બ્રેન ટયુમરના બે મહત્વના સંકેતો જાણો, તેથી થતો માથાનો દુઃખાવો સામાન્ય દુઃખાવો ન સમજો.
- આજના સમયમાં ઘણાને બ્રેન ટયુમરની સમસ્યા હોય છે પરંતુ તે દરેક ટયુમર કેન્સર નથી હોતા
નવીદિલ્હી : આપણો દેહ એક સો મિલિયનથી પણ વધુ કોશિકાઓનો બનેલો છે. દરેક પ્રકારનાં કેન્સર કોશિકા (સેલ્સ)ને જ અસર કરે છે. કોઇ પણ કેન્સર એક કોશિકા કે કોશિકાઓના નાના સમુહથી શરૂ થાય છે. તે જોતાં દરેક બ્રેન કેન્સર ટયુમર હોય છે, પરંતુ દરેક ટયુમર કેન્સર ટયુમર નથી હોતા તે સમજી લેવું જોઇએ.
આજકાલ ઘણા લોકોને બ્રેન ટયુમરની સમસ્યા જોવા મળે છે તે મસ્તિષ્કમાં કોશિકાઓની અસામાન્ય વૃદ્ધિને લીધે થાય છે. તેના ૧૩૦ જેટલા પ્રકારો છે...કેટલાક ટયુમર્સ (ગાંઠ) પછી કેન્સર પણ થઇ શકે છે.
બ્રેન ટયુમર્સનાં લક્ષણો પ્રત્યે ઘણા ધ્યાન આપતા નથી. તેનાથી થતો માથાનો દુઃખાવો સામાન્ય દુઃખાવો માની લે છે. તેનાથી બચવું જોઇએ.
સામાન્ય ટયુમર ધીમે ધીમે વધે છે. તે મસ્તિષ્કના કેટલાક ભાગને નુકસાન પહોંચાડે છે તે મગજને સંકોચી પણ નાખે છે. તેના ગંભીર પરિણામો હોય છે. મેનિંગયોમા, વેસ્ટીબુલર, એનોમા અને મિચ્યુટરી એડેનોમાં હલ્કાં ટયુમર હોય છે. તે પૈકી મેનિંગઓમાં બ્રેન ટયુમર કેન્સર બની શકે છે. તે ઝડપથી વધે છે અને મસ્તિષ્ક ઉપર હુમલો કરે છે. આ બ્રેન કેન્સર જીવ લઇ શકે છે. મસ્તિષ્ક કે તેની આસપાસના એરિયામાં થતાં આ જીવલેણ ટયુમર ન્યુરોબ્લાસ્ટોમાં ઓન્ડ્રોસાર્કોમા કે મેડુલો બ્લાસ્ટોમાં પ્રકારના હોય છે. બ્રેન ટયુમરના લક્ષણો આ પ્રકારે છે.
(૧) સતત ગંભીર માથાનો દુઃખાવો, (૨) ધૂંધળુ દેખાય, (૩) છાતીમાં પણ દુઃખાવો, (૪) ચક્કર આવવા, (૫) યાદદાસ્તની મુશ્કેલી, (૬) ઉલ્ટીઓ થવી, (૭) બોલવામાં મુશ્કેલી, (૮) હાથ-પગમાં ઝણઝણાટ, (૯) સ્વાદ અને ગંધમાં ઉણપ.
બાળકોમાં બ્રેન કેન્સરનાં પ્રારંભના લક્ષણો ઃ-
(૧) કો-ઓર્ડિનેશનમાં ઉણપ, (૨) માથાની અસામાન્ય સ્થિતિ, (૩) અત્યંત તરસ લાગવી, (૪) વારંવાર મૂત્ર થવું, (૫) સતત કે ગંભીર માથાનો દુઃખાવો, (૬) દ્રષ્ટિ-ધૂંધળી થવી, (૭) છાતીમાં દુઃખાવો થવો, (૮) ચક્કર આવવા, (૯) થાક લાગવો, (૧૦) ભૂખ મરી જવી, સ્વાદ અને ગંધની ઉણપ.
આવા લક્ષણો કે તેમાંથી એક બે લક્ષણ દેખાય અને તે લાંબા સમય સુધી ચાલે, તો તુર્ત જ ડોક્ટરની સલાહ લેવી
સાથે યાદ રહે કે હવે કેન્સર એટલે 'કેન્સલ' છે જ નહીં. શરૂઆતથી જ જો યોગ્ય સારવાર થાય તો તેમાંથી સાજા થઇ જ જવાય છે. આપણા એક ખ્યાતનામ ક્રિકેટર કેન્સરને હરાવી પાછા આખરી ઇલેવનમાં જોડાઈ પ્રતિસ્પર્ધી ટીમોને હરાવવામાં રનનો બહુ મોટો ફળો આપ્યો છે તે ભૂલશો નહીં.