World Zoonoses Day 2023: જાણો શું હોય છે ઝૂનોટિક બીમારી અને તેનાથી બચવાના ઉપાય
Image Source: Freepik
ઘણી ગંભીર બીમારીઓ પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર જે બીમારીઓ જાનવરોમાંથી મનુષ્યોમાં ફેલાય છે. તેને ઝૂનોટિક રોગ કહેવામાં આવે છે. આ બીમારીઓ વિશે જાગૃતતા વધારવા માટે દર વર્ષે 6 જુલાઈએ વર્લ્ડ ઝૂનોસ ડે મનાવવામાં આવે છે.
આ દિવસ મનાવવાનું કારણ
પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાતી બીમારીઓના અભ્યાસ અને રિસર્ચ પર જોર આપવા માટે પહેલો વિશ્વ ઝૂનોસ દિવસ 6 જુલાઈ 1885એ મનાવવામાં આવ્યો હતો. વર્લ્ડ ઝૂનોસ ડે જીવવિજ્ઞાની લુઈ પાશ્ચરના રેબીજની રસી શોધવામાં મળેલી સ્મૃતિમાં મનાવવામાં આવે છે. વર્લ્ડ ઝૂનોસ ડે ના અવસરે દુનિયામાં આ બીમારીઓના કારણ અને બચાવના ઉપાયો પર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ઝૂનોટિક બીમારીઓની સાથે-સાથે માનવ અને જીવજંતુઓના સ્વાસ્થ્યને શ્રેષ્ઠ અને સુરક્ષિત બનાવવાના કાર્યોને પ્રોત્સાહન આપવામાં આવે છે.
આ વર્ષની થીમ શું છે
આ વર્ષે વર્લ્ડ ઝૂનોસ ડે ની થીમ વન વર્લ્ડ, વન હેલ્થ: પ્રીવેન્ટ ઝૂનોસ! સ્ટોપ ધ સ્પ્રેડ, કંટ્રોલ ઝૂનોસ ડિસીસ! પ્રોટેક્ટ એનીમલ્સ, પ્રીવેન્ડ ઝૂનોસ! (એક દુનિયા, એક સ્વાસ્થ્ય: ઝૂનોસ થી બચાવ! ફેલાવાથી રોકો, ઝૂનોસ બીમારીઓ પર નિયંત્રણ! પ્રાણીઓની સુરક્ષા, ઝૂનોસથી બચાવ) છે.
પ્રાણીઓ દ્વારા ફેલાઈ રહી છે બીમારીઓ
દિન-પ્રતિદિન ઝૂનોટિક બીમારીઓના મામલે વૃદ્ધિ જોવા મળી રહી છે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે લોકોમાં 10 સંક્રમક રોગોમાંથી 6 માંથી વધુ બીમારીઓ જાનવરોથી ફેલાય શકે છે. નવા અભ્યાસથી જાણવા મળ્યુ છે કે લોકોમાં દર 4 નવા કે ઉભરતા સંક્રમક રોગોમાંથી 3 જાનવરોમાંથી આવ્યા છે. કીટાણુઓના કારણે થતી બીમારીઓ સામાન્યથી લઈને ગંભીર હોય છે. આ મોતનું કારણ પણ બની શકે છે.
આ રોગ કેવી રીતે ફેલાય છે
આ રોગ મુખ્યરીતે વ્યક્તિમાં સંક્રમિત જાનવરની લાળ, લોહી, મૂત્ર, મળ કે શરીરના અન્ય પ્રવાહી પદાર્થોની સાથે સીધા સંપર્કમાં આવવાથી થાય છે. તેને ફેલાવાની અન્ય રીતોમાં સીધા સંપર્કથી લઈને અપ્રત્યક્ષ સંપર્ક છે. જેમાં વેક્ટર-જન્મ સહિત, ખાસ કરીને ટિક, મચ્છર અથવા ચાંચડ અને દૂષિત પાણી અને ખોરાકનો સમાવેશ થાય છે. ઝૂનોટિક રોગ હવા, સંક્રમિત પદાર્થો, ખાદ્ય પદાર્થો દ્વારા સીધા મનુષ્યોમાં ફેલાય છે. એવિયન ઈન્ફ્લુએન્ઝા આનું સૌથી મુખ્ય ઉદાહરણ છે. જેનો પ્રસાર હવાના માધ્યમથી થાય છે, આ એક પ્રકારનો વાયરલ રોગ છે જે સંક્રમિત સપાટીઓના સંપર્કમાં આવવાથી થાય છે.
