Image Source: Freepik
અમદાવાદ, તા. 04 સપ્ટેમ્બર 2023 સોમવાર
આજના સમયમાં મેદસ્વીપણુ એક મોટી સમસ્યા બનતી જઈ રહી છે. ખરાબ ખાણીપીણી અને જીવનશૈલીના કારણે લોકો મેદસ્વીપણાનો શિકાર થઈ રહ્યા છે. ઓફિસ કે ઘરમાં પણ સતત એક જ સ્થળે બેસ્યા રહેવાથી પણ શરીરમાં ચરબી જમા થવા લાગે છે. જોકે, મોટાભાગના લોકો આને લઈને ખૂબ જાગૃત થઈ રહ્યા છે અને તે ફિટ પણ રહેવા માંગે છે. લોકો પોતાનું વજન નિયંત્રિત કરવા માટે જુદા-જુદા પ્રકારના ઉપાય અપનાવે છે.
પરંતુ શરીરને સંપૂર્ણ રીતે સ્વસ્થ રાખવા માટે એક હેલ્ધી વેટ જાળવી રાખવુ પણ જરૂરી છે અને સાથે જ એ જાણવુ પણ ખૂબ જરૂરી છે કે તમારે હેલ્ધી વજન જાળવી રાખવા માટે વેટ લોસ કરવો જોઈએ કે ફેટ લોસ.
સામાન્યરીતે માત્ર વેટ લોસ કરવો સારો નથી કેમ કે આ પ્રક્રિયામાં શરીરના સમગ્ર વજનથી મસલ્સ, પાણી, ગ્લાઈકોઝન અને ફેટ લોસ થાય છે. ફેટ લોસમાં શરીરમાં પહેલેથી જ સ્ટોર થયેલા બોડી ફેટને ઘટાડવામાં આવે છે. તેથી તેને વધુ શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે.
વેટ લોસ એટલે શું
વેટ લોસનો સીધો અર્થ થાય છે શરીરનું વજન ઘટાડવુ એટલે કે વજન ઘટાડવા માટે બોડીમાંથી મસલ્સ, ફેટ અને વોટર વેટને ઓછો કરવાનો હોય છે દરમિયાન તમે ક્રેશ ડાયટ અને ગ્લૂટન ફ્રી ડાયટથી બોડીનો વજન ઘટાડી શકો છો પરંતુ આવુ કરવાથી વજનની સાથે જ શરીર માટે જરૂરી મસલ્સનો પણ લોસ થશે, જે શરીરમાં મજબૂતી આપવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે. તેથી જો સ્લિમ અને ટોંડ બોડી ઈચ્છો છો તો આ માટે વેટ લોસ નહીં પરંતુ ફેટ લોસ કરવો જોઈએ.
ફેટ લોસ એટલે શું
ફેટ એટલે કે ચરબી શરીરનો મહત્વનો ભાગ છે જે બોડીના કાર્ય માટે મહત્વપૂર્ણ હોય છે પરંતુ જ્યારે શરીરમાં તેનું પ્રમાણ વધવા લાગે છે તો શરીરમાં તેની ચરબી વધવા લાગે છે. શરીરમાં જમા ફેટને બર્ન કરવાની પ્રક્રિયાને જ ફેટ લોસ કહેવામાં આવે છે. બોડીના લીન માસને બર્ન ન કરીને મસલ્સ ગેન કરવાને ફેટ લોસ કહેવાય છે. શરીરની ચરબી ઘટાડવાની સૌથી સરળ રીત કેલેરી ડેફિસિટ અને હાર્ડ વર્કઆઉટ છે. જો તમે ટોંડ બોડી મેળવવા ઈચ્છો છો, તો આ માટે શરીરની વધારાની ચરબીને ઘટાડવી જોઈએ.


