- સામાન્યતઃ દર મિનિટે હૃદય 50 થી 120 વખત ધબકે છે, તેથી ઓછા કે વધુ ધબકારા થાય તો સાવચેત થઈ જજો: ડૉ. બલબીરસિંહ
- આથી ગભરાવાની જરૂર નથી જરા ધ્યાન રાખો તો બધું બરોબર થઈ જશે
નવી દિલ્હી : મેકસ હેલ્થ કેર કાર્ડીયોલોજી વિભાગના ચેરમેન અને હેડ ડૉ. બલબીરસિંહ કહે છે કે હૃદય તે એવું અંગ છે કે જે એકદમ શાંતિથી કામ કરે છે પરંતુ જો હાર્ટની ગતિ તેજ થઈ જાય તો મુશ્કેલી થઈ શકે. સામાન્યતઃ આપણાં ''હાર્ટ-બીટ'' (ધબકારા) દર મિનિટે, ૫૦ થી ૧૨૦ વખત થતા હોય છે. તે વધીને કોઈવાર ૧૩૦ પણ થાય. પરંતુ તેથી ઉપર જાય કે ૫૦ થી નીચે જાય તો તે ચિંતાનો વિષય બની શકે તેમ છે.
ચાલતી વખતે કે કોઈપણ કામ કરતી વખતે ધબકારા વધી જાય તો સાવચેત થઈ જવું જોઈએ, કાર્ડીયોલોજિસ્ટ દ્વારા તપાસ કરાવવી જોઈએ.
ઘણી વખત કોઈ ભય કે ચિંતાને લીધે 'હાર્ટ-બીટ' વધી જાય છે. તે જો ૧૩૦ થી ઉપર જાય તો ભયપ્રદ બને છે. હાર્ટ-બીટ ઉપર થાઈરોઈડ ગ્રંથીની પણ અસર થાય છે. જો તમે કોઈ મનોચિકિત્સકને દેખાડતા હો તો સાથોસાથ હાર્ટની ગતિવિધિ ઉપર પણ નજર રાખવી જોઈએ.
જો રીધમની (તાલબદ્ધતાની) વાત કરીએ તો, હાર્ટ ઘણું જ રીધમેટિક છે. તેનું 'રીધમ' રેગ્યુલર જ હોય છે. તે ઈર-રેગ્યુલર (અનિયમિત) થઈ જાય તો સાવચેત થઈ જવું. આપણા જન્મ વખતે તો હાર્ટ ઘણું જ રેગ્યુલર ચાલતું હોય છે. પરંતુ પછી અનેકવિધ કારણોસર ધબકારા અનિયમિત થઈ જાય છે.
આ સાથે ડૉ. બલબીરસિંહ કહે છે કે, આથી ગભરાવાની જરૂર નથી. (૧૨મેા બ્લેક) જો તમે હેલ્ધી ફૂડ અને બેલેન્સ્ડ ડાયેટ લો તો હાર્ટ સુરક્ષિત જ રહેશે. સ્મોકીંગ અને ડ્રીંકથી દૂર રહેવું જોઈએ, બ્લડ-સ્યુગર નિયંત્રિત રહે તેનું સતત ધ્યાન રાખો. બ્લડ-પ્રેશર અને કૉલેસ્ટોરલની પણ અમુક અમુક સમયે તપાસ કરાવતા રહો. તમે એકસરસાઈઝ કરો ત્યારે હાર્ટબીટ વધે તો ચેતી જજો. તમે કાંડાની નસ ઉપર પણ આંગળી રાખી હાર્ટબીટ ચેક કરી શકો છો, ગળાની નસ ઉપર પણ આંગળીઓ રાખી હાર્ટરેટ ચેક કરી શકો છો. ૧૫ સેકન્ડ સુધી રેઈટ ગણો પછી તેને ૪ થી ગુણશો તો હાર્ટરેઈટ જાણી શકાશે.


