Get The App

હાર્ટ એટેકથી બચવું હોય તો અપનાવો આયુર્વેદની આ ટીપ્સ, ક્યારેય નહી આવે એટેક

પેટની એસિડિટી લોહીમાં આવે ત્યારે વધે છે અને પછી તે લોહીમાં ભળે છે

દરરોજ 200 થી 300 મિલિગ્રામ દૂધીના રસનું સેવન કરવુ જોઈએ.

Updated: Feb 11th, 2023

GS TEAM

Google News
Google News

હાર્ટ એટેકથી બચવું હોય તો અપનાવો આયુર્વેદની આ ટીપ્સ, ક્યારેય નહી આવે એટેક 1 - image

તા. 11 ફેબ્રુઆરી 2023, શનિવાર

ભારતમાં 3000 વર્ષ પહેલા મહર્ષિ વાગ્ભટજીએ અષ્ટાંગ હ્રદયમ નામના એક પુસ્તક લખ્યુ છે, જેમાં તેમણે રોગોના વિવિધ ઈલાજ માટે 7000 સૂત્રો દર્શાવ્યા છે. આ તેમાંથી એક હાર્ટ એટેક છે. વાગ્ભટજી લખે છે કે હ્રદયની ચેનલોમાં અવરોધ શરૂ થાય તે પછી હ્રદયને હાર્ટ એટેક આવે છે. તેનો અર્થ એ થયો કે લોહીમાં એસીડીટી વધી ગઈ છે. એસિડિટી વિશે તમે જાણો જ છો. એસિડિટી બે પ્રકારની હોય છે એક તો પેટની એસિડિટી અને બીજી લોહીની એસિડિટી. 

જ્યારે તમારા પેટમાં એસિડિટી વધે છે ત્યારે આ પ્રકારની તકલીફ થાય છે

  •   પેટમાં બળતરા થવી
  •   ખાટ્ટી ખાટ્ટી ડકાર આવવી
  •   મોં માંથી પાણી બહાર આવવું

પેટની એસિડિટી લોહીમાં આવે ત્યારે વધે છે અને પછી તે લોહીમાં ભળે છે.

જ્યારે લોહીમાં એસિડિટી વધી જાય ત્યારે આ એસિડિક લોહી હ્રદયની નળીઓમાંથી બહાર નીકળી શકતું નથી. અને તેનાથી નળીઓમાં અવરોધ આવે છે ત્યારબાદ હાર્ટ એટેકનો હુમલો થાય છે. આ આયુર્વેદનું એક સૌથી મોટું સત્ય છે, જે તમને કોઈ ડૉક્ટર કહેતા નથી, તેની પાછળનું કારણ કે આની સારવાર સૌથી સરળ છે.

આયુર્વેદમાં શુ છે સૌથી સરળ ઈલાજ

વાગ્ભટજી લખે છે કે જ્યારે તમે ક્ષારયુક્ત વસ્તુઓનો ઉપયોગ કરો છો ત્યારે લોહીમાં એસિડિટી વધે છે. તમે જાણો છો કે બે પ્રકારની વસ્તુઓ છે એસિડિક અને આલ્કલાઇન. વાગ્ભટજી લખે છે કે લોહીની એસિડિટી વધી ગઈ હોય તો આ આલ્કલાઇન વસ્તુઓ લઈ શકો છો. તેથી લોહીની એસિડિટી બરોબર થઈ જશે. એકવાર લોહીમાં એસિડિટી ન્યુટ્રલ થઈ ગઈ તો પછી જીવનમાં હાર્ટ એટેક આવવાની કોઈ શક્યતા નથી.

એવી કઈ વસ્તુઓ છે જે ક્ષારયુક્ત છે અને આપણે ખાવી જોઈએ

તમારા રસોડામાં એવી ઘણી વસ્તુઓ છે જે આલ્કલાઇન છે! જો તમે તેને ખાશો, તો ક્યારેય હાર્ટ એટેક નહીં આવે. અને આવ્યો હોય તો ફરી આવે નહિ. આપણે બધા જાણીએ છીએ કે સૌથી ક્ષારયુક્ત વસ્તુ શું છે અને તે દરેક ઘરમાં સરળતાથી ઉપલબ્ધ છે, તે છે દૂધી. અંગ્રેજીમાં તેને bottle gourd કહે છે.  જે તમે શાક તરીકે ખાઓ છો આનાથી વધુ આલ્કલાઇન કંઈ નથી!

કેટલું સેવન કરવું ?

વાગ્ભટજી કહે છે કે દૂધમાં લોહીની એસિડિટી ઘટાડવાની સૌથી મોટી શક્તિ છે દરરોજ 200 થી 300 મિલિગ્રામ દૂધીના રસનું સેવન કરવુ જોઈએ. તમે રોજ દૂધીનો રસ કાઢીને પીવો જોઈએ અથવા કાચી દૂધી ખાવી જોઈએ. 

દૂધીનો રસ ક્યારે પીવો ?

આ દૂધીનો રસ સવારે ખાલી પેટે પી શકો છો (ટોઇલેટ ગયા પછી) અથવા નાસ્તાના અડધા કલાક પછી લઈ શકાય. દૂધીના રસને વધુ આલ્કલાઇન બનાવવા માટે તેમાં તુલસીના 7 થી 10 પાન નાખો, તુલસી ખૂબ જ ક્ષારયુક્ત છે તમે આમાં 7 થી 10 ફુદીનાના પાન મિક્સ કરી પણ લઈ શકો છો. ફુદીનો પણ ખૂબ આલ્કલાઇન છે તે લઈ શકાય. તમારે તેની સાથે કાળું મીઠું અથવા સીંધાલુણ મીઠું ઉમેરવું જોઈએ તે  પણ ખૂબ જ આલ્કલાઇન છે.

આટલુ અવશ્ય યાદ રાખજો

કાળું મીઠું અથવા સીંધાલુણ મીઠું ઉમેરો પણ ભૂસથી બીજું આયોડાઇઝ્ડ મીઠું ક્યારેય ના ઉમેરશો. આ આયોડીનયુક્ત મીઠું એસિડિક છે. તમારે આ દૂધીના રસનું સેવન કરવું જ જોઈએ. તે 2 થી 3 મહિનામાં તમારા બધા હાર્ટ બ્લોકેજને ઠીક કરી નાખશે.  21 દિવસ બાદ તમને જોરદાર અસર જોવા મળશે. તમારે કોઈ ઓપરેશનની જરૂર નહીં પડે. આપણા ભારતના આયુર્વેદથી ઘરે જ ઈલાજ થશે. અને તમારું કિંમતી શરીર અને લાખો રૂપિયા ઓપરેશનથી બચી જશે. અહી તમને  મહર્ષિ વાગ્ભટજીના પુસ્કના આધારે માહિતી આપવામાં આવી છે તેમ છતાં નિષ્ણાતોની સલાહ લેવી. 

Tags :