જમરૂખના ફાયદા તો ખબર જ હશે હવે જાણો તેના પાન વિશે
અમદાવાદ, તા. 18 માર્ચ 2020 બુધવાર
જમરૂખ ફળ તો ગુણકારી છે, પરંતુ તેના પાનમાં પણ ઘણા ઔષધીય ગુણ સમાયેલા છે. જેના સેવનથી સ્વાસ્થ્યને લાભ થાય છે.
પ્લેટલેસ વધે છે
જમરૂખના પાનનો રસ પીવાનો સૌથી વધુ ફાયદો ડેન્ગ્યુના દરદીઓને થાય છે. પેરૂના પાનનો રસ પીવાથી પ્લેટલેસ ઝડપથી વધે છે. વાસ્તવમાં જમરૂખના પાનના જ્યુસમાં મેગાકૈરો પિયોસિસ વધારવાનો ઓષધીય ગુણ છે. તેથી જ ડેન્ગ્યુના દરદીઓને આ રસ પીવાની સલાહ આપવામાં આવે છે.
જખમ રૂઝાવવામાં મદદગાર
જમરૂખના પાનનો રસ ઘા રૂઝવવા માટે પણ ઉપયોગી છે. એક સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે, પેરૂના પાનમાં એન્ટીસેપ્ટિક ગુણ સમાયેલા છે જેથી તેના પીવાથી ઘા જલદી રૂઝાઇ જાય છે.
મસલ્સને સ્મૂધ કરે છે
પેરૂના પાન માંસપેશીઓને સ્મૂધ કરે છે. તેના પાનના જ્યુસમાં ક્યુસર્ટિન નામનો પૌષ્ટિક તત્વ સમાયેલું છે. જે પીવાથી મસલ્સને આરામ મળે છે.
ડાયાબિટિસમાં ફાયદાકારક
પેરૂના પાનમાં એન્ટિબાયોટિક તત્વ સમાયેલુ છે જેથી પાનનો રસ પીવાથી ડાયાબિટિસમાં સુધારો કરે છે.
મુખમાંના છાલા
પેટ બરાબર સાફ ન થતું હોય તો મુખમાં છાલા પડવાની સમસ્યા થાય છે. આવી સ્થિતિમાં જમરૂખના પાનના રસનું દિવસમા બે વખત સેવન કરવું.
પાચનક્રિયા સુધારે
તેમાં ફાઈબરની પર્યાપ્ત માત્રા સમાયેલી છે. તેથી તેના જ્યુસના સેવનથી પાચનક્રિયા સુધરે છે. તેમજ કબજિયાતની તકલીફ હોય તો રાહત થાય છે.
હૃદયને રાખે સ્વસ્થ
હૃદયને સ્વસ્થ રાખવા માટે પેરૂના પાનનો જ્યુસ પીવાથી રાહત થાય છે. વાસ્તવમાં તેમાં કાર્ડિયો પ્રોટેક્ટિવ ગુણ સમાયેલા છે. જે હૃદયને સ્વસ્થ રાખવા માટે લાભદાયક છે.