નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી 2020, મંગળવાર
અનિયમિત જીવનશૈલી અને ખાવાપીવાની ખોટી આદતોના કારણે આજે દર બીજી વ્યક્તિ મેદસ્વીતાથી પરેશાન જોવા મળે છે. આવી સ્થિતિમાં ઘણા લોકો વજન ઘટાડવા માટે તેમનો રોજનો ખોરાક ઘટાડી દેતા હોય છે. પરંતુ આમ કરવાથી તેમના શરીરને પૂરતું પોષણ મળતું બંધ થાય છે જે અન્ય સમસ્યાઓને આમંત્રણ આપે છે. ખોરાક ઘટાડી દેવાના કારણે શરીરમાં નબળાઇ આવવા લાગે છે. જો તમે પણ ખોરાક કેટલો લેવો તે અંગે વિચારમાં છો તો તમને જણાવીએ કે પરફેક્ટ ડાયટમાં કેટલી રોટલી અને કેટલા ભાતનો સમાવેશ કરવો જોઈએ.
આપણી થાળીમાં પ્રોટીન અને કાર્બનું પ્રમાણ વધારે જોવા મળે છે. પરંતુ જે વ્યક્તિ પોતાનું વજન ઘટાડવાની ઇચ્છા રાખે છે તેણે તેના ખોરાકમાંથી કાર્બ્સને દૂર રાખવા જોઈએ. તો ચાલો આપણે જાણીએ કે વજન ઓછું કરવા માટે કાર્બ્સનું પ્રમાણ કેટલું હોવું જરૂરી છે.
રોટલીમાં પોષણની માત્રા
રોટલીમાં કાર્બ્સ ઉપરાંત અનેક પ્રકારના માઈક્રો ન્યૂટ્રીએંટ્સ, પ્રોટીન અને ફાઈબર હોય છે. તેમાં પણ લોટ જો ચાળ્યા વિના ઉપયોગમાં લેવાતો હોય તો તેમાં ફાયબરનું પ્રમાણ વધી જાય છે. આવી એક રોટલીમાં કેલેરી કાઉંટ 15 ગ્રામ કાર્બ્સ, 3 ગ્રામ પ્રોટીન, 0.4 ગ્રામ વસા અને 71 કેલૌરી હોય છે.
ચોખાની પૌષ્ટિકતા
રાંધેલા ભાતની 1/3 વાટકીમાં લગભગ 80 કેલરી હોય છે. તેમાં 18 ગ્રામ કાર્બ્સ, 1 ગ્રામ પ્રોટીન, 0.1 ગ્રામ ચરબી હોય છે.
વજન ઓછું કરવા માટે શું છે બેસ્ટ ?
ફોલેટ પાણીમાં ઘુલનશીલ એવું વિટામિન છે જે બોડીમાં નવા સેલનું નિર્માણ, ડીએનએને બનાવવા માટે જવાબદાર હોય છે. વાત જો ચોખા અને રોટલીની સરખામણીની હોય તો રોટલીમાં ફોસ્ફરસ અને મેગ્નીશિયમ ચોખા કરતાં વધારે હોય છે. મેગ્નીશિયમ બીપી અને શુગરને કંટ્રોલ કરી લેવલમાં રાખે છે. જ્યારે ફોસ્ફોરસથી રેડ બ્લડ સેલ્સ અને આયરનની ખામી દૂર થાય છે.


