Get The App

શું કોરોના પોઝિટિવ માતાના ફિડિંગથી બાળકને ખતરો રહેલો છે ?

પોઝિટિવ માતાએ ફરજીયાત મો પર માસ્ક અને વારંવાર હાથ ધોતા રહેવું જોઇએ

કોરોના સામે માતાનું દૂધ બાળકોની રોગ પ્રતિકારકશકિત વધારે છે

Updated: Jun 15th, 2020

GS TEAM

Google News
Google News
શું કોરોના પોઝિટિવ માતાના ફિડિંગથી બાળકને  ખતરો રહેલો છે ? 1 - image


ન્યૂયોર્ક,15,જુન,2020,સોમવાર 

કોરોના વાયરસનું સંક્રમણ ધરાવતી માતા જો પોતાના બાળકને ફિડિંગ કરાવે તો તેનાથી બાળકને કોઇ જ ખતરો નહી  હોવાનું વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું છે. આ અંગે જીનિવામાં થયેલા એક સ્ટડીનો દાખલો ટાંકીને બે દિવસ પહેલા ડોકટર ટેડ્રોસે બે દિવસ પહેલા સ્પષ્ટતા કરી હતી.સ્ટડી મુજબ વાયરસના સંક્રમણના જોખમની સરખામણીમાં બાળકને સ્તનપાન વધારે ફાયદાકારક છે. આમ જોવા જઇએ તો બાળકોને યુવા વ્યકિતની સરખામણીમાં કોવિડ-૧૯ થવાની શકયતા વધારે રહે છે પરંતુ સ્તનપાનથી કોવિડ ઉપરાંતની બીજી ઘણી બીમારીઓને અટકાવી શકાય છે. 

આથી વર્તમાન સ્થિતિમાં વાયરસના સંક્રમણ વધી રહયું છે ત્યારે બાળકને તેની માતાનું દૂધ વધારે ઉપયોગી છે. વિશ્વમાં ફિડિંગની ઉંમર ધરાવતા બાળકોની માતાને પોતાનું દૂધ આપવા માટે પ્રોત્સાહિત કરવા પર ખાસ ભાર મુકવાની જરુર છે એટલું જ નહી જો માતાની તબિયત ખૂબ ખરાબ ના હોયતો તેવા કિસ્સામાં માતા અને બાળકને એક બીજાથી અલગ પણ રાખવા જોઇએ નહી.

શું કોરોના પોઝિટિવ માતાના ફિડિંગથી બાળકને  ખતરો રહેલો છે ? 2 - image

નિષ્ણાતોનું માનવું છે કે અત્યાર સુધી બ્રેસ્ટ મિલ્ક એટલે કે માતાના દૂધમાં કોરોના વાયરસ હોવાનું કોઇ જ પ્રમાણ મળ્યું નથી. ઘણા કિસ્સા છે જેમાં બ્રેસ્ટ મિલ્કમાં વાયરસના આરએનએના ટુકડા જોવા મળ્યા છે. કોરોના વાયરસ આરએનએ એટલે કે એક પ્રોટિન મોલીકયૂલથી બનેલો છે પરંતુ કોઇ લાઇવ વાયરસ જોવા મળ્યો નથી. આથી જ તો મા દ્વારા બાળકમાં આ રીતે કોરોના વાયરસનું સંક્રમણ થવાનું જોખમ રહેતું નથી.  આ અંગે બ્રિટિશ સરકારી સ્વાસ્થ્ય સેવાનું પણ માનવું છે કે બાળકને માતાના દૂધથી કોરોના સંક્રમણ થાય છે એવું જોવા મળ્યું નથી.જો કે કોરોના પોઝિટવ માતાએ બાળકને ફિડિંગ આપતી વખતે કેટલીક કાળજીઓ રાખવી જરુરી છે. પોઝિટિવ માતાએ વારંવાર હાથ ધોવા જોઇએ એટલું જ નહી મોં પણ ઢાંકેલું રાખવું જોઇએ.


Tags :