Get The App

આ બીમારીઓ માટે રામબાણ ઇલાજ છે અજમાનું પાણી

- જાણો, અજમાના પાણીનું સેવન કેવી રીતે કરશો?

Updated: Nov 9th, 2020

GS TEAM


Google News
Google News
આ બીમારીઓ માટે રામબાણ ઇલાજ છે અજમાનું પાણી 1 - image

નવી દિલ્હી, તા. 09 નવેમ્બર 2020, સોમવાર

લાઇફસ્ટાઇલના કારણે મોટાભાગના લોકોમાં હાઇ બીપી એટલે કે હાઇબ્લડ પ્રેશરની સમસ્યા જોવા મળે છે. હાઇ બીપીનું મુખ્ય કારણ છે અનિયમિત દિનચર્યા અને અવ્યવસ્થિત ખાનપાન. આ ઉપરાંત હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા તે લોકોમાં વધારે જોવા મળે છે જે કોઇ પણ પ્રકારની કસરત નથી કરતાં અને આહારમાં ચરબીયુક્ત ભોજન વધારે કરે છે, જેના કારણે તેની માંસપેશીઓમાં બ્લડ સર્ક્યુલેશનને અસર પડે છે. 

આ ઉપરાંત કેટલીયવાર હાર્ટ બ્લૉકેઝની સાથે-સાથે શરીરના અન્ય ભાગોમાં નાના-નાના બ્લોકેઝ થવા લાગે છે, જેનાથી બ્લડ પ્રેશર વધવા લાગે છે. એટલા માટે કેટલાક ઘરેલૂ નુસ્ખા અજમાવી જુઓ જે તમને તમારા બીપીને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. આમ જ એક ઘરેલૂ નુસ્ખો છે અજમાનું પાણી. આમ, અજમો કેટલીય શારીરિક સમસ્યાઓમાં ઘણો અસરકારક હોય છે. અજમાનું પાણી હૃદયના દર્દીઓ માટે દવા સ્વરૂપે કામ કરે છે, તેનાથી હાઇ બીપી નિયંત્રણમાં રહે છે તેમજ કોલેસ્ટ્રોલ પણ ઓછું થઇ જાય છે. 

અજમાના પાણીનું સેવન કરવા માટે સૌથી પહેલા સાફ અજમાને એક કપ પાણીમાં રાત્રે પલાળીને રાખી દો. સવારે આ પાણીને અજમાની સાથે 20 મિનિટ સુધી સારી રીતે ઉકાળી લો. ત્યારબાદ થોડીકવારમાં પાણીનો રંગ બદલાઇ જશે. સ્વાદ માટે તમે ઇચ્છો તો તેમાં થોડુક લીંબૂ મિક્સ કરી શકો છો.. ત્યારબાદ દરરોજ સવાર સવારમાં આ પાણી પીઓ. તેનાથી શરીરને કેટલાય પ્રકારના ફાયદા થઇ શકે છે. 

પાચનશક્તિ ઠીક કરવામાં અસરકારક

અજમાની તાસીર ગરમ હોય છે. તેનું પાણી પીવાથી શરીરમાં ગરમી આવે છે, જે ખાવાનું પચાવવામાં મદદ કરે છે. જે લોકોને અપચો, ગેસ, કબજિયાત અને એસિડિટી જેવી સમસ્યા છે. તેના માટે અજમાનું પાણી ઘણું ફાયદાકારક હોઇ શકે છે. અજમાનું પાણી નાના તેમજ મોટા આંતરડાની સારી રીતે સફાઇ કરવામાં પણ મદદ કરે છે. 

હૃદયના દર્દીઓ માટે ફાયદાકારક 

હાઇ બીપી અથવા હૃદયની બીમારી મોટાભાગે લોકોનું કોલેસ્ટ્રોલ વધવાથી થાય છે અને શરીરમાં કોલેસ્ટ્રોલ ખરાબ લાઇફસ્ટાઇલ અને ચરબીયુક્ત ખાનપાનના કારણે વધે છે. જ્યારે શરીરમાં કૉલેસ્ટ્રોલ વધે છે ત્યારે લોહી જાડુ થવા લાગે છે અને તેનાથી હૃદય તેમજ બ્લડનું સર્ક્યુલેશન કરતી માંસપેશિઓ પર દબાણ વધવા લાગે છે. એવામાં અજમાનું પાણી ફાયદાકારક હોઇ શકે છે. તેની ગરમ તાસીર હોવાને કારણે માંસપેશિઓમાં ગરમી વધે છે, જેનાથી લોહીનાં પરિભ્રમણમાં સુધારો થાય છે. 

અજમાના પાણીની ચા લાભદાયી છે

અજમાના પાણીની ચાનાં સેવનથી હૃદયનું સ્વાસ્થ્ય સારું રહે છે. ચા બનાવવા માટે અજમાના પાણીમાં થોડીક ગ્રીન ટી અને લીંબૂ મિક્સ કરો. ત્યારબાદ ઉકાળી લો અને તેનું સેવન કરો તેનાથી વજન ઓછું કરવામાં મદદ મળી શકે છે. અજમામાં એન્ટી-ઑક્સીડેન્ટનો ગુણ હોય છે, એટલા માટે આ હૃદયના દર્દીઓ માટે વધારે ફાયદાકારક છે. 

અજમામાં ઓમેગા 3 ફેટી એસિડ વધારે પ્રમાણમાં મળી આવે છે, જે હૃદય અને મગજ બંનેના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આ શરીરમાં બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને મગજને મહત્ત્વપૂર્ણ પોષક તત્ત્વોની આપૂર્તિ કરે છે. 

અજમાની ચામાં મગજના ટ્યૂમરને રોકવાની ક્ષમતા હોય છે. આ ઉપરાંત તેમાં ફાઇબર પણ મળી આવે છે, જે હૃદયના દર્દીઓ માટે ફાયદાકારક હોય છે. 

Tags :