સ્વાસ્થ્ય માટે જોખમી છે નૂડલ્સઃ બાળકોમાં વધારે છે માત્ર ફેટ અને મીઠાનું પ્રમાણ
અમદાવાદ, તા. 19 નવેમ્બર 2019 મંગળવાર
બાળકોને નૂડલ્સ આરોગવામાં અનેરો આનંદ આવે છે, તેની સ્ટાઈલ પણ તેમને ખૂબ ગમે છે, પણ કોઈને એ વાતની ખબર છે કે અપૂરતાં પોષક દ્રવ્યોં અને વિટામીન વિનાના આ નૂડલ્સ શરીરને કેટલું નુકસાન કરે છે? વિશ્વમાં સૌથી વધુ ઈન્સટન્ટ નૂડલ્સ ચીનમાં આરોગવામાં આવે છે અને એ પછી બીજો ક્રમ ઈન્ડોનેશિયાનો આવે છે.
ભારત અને જાપાનમાં જેટલા નૂડલ્સ ખાવામાં આવે છે તેનાથી વધુ નૂડલ્સ એકલું ઈન્ડોનેશિયા જ ઓહિયા કરી જાય છે. આ નૂડલ્સને કારણ એશિયાના બાળકો પર તેની માઠી અસર પડી છે. આ કારણે બાળકો બિનસ્વાસ્થ્યને લીધે પાતળા બની જાય છે અથવા વધુ વજન ધરાવતા (ઓવરવેઈટ) થઈ ગયા છે, એવું નિષ્ણાતો જણાવી રહ્યા છે.
ફિલિપાઈન્સ, ઈન્ડોનેશિયા અને મલયેશિયા જેવા દેશોનું અર્થતંત્ર ખૂબ જ ઝડપે વિકસી રહ્યું છે અને ત્યાંનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ પણ ઊંચું ગયું છે અને કામ કરતાં વકીલો પાસે તો સમય જ નથી. અરે તેમની પાસે તેમના બાળકોનો સ્વાસ્થ્ય અંગે ઝાઝી જાગરુકતા પણ નથી અને સમય, નાણાં પણ નથી. દક્ષિણ-પૂર્વ એશિયાના આ ત્રણ દેશોમાં બાળકોની સરેરાશ વય પાંચ વર્ષ છે અને તેમની સંખ્યા છે 40 ટકા! આ બાળકો અપૂરતા પોષણથી પીડાઈ છે, એવો યુનિસેફનો અહેવાલ છે.
'વડીલો સમજે છે કે સંતાનોનું પેટ ભરવું એ સૌથી મોટી અને મહત્ત્વની બાબત છે, પણ તેઓ ખરેખર એ નથી જાણતા કે તેમના સંતાનોને પર્યાપ્ત પ્રોટીન, કેલ્શિયમ અથવા ફાયબર મળે છે કે કેમ', એમ ઈન્ડોનેશિયાના જાહેર આરોગ્ય નિષ્ણાત એચ. થાબ્રાની કહે છે.
'યુનિસેફ' કહે છે બાળકોને બંને રીતે હાનિ પહોંચી છે - એક તો ભાવિ ગરીબીની આગાહી રૂપે અને ભૂતકાળમાં થયેલા નુકસાનના ચિહ્ન રૂપે! આ સાથે આર્યન (લોહતત્ત્વ)ની ઉણપને કારણે બાળકોની ભણવાની ક્ષમતાને અસર થઈ છે તો બાળકોના જન્મ બાદ અથવા ગર્ભવસ્થા દરમિયાન મહિલાના મોતનું પ્રમાણ વધ્યું છે. 'યુનિસેફ'ના એશિયા ન્યુટ્રિશન સ્પેશિયાલિસ્ટ મેની મુટુન્ગાએ એ નોંધ્યું છે અને એનો અભ્યાસ પણ કર્યો છે કે અહીં વસતા પરિવારોએ પરંપરાગત ડાયેટની પધ્ધતિ છોડી દીધી છે જે સહેલાઈથી ઉપલબ્ધ અને પરવડી શકે એવી સુલભ હતી અને હવે બનાવવામાં સરળ એવી 'મોર્ડન' ભોજન પધ્ધતિ અપનાવી છે.
'નૂડલ્સ એકદમ સરળ છે એટલું જ નહીં.' એ ઘણાં સસ્તાં છે અને સહેલાઈથી બની જાય એવા છે ઉપરાંત સંતુલિત આહારનો વિકલ્પ બની રહે છે,' એમ તેમણે જણાવ્યું. મનિલામાં નૂડલ્સનું એક પેકેટ 23 અમેરિકન સેન્ટમાં મળે છે બેશક તેમાં પ્રમાણમાં ઓછા આવશ્યક પોષકપદાર્થો અને આર્યન જેવા માઈક્રોન્યૂટ્રિશન્સ હોય છે અને પ્રોટીનની પણ ઉણપ હોય છે.
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
આ સાથે તેમાં ફેટ (અરબી)નું અને નમકનું પ્રમાણ વધુ હોય છે, એમ તેમણે ઉમેર્યું. ચીન પછી ઈન્ડોનેશિયા વિશ્વમાં ઈન્સટન્ટ નૂડલ્સનો વપરાશ કરનારામાં બીજા ક્રમે આવે છે. 2018માં ઈન્ડોનેશિયામાં 12.5 અબજના નૂડલ્સનો વપરાશ થયો, એમ વર્લ્ડ ઈન્સ્ટન્ટ નૂડલ્સ એસોસિયેશને જણાવ્યું છે. આ આંક ભારત અને જાપાન બંને મળીને જેટલા નૂડલ્સનો ઉપયોગ કરે છે તેનાથીય વધુ છે.
રોજિંદા જીવનમાં અને દક્ષિણ-પૂર્વ એશિયાના લોકો પર નૂડલ્સના વધતા જતા પ્રભાવને અંકુશ લાવવા સરકારે આ બાબતમાં દરમિયાનગીરી કરી આવશ્યક પગલાં લેવાની તાતી જરૂર છે, એમ નિષ્ણાતોનું કહેવું છે.