Get The App

જાણો શા માટે ખાલી પેટ ફળ ખાવાની આપવામાં આવે છે સલાહ

Updated: Feb 26th, 2020

GS TEAM

Google News
Google News
જાણો શા માટે ખાલી પેટ ફળ ખાવાની આપવામાં આવે છે સલાહ 1 - image


નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી 2020, બુધવાર

ફળ આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી સાબિત થાય છે. પરંતુ ફળ ખાવાનો પણ એક સમય હોય છે. આ ફળ આ સમયને ધ્યાનમાં રાખી ખાવામાં આવે તો તેનાથી પોષણ મળે છે અન્યથા તે ફળ પોષક રહેતું નથી. તો આજે તમને જણાવીએ ફળ ખાવાનો યોગ્ય સમય અને યોગ્ય રીત વિશે. 

કેટલાક લોકો ફળ ભોજન પછી ખાતા હોય છે. પરંતુ નિષ્ણાંતોનું માનવું છે કે ફળ ખાલી પેટ ખાવા જોઈએ. કારણ કે તેનાથી શરીરમાં રહેલા કેમિકલ્સ દૂર થાય છે. ફળ ખાલી પેટ ખાવાથી વજન પણ કંટ્રોલમાં રહે છે અને ત્વચા પણ સુધરે છે.  ફળ ખાલી પેટ ખાવાથી પેટ બરાબર સાફ થાય છે અને પાચનક્રિયા મજબૂત થાય છે. તેમાં ફાયબરનું પ્રમાણ વધારે હોય છે. આ ઉપરાંત ટોક્સિન પણ શરીરમાંથી બહાર નીકળે છે. 

જાણો શા માટે ખાલી પેટ ફળ ખાવાની આપવામાં આવે છે સલાહ 2 - imageસંતરા

સંતરામાં વિટામિન સી હોય છે જે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. શરદી, ઉધરસ રહેતા હોય તો સંતરા ખાવા જોઈએ. તેનાથી આ સમસ્યા દૂર થાય છે. 

જાણો શા માટે ખાલી પેટ ફળ ખાવાની આપવામાં આવે છે સલાહ 3 - imageસફરજન

તેમાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેનાથી કિડની સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. 

જાણો શા માટે ખાલી પેટ ફળ ખાવાની આપવામાં આવે છે સલાહ 4 - imageકીવી

કીવીમાં વિટામિન સી, ફાઈબર, પોટેશિયમ અને મેગ્નીશિયમ વધારે હોય છે તેથી સ્વાસ્થ્ય માટે તે લાભકારી સાબિત થાય છે. 

જાણો શા માટે ખાલી પેટ ફળ ખાવાની આપવામાં આવે છે સલાહ 5 - imageતરબૂચ

તરબૂચમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે જે ઉનાળામાં શરીરને લૂથી બચાવે છે. તેને ખાવાથી ડિહાઈડ્રેટ થવા દેતું નથી. તેનાથી શરીરને વિવિધ પ્રકારના મિનરલ્સ મળે છે. 

જાણો શા માટે ખાલી પેટ ફળ ખાવાની આપવામાં આવે છે સલાહ 6 - imageપપૈયા

પપૈયામાં પણ વિટામિન સી અને એ હોય છે. તેને ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. પેટની અને શરીરના અંદરના અવયવોની સફાઈ સારી રીતે થાય છે. 

જાણો શા માટે ખાલી પેટ ફળ ખાવાની આપવામાં આવે છે સલાહ 7 - imageસ્ટ્રોબેરી

સ્ટ્રોબેરીમાં એંટીઓક્સીડેંટ તત્વ પ્રચુર માત્રામાં હોય છે જે કેન્સરના બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરે છે. 

Tags :