કિડનીમાં સ્ટોનની સમસ્યાથી રાહત મેળવવા માટે અજમાવો આ ઘરેલૂ ઉપચાર
- ખોટી ખાણી-પીણીની આદતોને કારણે કિડનીને નુકશાન પહોંચે છે જેના કારણે પથરી જેવી સમસ્યા ઉભી થાય છે
નવી દિલ્હી, તા. 17 જુલાઇ 2020, શુક્રવાર
કિડની માનવીય શરીરનું મહત્ત્વપૂર્ણ અંગ છે. કિડની શરીરમાં પાણી, કેમિકલ અને મિનરલ્સનું સ્તર યોગ્ય રીતે જાળવી રાખવાનું કામ કરે છે. કિડની શરીરમાંથી નુકશાનકારક ટૉક્સિનને બહાર નિકાળવાનું કામ પણ કરે છે. આ સાથે જ જરૂરી પોષક તત્ત્વોને લોહી સુધી પહોંચાડવા માટે કિડની જ મદદરૂપ થાય છે. ખોટી ખાણી-પીણીની આદતોને કારણે કિડનીને નુકશાન પહોંચે છે અને કિડની સાથે સંકળાયેલ સમસ્યાઓ સર્જાય છે.
કિડની સ્ટોન પણ કિડની સાથે સંકળાયેલ સમસ્યાઓમાંથી એક છે. કેટલાય લોકો કિડની સ્ટોનની સમસ્યાથી પીડાતા હોય છે. કેટલાક ઘરેલૂ નુસ્ખાઓથી કિડની સ્ટોનની સમસ્યાથી રાહત મેળવી શકાય છે. જાણો, પથરી એટલે કે કિડની સ્ટોનની સમસ્યા દૂર કરવા કેટલાક ઘરેલૂ ઉપચાર વિશે...
પાણી ખૂબ પીઓ
કિડનીમાં સ્ટોનની સમસ્યાને દૂર કરવા માટે વધારે પ્રમાણમાં પાણીનું સેવન કરવું જોઇએ. પાણીની અછતને કારણે શરીરમાં કેટલાય પ્રકારની સમસ્યાઓ સર્જાઇ શકે છે. પાણીનું વધુ સેવન કરવાથી યૂરિન દ્વારા શરીરમાંથી બેકાર ટૉક્સિન પદાર્થ બહાર નિકળી જાય છે. વધારે પાણી પીવાથી સ્ટોનની સમસ્યા ઠીક થઇ શકે છે.
ઓલિવ ઓઇલ અને લીંબૂનો રસ
કિડનીમાં સ્ટોનની સમસ્યા દૂર કરવા માટે લીંબૂના રસમાં ઓલિવ ઑઇલ મિક્સ કરીને તેનું સેવન કરવું જોઇએ. આ મિશ્રણનું દરરોજ સેવન કરવાથી પથરીની સમસ્યા દૂર થાય છે. લીંબૂનો રસ સ્ટોન તોડવામાં મદદ કરે છે અને ઓલિવ ઓઇલ સ્ટોનને બહાર કાઢવામાં મદદ કરે છે.
એપલ વિનેગર
સફરજનમાં વધુ પ્રમાણમાં સાઇટ્રિક એસિડ મળી આવે છે જે કિડની સ્ટોનને નાના-નાના ટુકડામાં તોડીને કામ કરે છે. એપલ વિનેગર ટૉક્સિનને બહાર કાઢવામાં પણ મદદરૂપ થાય છે. પરંતુ તે વાતનું ધ્યાન રાખવું જોઇએ કે તેનું સેવન મર્યાદિત પ્રમાણમાં જ કરવાનું છે. કિડનીમાં સ્ટોનની સમસ્યા દૂર કરવા માટે તમે દરરોજની બે નાની ચમચી ગરમ પાણી સાથે લઇ શકો છો.
દાડમ
દાડમ સ્વાસ્થ્ય માટે લાભદાયી હોય છે. દાડમનું સેવન કરવાથી કિડનીમાં સ્ટોનની સમસ્યાથી આરામ મળે છે. દાડમમાં એન્ટીઑક્સીડેન્ટ ગુણ પણ ઘણા પ્રમાણમાં મળી આવે છે અને દાડમનું સેવન કરવાથી ઇમ્યૂન સિસ્ટમ પણ મજબૂત થાય છે.
આમળા
આમળાનું સેવન પથરીની સમસ્યામાં ફાયદાકારક હોય છે. જો તમે કિડનીમાં સ્ટોનની સમસ્યાથી પરેશાન છો તો દરરોજ એક ચમચી આમળાના પાઉડરનું સેવન કરો. આમળાના પાઉડરનું સેવન કરવાથી કિડનીમાં સ્ટોનની સમસ્યા દૂર થઇ જાય છે.