Updated: May 17th, 2023
![]() |
Image Envato |
તા. 17 એપ્રિલ 2023, બુધવાર
આજે લોકોની જીદંગી ફાસ્ટ થઈ ગઈ છે અને તેના કારણે ખોરાક પણ પુરો લઈ શકતા નથી, અને પરિણામે નાની ઉંમરમાં વિવિધ રોગોનો સામનો કરવો પડતો હોય છે. આ દરેક બાબતોમાં મુખ્ય તો ખાવા-પીવાની વાત આવે છે. અને જો જીવનશૈલી સારી અને તંદુરસ્ત ન હોય તો ડાયાબિટીસ અને હ્રદય રોગ શરૂઆત થઈ જાય છે અને પછી બીજા અન્ય રોગોને આમંત્રણ આપવાની જરુર રહેતી નથી. આ સાથે જ આર્થરાઈટિસની સમસ્યા પણ 50 પછી વધી જાય છે. અને જ્યારે શરીરમાં યુરીક એસિડ વધી જાય છે ત્યારે સાંધાના હાડકાં વચ્ચેના કોમલાસ્થિ વચ્ચે ક્રિસ્ટલ્સના રૂપમાં એકઠું થવા લાગે છે અને પરિણામે સતત દુખાવો થયા કરે છે.
યુરિક એસિડ વધવા પાછળ અમુક ખોરાક અને આપણુ બેઠાડુ જીવન જવાબદાર છે.
આપણા આહારમાં કેટલીક એવી વસ્તુઓ હોય છે જે શરીરમાં યુરિક એસિડની માત્રામાં વધારો કરે છે. યુરિક એસિડના દુખાવો વધવા લાગે છે. અને પરિણામે સાંધાઓ પાસે ખૂબ જ સોજો આવે છે અને બીજી અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થાય છે. અને યુરિક એસિડ વધવા પાછળ અમુક ખોરાક અને આપણુ બેઠાડુ જીવન જવાબદાર છે. આપણે આ ટેવને હજુ પણ નહી સુધારીએ તો સંધિવાના દુખાવામાં રાહત મળી શકે છે.
1. મોટાપાને ઘટાડો
એક જાણકારી પ્રમાણે જો તમે સંધિવા (ગઠીયા)ના દર્દી છો તો તમે કોઈપણ રીતે વજન ઓછું કરો. જો વજન વધારે હોય તો યુરિક એસિડ કંટ્રોલ રહેશે નહી. સ્થૂળતા પોતે જ અનેક રોગોનું ઘર છે. જો વધારે વજન હોય તો યુરિક એસિડ પણ વધી જાય છે.
2. હાનિકારક ખોરાકથી દુર રહો
આપણી ખોરાકમાં કેટલાક ખોરાક યુરિક એસિડમાં વધારો કરે છે. અને તેમા કોઈપણ પદાર્થમાં ખાંડ ઉમેરવામાં આવે છે, જેમ કે સોફ્ટ ડ્રિંક્સ, પીણાં, સોડા વગેરેનુ સેવન કરવાથી યુરિક એસિડ વધારે છે. તેમજ રેડ મીટ, ઘઉં, જવ વગેરે ગ્લુટેન ફૂડ, ફાસ્ટ ફૂડ, રિફાઈન્ડ લોટ, આલ્કોહોલ, પિઝા, બર્ગર, વધુ મીઠું વાળી વસ્તુઓ વગેરે ન ખાવા જોઈએ.
3. સુગરને નિયંત્રિત કરો
જો બ્લડ સુગર સતત વધતુ રહેશે તો યુરિક એસિડ પણ વધશે. અને તેના કારણ છે કે બ્લડ સુગરને કંન્ટ્રોલ કરવુ જરુરી છે. આખા અનાજ, બરછટ અનાજ, લીલા પાંદડાવાળા શાકભાજી, તાજા ફળો વગેરેનું રોજ સેવન કરવું જોઈએ જેથી બ્લડ સુગર નહી વધે.