Get The App

સમજો, શું છે થાઈરોઈડ હાર્મોનના મેટાબોલિઝમ

Updated: May 27th, 2019

GS TEAM

Google News
Google News

શરીરમાં હાર્મોનના સ્તરને જાણવા માટે બ્લડ સેમ્પલ લેવામાં આવે છે. ભૂખ્યાપેટે કે જમ્યાપછી ડૉક્ટરની સલાહમુજબ આ ટેસ્ટ કરાવવામાં આવે છે. આપણી ગરદનમાં થાયરોઈડ નામની ગ્રંથિ હોય છે જે શરીરના મેટાબોલિઝમને નિયંત્રિત કરીને થાઈરોઇડ હાર્મોન્સને સ્ત્રાવિત કરે છે. આ ગ્રંથિના વધારે સક્રિય થાય તો વધારે હાર્મોન્સનો સ્ત્રાવ થવા લાગે છે, આ સ્થિતિને જ હાઇપર થાઈરોઈડજ્મ કહે છે અને ઓછા ઝરે તો હાયપો થાઈરોડિઝ્મ કહે છે. થાઈરોઈડ ગ્રંથિમાંથી સ્ત્રાવિત થતાં થાઈછે.રોઈડ સ્ટીમુલેટિંગ હોર્મોન (ટીએસએચ) ને પ્રભાવિત કરે છે. ટીએસએચ ટેસ્ટ થાઈરોઈડ હાર્મોન્સની અનિયમિતતાની જાણ મેળવવા માટેના એક ટેસ્ટ તરીકે કામમાં લેવાય છે. 


આ છે માપદંડ - સામાન્ય માણસના બ્લડમાં થાઈરોઈડ સ્ટીમુલેટિંગ હાર્મોનનું સ્તર ૦.૪-૫.૫ અને બાળકોમાં  (૬થી ૧૫ વર્ષ )૦.૫-૬ માઈક્રો યૂનિટ/એમએલ હોય છે. આ માપદંડ ઓછો થાય તો હાયપર અને અધિક થાય તો હાયપો થાઈરોઈડની સ્થિતિ બનવા લાગે છે.

સમજો, શું છે થાઈરોઈડ હાર્મોનના મેટાબોલિઝમ 1 - image

આ છે લક્ષણ

હાયપર થાઈરોડિઝ્મ

ગરમી વધારે લાગવી, તણાવ, ગભરામણ, હૃદયના ધબકારા વધી જવા, વજન ઘટવુ, ડાયેરિયા, અનિદ્રા અને માસિક ઓછું આવવું 

હાઈપો થાઈરોડિઝ્મ

વજન વધવું, ઠંડી લાગવી, કબજિયાત, સ્ફ્રૂર્તી ઘટવી, કામમાં મન ના લાગવું, સામાન્યથી વધારે માસિક આવવું

આમાથી કોઈ લક્ષણ દેખાય તો તરત ડૉક્ટરની સલાહ લઈ લેવી જોઈએ. 

Tags :