આ 5 ફૂડના સેવનથી વધતા જતા કોલેસ્ટ્રોલને કરી શકાય છે કંટ્રોલ, જાણો ખાવાની સાચી રીત
Updated: Sep 15th, 2023
Image Source: Freepik
અમદાવાદ, તા. 15 સપ્ટેમ્બર 2023 શુક્રવાર
કોલેસ્ટ્રોલને ઘણી બીમારીઓનું ઘર માનવામાં આવે છે. ઘણી વખત લોકો પોતાના વધતા કોલેસ્ટ્રોલના કારણે ચિંતામાં રહે છે.
વરિયાળી
જો તમે રાત્રે વરિયાળીને પાણીમાં પલાળી દો અને પછી તેનું પાણી સવારે ગાળીને પી લો તો તેનાથી તમારુ કોલેસ્ટ્રોલ ઘણી હદ સુધી યોગ્ય થઈ શકે છે. વરિયાળીનો મોટાભાગે માઉથ ફ્રેશનર તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
લસણ
લસણની ગંધના કારણે તેને ઘણા લોકો પસંદ કરતા નથી પરંતુ આ બોડીના કોલેસ્ટ્રોલને ઘટાડવામાં ખૂબ વધુ મદદરૂપ સાબિત થાય છે. આની 2 કે 3 કળી દરરોજ સવારે ચાવો કે પછી તેને શેકીને ભોજન બનાવતી વખતે શાકમાં નાખો.
આદુ
આદુ આપણા શરીરમાં પાચન માટે ખૂબ સારુ માનવામાં આવે છે. આદુને તમે કાચુ કે પછી શેકીને ખાઈ શકો છો. તેમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. આ નસોમાં જમા બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ખૂબ કામ કરે છે.
હળદર
હળદરનો ઉપયોગ આપણે આપણા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે કરીએ છીએ પરંતુ શું તમે જાણો છો કે આનાથી કોલેસ્ટ્રોલને પણ ઘટાડી શકાય છે. આ માટે દૂધ, ગરમ પાણીમાં થોડી હળદર નાખીને પી જાવ. થોડા જ દિવસમાં ફરક જોવા મળશે.
આંબળા
આંબળા હાઈ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં ઉપયોગી હોઈ શકે છે. આંબળામાં ખૂબ વધુ પ્રમાણમાં વિટામિન C હોય છે. આ હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સ્ટ્રેસ ઓછો કરે છે અને કોલેસ્ટ્રોલ લેવલ પણ યોગ્ય રાખે છે.