જાણો, આ બ્લડગૃપ ધરાવનારાને હાર્ટ એટેકની શકયતા રહે છે ઓછી, કારણ જાણીને ચોંકી જશો
વોન વિલેબ્રેન્ડસ નામના ફેકટરની વધુ માત્રાથી હ્વદયરોગ થવાનો ખતરો
ન્યૂયોર્ક, 30 ડિસેમ્બર,2022,શુક્રવાર
હ્વદયરોગ સંબધી શોધ સંશોધનો વધતા જાય છે ત્યારે લંડનમાં થયેલા રિસર્ચ મુજબ હાર્ટ એટેકને બ્લડ ગ્રુપ સાથે પણ સંબંધ છે. જેનું બ્લડ ગ્રુપ ઓ છે તેની સરખામણીમાં એ.બી અને એબી બ્લડ ગ્રુપ ધરાવનારાઓને હાર્ટ એટેક આવવાની શકયતા 9 ટકા જેટલી વધારે હોય છે. સંશોધકો એવા પણ તારણ પર આવ્યા છે કે વોન વિલેબ્રેન્ડસ નામના ફેકટરની વધુ માત્રાથી હ્વદયરોગ થવાનો ખતરો વધારે હોય છે.
આ ફેકટર લોહીને જમાવવામાં ભાગ ભજવતું પ્રોટિન છે જે થ્રોમ્બોટિક પ્રક્રિયા સાથે જોડાયલું છે. સામાન્ય રીતે એ બ્લડ ગ્રુપ વાળા લોકોને વધુ કોલેસ્ટ્રોલ વધારે હોય છે તેવું ધ્યાનમાં આવ્યું છે.સંશોધકોના ધ્યાનમાં એ પણ આવ્યું કે ઓ બ્લડ ગ્રુપધારકોમાં ગૈલેકિટન -૩ ની માત્રા વધારે હોય છે. નેધરલેન્ડના મેડિકલ સેન્ટર ગ્રોનિગન યુનિવર્સિટીના તીસા કોલેના જણાવ્યા મુજબ જેનું બ્લડ ગ્રુપ ઓ નથી તેવા અન્ય બ્લડ ગ્રુપના લોકોમાં હ્વદય સંબંધીત તકલીફ અને હાર્ટ એટેકની શક્યતા વધારે રહે છે. તેમાં પણ ખાસ કરીને માયોકાર્ડિકલ ઇન્ફેકશન વધારે રહે છે.
આ નવા સંશોધનને પ્રથમવાર હાર્ટ ફેલ્યોર 2017 અને વર્લ્ડ કોગ્રેસમાં પ્રેઝન્ટ કરવામાં આવ્યું હતું. સંશોધકોએ ઓ ગ્રુપ અને અન્ય ગ્રુપ ધરાવતા દર્દીઓમાં હ્વદય સંબંધી બીમારીઓના ડેટાનું એનાલિલિસ કર્યુ હતું. જેમાં માયોકાર્ડિઅલ ઇન્ફેકશન, કોરોનરી ધમની રોગ, હાર્ટ ફેલિયોર, કાર્ડિયોવેસ્ક્યૂલર જેવી ઘટનાઓથી થતા મુત્યુદરને નોંધવામાં આવ્યા હતા. આના આધારે સંશોધકોએ સૂચન કર્યુ કે કોલેસ્ટ્રોલ, સિસ્ટોલિક લોહીનું દબાણ, ઉંમર, જાતિ જેવી બાબતોને હ્નદયરોગ સંબંધી સારવારમાં ધ્યાનમાં લેવામાં આવે છે તેવી રીતે બ્લડ ગ્રુપને પણ મૂલ્યાંકનમાં ધ્યાનમાં લેવું જોઇએ.