય કાર્યોમાં પણ ભૂમિકા નિભાવે છે. જો તમને થાઇરૉઇડ સંબંધિત કોઇ સમસ્યા છે તો તેની અસર પીરિયડ્સ પર પણ પડે છે. જો તમને થાઈરૉઇડની સમસ્યા છે તો પીરિયડ્સને સમય પર લાવવા માટે ડૉક્ટરનો સંપર્ક કરો.


