app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

વધતા હાર્ટએટેકના કિસ્સા ડોક્ટરો માટે ચિંતાનો વિષય, આવા લક્ષણો દેખાય તો તરત ચેકઅપ કરાવો

નિષ્ણાતોના કહેવા પ્રમાણે દેશમાં હ્રદય રોગના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે

Updated: Nov 20th, 2023

Image Envato 

તા. 20 નવેમ્બર 2023, સોમવાર

નિષ્ણાતોના કહેવા પ્રમાણે દેશમાં હૃદય રોગના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તેનુ મુખ્ય કારણ છે હાલમાં હવામાં ઝેરીવાયુનું પ્રમાણ વધી રહ્યુ છે. જેમાં દર્દીઓને માથામાં દુખાવો, વધારે પ્રમાણમાં પરસેવો થવો, બન્ને ખભામાં દુખાવો રહેવો, ગળામાં દુખાવો થવો અને પીઠમાં દુખાવો થવો વગેરેની સમસ્યા જોવા મળી રહી છે. આ લક્ષણ હાર્ટએટેક થવાની શરુઆતના લક્ષણો બતાવે છે. તમને જો આવા લક્ષણો દેખાય તો તાત્કાલિક ડોક્ટર પાસે ચેકઅપ કરાવવું જોઈએ.  

રિપોર્ટમાં પ્રમાણે હાર્ટએટેકના કેસ પ્રદુષણના કારણે વધી રહ્યા છે

દિલ્હીમાં તેમજ થોડા દિવસ પહેલા ગુજરાતના કેટલાક મોટા શહેરોમાં વાયુ પ્રદુષણનો પારો વધી ગયો હતો, આ પ્રદુષણને કંન્ટ્રોલ કરવા માટે સરકાર દ્વારા કોઈ જ પગલા ભરવામાં આવ્યા નહોતા. વાયુ પ્રદુષણના કારણે હાર્ટએટેકના કેસ વધી રહ્યા છે. આ ઉપરાંત બિહારના બેગુસરાયમાં આવેલા રિપોર્ટમાં પણ હાર્ટએટેકના કેસમાં વધતુ હવાનું પ્રદુષણ છે. બેગુસરાયમાં વધતા પ્રદુષણના કારણે હવામાં હાનિકારક ગેસ અને રજકણો જમા થયેલા છે. જે શ્વાસ લેતા સમયે હાર્ટએટેકમાં પ્રવેશ કરી જાય છે. 

આવા લક્ષણો દેખાય તો તાત્કાલિક રિપોર્ટ કરાવવા જોઈએ

આ બાબતે કેટલાક ડોક્ટરોએ ચિંતા વ્યકત કરતા કેટલીક સાવચેતી રાખવા બાબતે વાત કરી હતી. જેમા તેમણે કહ્યુ છે કે, આવા સમયે પ્રદુષણવાળી દરેક જગ્યા પર માસ્કનો ઉપયોગ કરવો આવશ્યક છે. તેમજ જો તમને માથામાં દુખાવો, પરસેવો વધારે થતો હોય, બન્ને ખભામાં દુખાવો રહેવો, ગળામાં દુખાવો થવો અને પીઠમાં દુખાવો થવો વગેરેની સમસ્યા જોવા મળી રહી છે. આ લક્ષણ હાર્ટએટેક થવાની શરુઆત બતાવે છે. તેથી જો આવા લક્ષણો દેખાય તો તરત હોસ્પિટલમાં જઈને ઈસીજી કરાવવું જોઈએ. જેથી કરીને આ પ્રદુષણથી આપણો જીવ બચાવી શકાય. 


Gujarat