શિયાળામાં સાંધાનો દુઃખાવો વધે તો શું કરશો ? જાણો ઉપાય
શિયાળાની ઋતુમાં સાંધાના દુખાવાને દૂર કરવા જીવનશૈલીમાં થોડો ફેરફાર કરીને ટાળી શકાય છે.

અમદાવાદ, તા.25 નવેમ્બર 2022, શુક્રવાર
શિયાળાની ઋતુમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જેમાંથી એક છે સાંધાથી થતો દુખાવો. જો કે શિયાળાને કારણે આર્થરાઈટિસ થતો નથી, પરંતુ શિયાળામાં આર્થરાઈટિસને કારણે થતા દુખાવામાં નોંધપાત્ર રીતે વધારો થતો જોવા મળે છે. તે કિસ્સામાં, નિષ્ણાતો કહે છે કે ઘણા પરિબળો છે જે સાંધાથી પીડિત લોકો માટે શિયાળાની ઋતુને મુશ્કેલ બનાવી શકે છે.શિયાળામાં સાંધાથી પીડિત લોકોને અનેક પડકારોનો સામનો કરવો પડે છે, તો માટે તેને દૂર કરવા જીવનશૈલીમાં કેટલાક ફેરફારો કરવા આવશ્યક છે.
સાંધાનો દુઃખાવો કેમ થાય છે ?
શિયાળામાં આર્થરાઈટિસની સમસ્યાથી બચવા માટે એ જરૂરી છે કે તમે સક્રિય રહો, નિયમિત ચાલવું , શરીરની યોગ્ય જાળવણી કરવી અને વધુમાં વધુ કસરત પર ભાર મૂકવું જોઈએ.શિયાળામાં સાંધાનો દુખાવો વધવાનું એક કારણ રક્ત કોશિકાઓનું સંકોચન થઇ જવું હોઈ શકે છે. જેના કારણે લોકોને ચાલવામાં અને ઉઠવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. શિયાળામાં ઠંડા તાપમાનને કારણે ઘૂંટણમાં હાજર સિનોવિયલ પ્રવાહી ખૂબ જાડું થઈ જાય છે જેના કારણે સાંધામાં દુખાવો અને અકડાઈનો સામનો કરવો પડે છે. જો તમને પણ આર્થરાઈટિસની સમસ્યા છે અને તમે શિયાળામાં આ દુખાવાથી રાહત મેળવવા ઈચ્છો છો, તો તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને મદદ કરી શકે છે.
- આર્થરાઈટિસના દર્દીઓએ શિયાળામાં આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ
- ગરમ વસ્ત્રો પહેરવા:- શિયાળાની ઋતુમાં ગરમ વસ્ત્રો પહેરવા અને તમારા હાથ, પગ અને સાંધાને ઢાંકીને રાખવા જરૂરી છે જેથી તેમને ગરમી મળી શકે.
- વ્યાયામ:- શિયાળામાં ઘણા લોકો આળસને કારણે કસરત કરવાનું બંધ કરી દે છે, પરંતુ જો તમે આર્થરાઈટિસના દર્દી હોવ તો શિયાળામાં કસરત કરવી જરૂરી છે. તમે તડકામાં ચાલી શકો છો અથવા જીમમાં પ્રવૃત્તિઓ કરી શકો છો. તેમજ તેના લીધે આપણા સાંધા પણ યોગ્ય રીતે કામ કરતા રહે છે. આ ઉપરાંત, તમે કેટલીક રમતગમતની પ્રવૃત્તિઓમાં પણ સામેલ થઈ શકો છો, જે તમારા શરીર અને મન માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે.
- સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ ખાઓ:- શિયાળામાં આર્થરાઈટિસની સમસ્યાથી છુટકારો મેળવવા માટે જરૂરી છે કે તમે ફળો, શાકભાજી, માછલી, બદામ અને બીજ જેવી આરોગ્યપ્રદ વસ્તુઓનું સેવન કરો. આ સિવાય દરરોજ વિટામિન ડીના લેવાથી પણ તમારા સાંધાને ફાયદો થઇ શકે છે.
- આ બાબતોનું રાખો ધ્યાનઃ- સ્વાસ્થ્યના નિષ્ણાતો કહે છે કે કોઈપણ પ્રવૃત્તિ કરતી વખતે તમારા સાંધાનું ખાસ ધ્યાન રાખો અને તેને બને તેટલા ચલાવતા રહો.યોગ્ય રીતે બેસવાથી, ઊભા થવાથી અને યોગ્ય રીતે ચાલવાથી તમે આર્થરાઈટિસનો દુખાવો ઓછો કરી શકો છો.
- ધૂમ્રપાન છોડો:- જો તમે આર્થરાઈટિસના દુખાવાથી છુટકારો મેળવવા માંગતા હોવ તો ધૂમ્રપાન ન કરવું ખુબ જરૂરી બને છે. ધૂમ્રપાન કરવાથી જોડાયેલી પેશીઓ વચ્ચે ઘણી બળતરા થાય છે અને બે પેશી વચ્ચેના અંતરમાં વધારો થાય જે જેના લીધે દુખવામાં વધારો થઇ શકે છે.
- સાંધાની બહારની ત્વચાની ખાસ કાળજી લો:- શિયાળામાં આર્થરાઈટિસના દુખાવાથી બચવા માટે તમારા સાંધાની બહારની ત્વચાની ખાસ કાળજી લેવી જરૂરી છે કારણ કે જ્યારે આ ત્વચા શુષ્ક હોય છે, ત્યારે તે સાંધામાં બળતરા પેદા કરી શકે છે. વિટામીન A અને E ધરાવતાં મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરો જેનાથી તે સમસ્યાને દૂર કરી શકાય છે.
- તડકામાં બેસો:- શિયાળાની ઋતુમાં એક કલાક તડકામાં બેસવું જરૂરી છે જેથી તમારા હાડકાંને વિટામિન ડી મળી શકે. વિટામિન ડી હાડકાંને મજબૂત બનાવવામાં ઘણી મદદ કરે છે.
- સંતુલિત આહાર લો:- શિયાળાની ઋતુમાં સંતુલિત આહાર એક મહત્વની વસ્તુ બની જાય છે.આ માટે વિટામિન ડી, વિટામિન સી, આદુ, સોયાબીન, માછલી, લીલા શાકભાજી, બદામ અને પુષ્કળ પાણી જેવી વસ્તુઓ તમારા આહારને સંતુલિત બનવા મદદ કરે છે.