mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

આ મશરુમ છોડે છે ઝેરીલો ગેસ, લઈ શકે છે જીવ

એક પરિક્ષણ કરતા ધ્યાનમાં આવ્યું કે આ મશરૂમની ખાસિયત એ છે કે ન તેને હાથ છે ન તો પગ છે

સીપ મશરૂમમાં 1.6 થી 2.5% સુધી પ્રોટીનથી ભરપુર

Updated: Jan 22nd, 2023

આ મશરુમ છોડે છે ઝેરીલો ગેસ, લઈ શકે છે જીવ 1 - image
Image Wikipedia

તા. 22 જાન્યુઆરી 2023, રવિવાર

તાઇવાનની એકેડેમિયા સિનિકા નામની સંસ્થાના વૈજ્ઞાનિકોએ મશરૂમની એક પ્રજાતિ વિશે નવી શોધ કરી છે જેને સીપ મશરૂમ કહેવામાં આવે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ વર્ષ 1980ના દસકામાં જાણવા મળ્યું કે આ મશરૂમની પ્રજાતિ નાના-નાના જંતુઓનો શિકાર કરી જીવી રહ્યા છે.

એક રિપોર્ટ મુજબ વૈજ્ઞાનિકોએ એક પરિક્ષણ કરતા ધ્યાનમાં આવ્યું કે આ મશરૂમની ખાસિયત એ છે કે ન તેને હાથ છે ન તો પગ છે. તો આ મશરૂમ પોતાને જીવીત રહેવા માટે શિકાર કેવી રીતે કરતુ હશે? આ જાણવા માટે વૈજ્ઞાનિકોએ આગળ અધ્યયન શરુ કર્યું અને તેમને જાણવા મળ્યું કે આ મશરૂમ પાસે એક વિશેષ ગુણ છે જે તેને જીવિત રહેવામાં મદદરૂપ બને છે. આ સીપ મશરૂમમાં નાના લોલીપોપ જેવી સંરચના હોય છે, જે રાઉન્ડવોર્મના સંપર્કમાં આવવાથી ખુલે છે. જયારે આ લોલીપોપ જેવી સંરચના જંતુઓના સંપર્કમાં આવે છે ત્યારે તે તરત જ તૂટી જાય છે અને તે સાથે જ આ મશરૂમ એક અત્યયંત ઝેરીલો ગેસ છોડે છે. આ ગેસનો પ્રભાવ એટલો તીવ્ર હોય છે કે તંત્રિકા તંત્ર કામ કરવાનું બંધ કરી દે છે. પણ અહિયાં ડરવાની જરૂર નથી આ મશરૂમ માનવ માટે હાનિકારક નથી.

માનવ શરીર માટે વિટામિન્સનો ભંડાર 

વિશેષજ્ઞોના મતે આ મશરૂમ ખાવામાં ખુબ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. એક રીસર્ચ જર્નલમાં પ્રકાશિત અધ્યયન પ્રમાણે, સીપ મશરૂમ વિટામીન સી અને વિટામીન બી કોમ્પ્લેક્સથી ભરપુર હોય છે. આ વિટામિન્સ તમને બદલાતા મોસમ સામે ટકી રહેવા સહાયક બને છે. આ સિવાય સીપ મશરૂમમાં 1.6 થી 2.5% સુધી પ્રોટીન હોય છે.

એન્ટીબાયોટીક ગુણથી ભરપુર છે મશરુમ 

મશરૂમની એક બીજી અનેક પ્રજાતિ પણ છે જેમાં સુક્ષ્મ પોષક તત્વોનો ભંડાર હોય છે. આ મશરૂમનું નામ છે ઓયસ્ટર મશરૂમ. ઓયસ્ટરમાં રહેલ સુક્ષ્મ તત્વો શરીરને સરળતાથી કામ કરવામાં માટે પોશણ આપે છે. આમાં પોટેશિયમ, સોડિયમ, ફોસ્ફોરસ, આયરન અને કેલ્શિયમ જેવા ખુબ આવશ્યક તત્વો રહેલા હોય છે. આ તત્વો બીજા શાકાહારી ખાદ્ય પદાર્થોમાં ખુબ ઓછા પ્રમાણમાં હોય છે. ઓયસ્ટર હૃદય અને રોગપ્રતિકારક ક્ષમતાને વધારવામાં મદદરૂપ છે. આ શરીરમાં હેલ્થી બ્લડ સુગરને કંટ્રોલ પણ કરે છે. આ મશરૂમ તેના એન્ટીબાયોટીક ગુણો માટે પણ પ્રખ્યાત છે.

Gujarat