Health

શું એન્ટાર્ટિકા મહાસાગરના આ સ્થળે વિશ્વમાં સૌથી શુદ્ધ હવા વહે છે ?

By GS Team
3 Jun 20202 mins read
This article was originally published on 3 Jun 2020
શું એન્ટાર્ટિકા મહાસાગરના આ સ્થળે  વિશ્વમાં સૌથી શુદ્ધ હવા વહે છે ?

ન્યૂયોર્ક, 3, જુન, 2020, બુધવાર

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લોકડાઉનથી વાયુ પ્રદૂષણમાં ઘટાડો થયો હતો. નદી અને ઝરણાના પાણી પણ શુધ્ધ થયા અને જંગલી પ્રાણીઓ મુકત રીતે વિહરવા લાગ્યા હતા. ગ્રામીણ વિસ્તારોમાં વધતી જતી રાસાયણિક ખેતી અને આધૂનિક સાધનોના વપરાશથી અને શહેરી વિસ્તારોમાં ઔધોગિકરણ અને આધુનિકરણથી હવા પ્રદૂષિત થઇ રહી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર વિશ્વના મોટા ભાગના શહેરોની 80 ટકા પ્રજા અશુધ્ધ હવા લે છે. અશુધ્ધ હવાથી હ્વદય,સ્ટ્રોક અને ફેફસાની બીમારીનો ખતરો પણ વધી જાય છે.

વિશ્વમાં કુલ 70 લાખથી પણ વધુના મોત અશુધ્ધ હવાથી થાય છે. શહેરમાં રહેતા લોકો અશુધ્ધ હવા લેવા માટે ટેવાયેલા છે પરંતુ દુનિયામાં એક એવું સ્થળ પણ છે જેની હવા સંપુર્ણ શુધ્ધ રહી છે. કોરોનામાં આર્થિક નુકસાનની સાથે કેટલાક સ્થળે હવાનું શુધ્ધ થવું એ મોટી ઉપલબ્ધિ હતી પરંતુ એન્ટાર્ટિકા મહાસાગરમાં સર્દન ઓશન ઉપર સૌથી શુધ્ધ હવા વહે છે. અમેરિકાની કોલરાડો યૂનિવર્સિટીના સંશોધકોએ શોધ્યું છે કે આ વિસ્તારની હવા પર માનવીય ગતિવિધીની કોઇ જ અસર જોવા મળતી નથી એટલું જ નહી સર્દન ઓશનની ઉપર વહેતી હવામાં કોઇ પણ પ્રકારના એરોસોલ્સ પાર્ટિકલ્સ જોવા મળતા નથી. આના માટે મરીન બાઉન્ડ્રી લેવલથી કે જે ભાગ સમુદ્વના સિધા સંપર્કમાં છે ત્યાંથી હવાના નમૂના લેવામાં આવ્યા હતા. ત્યાર પછી વાતાવરણમાંથી મળતા માઇક્રોબ્સ અને હવામાંથી મળતા માઇક્રોબ્સ સાથે સરખામણી કરવામાં આવી હતી.


દુનિયામાં લગભગ દરેક સમુદ્રો પરની હવામાં સંશોધન કરતા માઇક્રોબ્સ મળતા હતા પરંતુ અહીં મળ્યા ન હતા. જો કે ડીએનએ સીકવેસિંગ, સોર્સ ટ્રેકિંગ, વિંડબેંક ટ્રેજેકટરીઝથી જાણવા મળ્યું કે હવામાં જે માઇક્રોબ્સ હતા તે સમુદ્રના જ હતા.  હવામાં તરતા એરોસોલ્સ પાર્ટિકલ બળતણ, ઉધોગો, પાક ઉગાડવો, ફર્ટિલાઇઝર, અને કચરો ફેંકવા જેવી માનવિય પ્રવૃતિઓથી ફેલાય છે જયારે આ એવું સ્થળ છે જયાં પ્રદૂષિત હવાનું કોઇ નામો નિશાન જોવા મળતું નથી.

એરોસોલ્સના કારણે જ હવાનું પ્રદૂષણ ફેલાય છે હવામાં  સોલિડ વેસ્ટ અને લિકવિડ પાર્ટિકલ કે ગેસ સતત ઉડતા જ રહે છે. સંશોધકોએ હવામાં જોવા મળતા બેકટેરિયા દ્વારા હવા ઝેરી બનાવતા તત્વોને ઓળખ્યા હતા. એરોસોલ્સને નિયંત્રણમાં રાખતા સર્દન ઓશનનું વાયુમંડળ બાયોલોજિકલ પ્રોસેસ સાથે મજબૂતાઇથી જોડાયેલું છે. આમ આ સ્થળ માઉક્રોઓર્ગેનિઝમ્સ અને ન્યૂટ્રિએન્ટસના ફેલાવાથી એન્ટાકર્ટિકા હજુ બાકી રહી ગયો છે.