આ લોકોને વધુ જોખમ રહે છે
કેન્સર દર્દી, વૃદ્ધ દર્દી, ગર્ભવતી દર્દી, 5 વર્ષથી ઓછી ઉંમરના દર્દીઓમાં ઝૂનોટિક સંક્રમણ થવાનું જોખમ વધુ રહે છે. આ સિવાય જંગલી વિસ્તારોની આસપાસ કે વધુ સંખ્યામાં જંગલી જાનવરો વાળા કસ્બાઈ વિસ્તારોમાં રહેતા લોકો આ બીમારીઓની ચપેટમાં આવી શકે છે. ખેતીવાડી સાથે સંકળાયેલા લોકોને પણ આ બીમારીઓનું જોખમ વધુ છે. ઝૂનોટિક રોગોમાં પ્લાક, નિપાહ વાયરસનો પ્રકોપ, ઈબોલા રક્તસ્ત્રાવી તાવ, ઝીકા વાયરસ, સાર્સ રોગ, મંકી પોક્સ વગેરે સામેલ છે. મચ્છરજન્ય રોગો જેમ કે ડેન્ગ્યુ, ચિકનગુનિયા, યલો ફીવર, વેસ્ટ નાઇલ ફીવર, જાપાનીઝ એન્સેફલાઈટિસ વગેરેનો સમાવેશ થાય છે.
સારવાર કરતા બચાવ શ્રેષ્ઠ
ઝૂનોટિક રોગને રોકવા અને નિયંત્રિત કરવા માટે તેની નજર રાખવી મહત્વપૂર્ણ છે. જેમાં રોગની જલ્દી ખબર પડવી, નિયંત્રણ રણનીતિઓ, યોગ્ય વ્યવસ્થા અને મનુષ્યો અને પ્રાણીઓનો રોગિષ્ઠતા દર અને મૃત્યુદરને ઘટાડવાનું સામેલ છે. આ બીમારીઓથી બચાવ કરવો સૌથી શ્રેષ્ઠ છે. આ માટે જરૂરી છે કે હાઈજીનનું ધ્યાન રાખો, સ્વચ્છ પાણી પીવો અને ભોજન બનાવવામાં સુરક્ષિત પાણીનો ઉપયોગ કરો. પાલતુ પ્રાણીઓને રેબીજ જેવી વેક્સિન લગાવો.
જો કોઈ જાનવર કરડે તો ઘા ને તાત્કાલિક ધોવો
બીમાર પશુઓના ખુલ્લા ઘા ના સંપર્કમાં આવવાથી બચવુ જોઈએ અને માત્ર ગ્લવ્ઝ પહેરીને જ સંપર્કમાં આવવુ જોઈએ. પોલ્ટ્રી ફાર્મોમાં કોઈ પણ બીમારીના લક્ષણ જોવા મળે તો તાત્કાલિક સંબંધિત બીમારીઓને આ વિશે માહિતગાર કરવા જોઈએ. જાનવરો દ્વારા કરડવા કે તેમના પંજા અથવા દાંત વગેરે દ્વારા ઈજા પહોંચવાથી બચવુ જોઈએ. જંગલોમાં જાવ તો આખુ શરીર ઢંકાય તે રીતના કપડા પહેરવા જોઈએ અને પ્રાણીઓના રહેવાના સ્થળોની આસપાસ સાવધાની રાખવી જોઈએ. જો કોઈ પ્રાણી કરડે તો ઈજાને નળ નીચે પાણી અને સાબુથી તાત્કાલિક ધોવો.