આ લક્ષણો જોવા મળે તો ચેતી જજો, તમારી કિડની ખરાબ થાય એ પહેલા થઈ જાઓ સાવધાન
કિડનીમાં કોઈ પણ પ્રકારની ખામી સર્જાય તો શરીરમાં અનેક રોગ ઘર કરી લે છે
કિડની સતત કાર્યરત રહી શરીરમાં બનતા બિનજરૂરી અને ઝેરી પદાર્થોને પેશાબ દ્વારા દુર કરે છે.
Image Envato |
તા. 25 ફેબ્રુઆરી 2023, શનિવાર
કિડની આપણા શરીરનો એક મહત્વનો ભાગ છે. કિડની લોહીને સાફ કરીને તેમજ શરીરમાથી ખરાબ પદાર્થને બહાર કાઢવાનું કેમ કરે છે. જ્યારે કિડની બરોબર કામ નથી કરતી ત્યારે શરીરમાથી ખરાબ પદાર્થ બહાર નિકળી શકતા નથી. જેના કારણે આપણા શરીરમાં કેટલાય પ્રકારની બીમારી ફેલાય છે. કિડનીમાં કોઈ પણ પ્રકારની ખામી સર્જાય તો શરીરમાં અનેક રોગ ઘર કરી લે છે, પરંતુ એ પહેલા શરીરમાં કેટલાક પ્રકારના સંકેત જોવા મળે છે.
ચહેરા અને આંખો પર સોજા આવવા
જ્યારે કિડની પ્રોપર કામ નથી કરી રહી હોતી ત્યારે ખરાબ પદાર્થ બહાર આવી શકતા નથી. તેથી શરીરના ટિશ્યુઝમાં પાણી અને મીઠા સાથે ટોક્સિન્સ જમા થવા લાગે છે. અને તેના કારણે ચહેરા, પેટ અને આંખો પર સોજા આવવા લાગે છે.
વધારે પડતો થાક લાગવો
કિડની સતત કાર્યરત રહી શરીરમાં બનતા બિનજરૂરી અને ઝેરી પદાર્થોને પેશાબ દ્વારા દુર કરે છે. કિડનીનું મુખ્ય કામ રક્ત કોશિકાઓના નિર્માણ કરવાનું છે અને રક્ત કણિકાઓ ઘટવાથી એનીમીયા જમા થાય છે અને માંસપેશિયો સુધી પુરતા પ્રમાણમાં ઓક્સિજન પહોચતુ નથી. જેથી કરીને શરીરમાં થાક લાગતો હોય છે.
શ્વાસ લેવામાં તકલીફ પડવી
આ સાથે કિડની આપણા શરીરમાં પ્રવાહી પહોચાડવાનું કામ કરે છે. કિડનીમાં તકલીફ થવાથી ફેફસાંમાં પ્રવાહી જમા થઈ જાય છે જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આ ઉપરાંત ક્યારેક લોકોમાં છાતીમાં દુખાવો પણ થતો હોય છે.
પેશાબમાં બદલાવ આવવો
કિડનીના તકલીફ આવવાથી પેશાબમાં બદલાવ આવતો હોય છે. આમ તો કિડની લોહીને ચોખ્ખું કરવાનું કામ કરે છે. કિડની લોહીને શુદ્ધ કરી બાકીનો કચરો મુત્ર સ્વરુપે બહાર કાઢે છે. જેમા લોકોને વારંવાર પેશાબ આવવો, ક્યારેક પેશાબમાં લોહી નિકળવું તેમજ અન્ય સમસ્યા જોવા મળતી હોય છે.