પાર્કિંસનને વધતાં અટકાવશે આ 4 આસન, તુરંત કરો શરૂઆત
અમદાવાદ, 20 જૂન 2019, ગુરુવાર
યોગાભ્યાસ ઉપચારની એવી પ્રાચીન પદ્ધતિ છે જેમાં શરીર સાથે મન પણ નિરોગી થાય છે. નિયમિત યોગાભ્યાસ કરવાથી અસાધ્ય રોગ પણ દૂર થાય છે. આવી જ એક જટીલ બીમારી છે પાર્કિંસન, આ બીમારીમાં શરીરનું સંતુલન જાળવી શકાતું નથી. આ બીમારી થવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ બીમારીમાં વ્યક્તિની સેંટ્રલ નર્વસ સિસ્ટમ પ્રભાવિત થાય છે. આ બીમારીને યોગાસન કરી વધતી અટકાવી શકાય છે.
ઉત્તાનાસન
ઉત્તાનાસનનો અર્થ થાય છે સ્ટ્રૈચ પોઝ થાય છે. આ આસન કરવાથી શરીરને અનેક લાભ થાય છે. આ આસન કરતી વખતે માથું હૃદયની નીચે હોય છે જેના કારણે માથામાં રક્ત પરિસંચરણ થાય છે. આ આસન કરવાથી સ્નાયૂઓને ઓક્સીજન પહોંચે છે.
અનુવોમ વિલોમ
અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાથી મસ્તિષ્કમાં સંતુલન આવે છે. આ આસન કરવાથી વિચાર શક્તિ અને ભાવનાઓમાં સમન્વય લાવે છે. પ્રાણાયામ દરમિયાન ઊંડા શ્વાસ લેવાથી શુદ્ધ વાયુ રક્તમાં જાય છે અને દૂષિત પદાર્થો શરીરમાંથી બહાર નીકળે છે.
તાડાસન
તાડાસન યોગ મુદ્રામાં પગથી બંને હાથ સુધી શરીરમાં ખેંચાવ આવે છે. આ આસન કરવાથી લંબાઈ વધે છે. આ ઉપરાંત શરીરને અનેક લાભ થાય છે. તાડાસન દિવસના કોઈપણ સમયે કરી શકાય છે. પરંતુ ભોજન કર્યા બાદ આ આસન કરવું હોય તો 4 કલાક બાદ કરવું.
ઉર્ધ્વ હસ્તાનાસન
ઉર્ધ્વ હસ્તાનાસનનો અર્થ છે કે ઊંચા હાથની મુદ્રા. આ આસનનો અભ્યાસ માનસિક અને શારીરિક લાભ કરે છે. તેનાથી કબજિયાત દૂર થાય છે અને પાંસળીનો દુખાવો દૂર થાય છે. તેનાથી સાઈટિકા અને કમરનો દુખાવો પણ દૂર થાય છે.