For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!
FOLLOW US

નાઈટ શિફ્ટની નોકરી દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી નહીંતર બગડી શકે છે તબિયત

Updated: Sep 19th, 2023


                                                           Image Source: Freepik

અમદાવાદ, તા. 19 સપ્ટેમ્બર 2023 મંગળવાર

અત્યારે લોકોની લાઈફસ્ટાઈલ ઝડપથી બદલાતી જઈ રહી છે. કાર્યના વધતા બોજની અસર લોકોના આરોગ્ય પર પણ પડવા લાગી છે. કામનું પ્રેશર એ રીતે વધવા લાગ્યુ છે કે આજકાલ નાઈટ શિફ્ટમાં કામ કરવાનું પણ ખૂબ ચલણ વધી ગયુ છે. ઘણી વખત મોડી રાત સુધી કામ કરવાના કારણે લોકો ઘણી સમસ્યાઓનો શિકાર થવા લાગે છે. દરમિયાન જરૂરી છે કે કામની સાથે-સાથે પોતાના આરોગ્યનું પણ પૂરતુ ધ્યાન રાખવામાં આવે.

જો તમે તમારા આરોગ્યનો યોગ્ય રીતે ખ્યાલ ન રાખો તો નાઈટ શિફ્ટમાં કામ કરવાથી તમારા શરીર પર નકારાત્મક પ્રભાવ પડી શકે છે. દરમિયાન જરૂરી છે કે પોતાને હેલ્ધી રાખવા માટે અમુક વાતોનું ધ્યાન રાખો. 

હેલ્ધી ડાયટ ફોલો કરો

જો તમે નાઈટ શિફ્ટમાં કામ કરો છો, તો સ્વસ્થ રહેવા માટે પોતાની ડાયટનું ખાસ ધ્યાન રાખો. તમે આ માટે પોતાની ડાયટમાં સૂકા મેવા, ફળ, શાકભાજી સામેલ કરી શકો છો. સાથે જ ડિનરમાં ભારે ભોજન કરવાનું ટાળો કેમ કે આનાથી તમને ઊંઘ આવી શકે છે અને પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.

પૂરતી ઊંઘ લો

નાઈટ શિફ્ટમાં કામ કરતી વખતે ઘણી વખત ઊંઘ આવવા લાગે છે. આવુ અપૂરતી ઊંઘના કારણે થાય છે. જો તમે નાઈટ શિફ્ટમાં કામ કરી રહ્યા છો તો પ્રયત્ન કરો કે તમે દિવસે સારી અને પૂરતી ઊંઘ લો. આવુ કરવાથી તમારુ ધ્યાન કામ પર કેન્દ્રિત રહેશે અને તમે બીમાર થશો નહીં. 

સમયાંતરે બ્રેક લો

સતત સ્ક્રીનની સામે બેસી રહેવાથી તમને તણાવ થઈ શકે છે, જેનાથી તમારુ કામ પણ પ્રભાવિત થઈ શકે છે. તેથી જો તમે રાત્રે કામ કરી રહ્યા છો તો વચ્ચે-વચ્ચે બ્રેક જરૂર લો. આવુ કરવાથી તમને આરામ મળશે અને કામમાં મન પણ લાગશે. કોફી પણ પી શકો છો કે પછી તમારી માંસપેશીઓને આરામ આપવા માટે અમુક સ્ટ્રેચિંગ પણ કરી શકો છો. 

હેલ્ધી સ્નેક્સ ખાવ

જો તમને નાઈટ શિફ્ટ કરતી વખતે ઘણી વખત ભૂખ લાગે છે, તો આ દરમિયાન કંઈ પણ અનહેલ્ધી ખાવાનું ટાળો. આના બદલે તમે કંઈક હેલ્ધી ઓપ્શન પસંદ કરી શકો છો, જેમાં નટ્સ અને ફળ વગેરે સામેલ છે. આ પાચનમાં મદદ કરે છે અને તમારી ભૂખને પણ શાંત રાખવામાં મદદ કરશે.

હાઈડ્રેટેડ રહો

સ્વસ્થ રહેવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવુ ખૂબ જરૂરી છે. ખાસ કરીને જો તમે નાઈટ શિફ્ટ કરી રહ્યા છો, તો આ વાતનું ધ્યાન રાખો કે આખો દિવસ પૂરતા પ્રમાણમાં પાણી પીવો જેથી રાત્રે હાઈડ્રેટેડ રહી શકો. આ તમને તમારી શિફ્ટ દરમિયાન જાગતા રહેવામાં પણ મદદ કરે છે અને તમારી એકાગ્રતામાં પણ સુધારો કરશે. 

સારી લાઈફસ્ટાઈલને ફોલો કરો

સ્વસ્થ રહેવા માટે જરૂરી છે કે તમે એક યોગ્ય અને સારી લાઈફસ્ટાઈલને ફોલો કરો. દરમિયાન નાઈટ શિફ્ટ કર્યા બાદ આરામ જરૂર કરો અને સવારનો નાસ્તો જરૂર કરો. સાથે જ નિયમિતરીતે કસરત કરો. 

Gujarat
Worldcup 2023
English
Magazines