Get The App

સવારે ઉઠીને વાસી મોઢે પાણી પીવાના છે અઢળક ફાયદા, અનેક બીમારીઓ રહેશે દૂર

Updated: Aug 26th, 2023

GS TEAM

Google News
Google News
સવારે ઉઠીને વાસી મોઢે પાણી પીવાના છે અઢળક ફાયદા, અનેક બીમારીઓ રહેશે દૂર 1 - image

                                                                  Image Source: Freepik

અમદાવાદ, તા. 26 ઓગસ્ટ 2023 શનિવાર

શરીર માટે પાણી પીવુ કેટલુ જરૂરી છે એ વાતથી કોઈ અજાણ નથી. ઘણી બધી પેટની બીમારી અને પોતાને હાઈડ્રેટ રાખવા માટે પાણી ખૂબ વધુ જરૂરી છે. ડોક્ટરો અનુસાર દરરોજ 8-10 ગ્લાસ પાણી પીવુ જોઈએ પરંતુ ઘણા લોકો સવારે બ્રશ કર્યા પહેલા વાસી મોઢે પાણી પીવે છે. 

બ્રશ કર્યા પહેલા પાણી પીવાના ફાયદા

પાચનક્રિયા શ્રેષ્ઠ રહે છે

જો તમે બ્રશ કર્યા પહેલા વાસી મોઢે પાણી પીવો છો તો આવુ કરવાથી તમારી પાચન શક્તિ સારી થાય છે. સાથે જ તમારુ ભોજન સરળતાથી પચી જાય છે. શરીરની ઘણી બીમારીઓ જેમ કે આળસ આવવી, પિંપલ્સ થવા, પેટની બીમારી, અપચાની તકલીફ, જો તમે વાસી મોઢે બ્રશ કર્યા વિના પાણી પીવો છો તો તે તમારા શરીરની ગંદકીને બહાર કાઢે છે. 

સવારના સમયે શરીરને હાઈડ્રેટ રાખવુ ખૂબ જરૂરી છે

સૂતી વખતે એટલે કે 7-8 કલાકની વચ્ચે આપણે પાણી પીતા નથી. દરમિયાન તમારે સવારે ઉઠીને સૌથી પહેલા પાણી પીવુ જોઈએ જેથી તમારુ શરીર સૌથી પહેલા હાઈડ્રેટ રહે. 

મોઢામાં બેક્ટેરિયા જમા થતા નથી

મોઢામાં જામેલા ગમે તેટલા બેક્ટેરિયા હોય છે. વાસી મોઢે પાણી પીવાથી મોઢાના બેક્ટેરિયા ફ્રી થઈ જાય છે.

ઈમ્યુનિટી વધે છે

જો તમે વાસી મોઢે પાણી પીશો તો તમારી ઈમ્યુનિટી વધશે. તમને ઝડપથી કોલ્ડ કે કફ થશે નહીં. આનાથી વાળ પણ હેલ્ધી થાય છે.

સવારે વાસી મોઢે પાણી પીવાથી તમે હાઈ બીપી અને શુગર જેવી બીમારીથી બચી શકો છો. સાથે જ સવારે જો તમે પાણી પીવો છો તો તમે મેદસ્વીપણા જેવી સમસ્યાથી બચી શકો છો. જો તમારે વજન ઘટાડવુ હોય તો વાસી મોઢે જરૂર પાણી પીવો. સવારે વાસી મોઢે પાણી પીવુ સારુ માનવામાં આવે છે.

મોઢામાંથી દુર્ગંધ આવતી નથી

ડ્રાય માઉથના કારણે મોઢામાંથી દુર્ગંધ આવે છે. દરમિયાન જો તમે સવારે ઉઠીને વાસી મોઢે પાણી પીશો તો તમે ઘણા પ્રકારની સમસ્યાથી બચી શકો છો. ડ્રાય માઉથની સમસ્યા ત્યારે થાય છે જ્યારે તમે જરૂરિયાતના હિસાબે પાણી પીતા નથી. તેથી સવારે ઉઠીને પાણી જરૂર પીવુ જોઈએ.