ભારતીય ફૂડ દાળ - ચાવલ રોગ પ્રતિકારક શકિત ધરાવે છે
લો કેલરી ધરાવતું ભારતીય શાકાહારી ભોજન રોગોમાંથી બચાવે છે
દાળ અને દાવલમાં વધુને વધુ પોષક તત્વો હોય છે
ડીએનએમાં થતા ફેરફારથી આનુવાંશિક બીમારીઓ થતી હોવા ઉપરાંત ખોરાક સારો ન હોયતો પણ રોગ થાય છે. આથી સાત્વિક આહારથી રોગ નિયંત્રણમાં રાખી શકાય છે. આ અંગે જર્મનીમાં થયેલા પ્રયોગમાં વૈજ્ઞાાનિકોએ ભારતીય ફૂડ દાળ અને ચાવલના વખાણ કર્યા હતા જે આનુવાંશિક બીમારી રોકવામાં પણ મદદ કરે છે. આ સંશોધનંમાં રશિયા, ઇઝરાયલ અને ભારતના સંશોધકો પણ જોડાયા હતા.
આ અંગે સંશોધકોનું માનવું હતું કે પશ્ચીમી શૈલીનો ફાસ્ટ ફૂડ આહાર આનુવાંશિક રોગોમાં વધારો કરે છે જયારે લો કેલરી ધરાવતું ભારતીય શાકાહારી ભોજન રોગોમાંથી બચાવે છે. વૈજ્ઞાાનિકોએ લ્યૂપસ નામની બીમારીથી પીડાતા ઉંદરો પર ફુડનો પ્રયોગ કર્યો હતો. લ્યૂપસની બીમારીનો સંબંધ સીધો ડીએનએ સાથે સંકળાયેલો છે. આ રોગની અસરથી કિડની, હ્વદય, મસ્તિષ્ક જેવા વિવિધ અંગોને ક્રમશ નુકસાન થાય છે.
વૈજ્ઞાાનિકોએ ઉંદરના એક સમૂહને ફાસ્ટફૂડ આપ્યું જયારે બીજા સમૂહને હળદર, મસાલો મિકસ કરેલા દાળ-ચાવલ આપ્યા હતા. ઉંદરના આ બંને સમૂહના ખોરાકનો ૨૦ દિવસ સુધી સ્ટડી કર્યા પછી માલૂમ પડયું કે દાળ-ચાવલનો ખોરાક લેનારા ઉંદરમાં લ્યૂપસની બીમારીમાં ફાયદો જોવા મળ્યો હતો. સાબીત થયું કે ભારતીય ફૂડમાં શરીરને જરુરી એવા પોષકતત્વો વધારે હોય છે. ખાસ કરીને દાળ અને દાવલમાં વધુને વધુ પોષક તત્વો હોય છે જે બીમારીમાં ઝડપથી બેઠા કરે છે.