લિવર ખરાબ થતા પહેલા મળે છે આ સંકેત, હાથ અને પંજામાં થવા લાગે છે તકલીફ!
Signs Of Liver Damage: લિવર આપણા શરીર માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તે શરીરનું સૌથી મોટું અંગ પણ છે. લિવરમાં જ્યારે કોઈ મુશ્કેલી થાય છે તો શરૂઆતમાં તેના લક્ષણો નથી દેખાતા. પરંતુ લિવરની મુશ્કેલી વધતા કેટલાક લક્ષણો દેખાય છે જેને ભૂલથી પણ અવગણવા નહીં. અહીં અમે તમને એવા જ કેટલાક લક્ષણો વિશે જણાવીશું જે લિવર ખરાબ હોવાનો સંકેત આપે છે.
લિવર ડેમેજનો સંકેતો
બ્રિટનની હેલ્થ એજન્સી NHSના જણાવ્યા પ્રમાણે સતત થાક અને સતત નબળાઈ લિવર ડેમેજનો સંકેત હોઈ શકે છે. જો લિવર ખરાબ થઈ રહ્યું છે, તો તેને ઝેરી તત્વો બહાર કાઢવા માટે સંઘર્ષ કરવો પડે છે, જેના કારણે સતત થાક લાગે છે. ત્વચા અને આંખો પીળી પડવી એ બિલીરૂબિનના સંચયને કારણે થાય છે, જે એક કચરો છે જેને લીવર પ્રોસેસ્ડ કરે છે અને જ્યારે તે ન થઈ શકે ત્યારે તે શરીરમાં વધવા લાગે છે. પેટના ઉપરના જમણા ભાગમાં દુ:ખાવો અથવા અસ્વસ્થતા લિવરની સમસ્યાનો સંકેત હોઈ શકે છે.
પીળા કે માટીના રંગનું મળ અને ઘાટા રંગનું યુરિન એ લીવરની સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે, કારણ કે લીવર પૂરતું પિત્ત ઉત્પન્ન કરી રહ્યું નથી અથવા બિલીરૂબિનનું યોગ્ય રીતે પ્રોસેસ નથી કરી રહ્યું. હથેળીઓ અને તળિયા પર હળવી ખંજવાળ એ લીવર રોગનું લક્ષણ હોઈ શકે છે.
નોંધ: આ આર્ટિકલમાં જણાવવામાં આવેલી બાબતો સામાન્ય જાણકારી પર આધારિત છે. તેને અમલમાં લાવવા પહેલા એક વાર ડૉક્ટરની સલાહ ચોક્કસ લેવી.