બદલાતી ઋતુ અને પ્રદુષણના કારણે શું ગળામાં તકલીફ છે તો અજમાવી જુઓ આ ટીપ્સ

ઋતુ બદલાતા જ શરીરમાં સૌથી પહેલા અસર ગળામાં જોવા મળતી હોય છે

આ સમયગાળામાં લોકોમાં શરદી, ઉધરસ અને તાવ જોવા મળે છે, એવામાં તેનાથી બચવું ખુબ જ જરૂરી છે

Updated: Nov 15th, 2023


Google NewsGoogle News
બદલાતી ઋતુ અને પ્રદુષણના કારણે શું ગળામાં તકલીફ છે તો અજમાવી જુઓ આ ટીપ્સ 1 - image


Cough and Cold prevention Tips: ઋતુ બદલાય એટલે લોકો માટે હેલ્થ બાબતે સમસ્યાઓ વધી જતી હોય છે. આ દરમ્યાન દરેક ઘરમાં લોકોને શરદી, ઉધરસ અને તાવ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એવામાં પ્રદુષણ પણ તબિયત ખરાબ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. એવામાં જાણી લઈએ કે નાક અને ગળાની સમસ્યાઓનો સામનો કરતી વખતે કઈ કઈ ટીપ્સ મદદરૂપ બની શકે છે. 

મીઠાના પાણીના કોગળા કરવા 

આ ઋતુ અને પ્રદૂષણના કારણે થતા ગળાના ઇન્ફેકશનથી રાહત મેળવવા માટે ગળાની સફાઈ ખુબ જ જરૂરી છે. કારણ કે ગળામાં ઇન્ફેકશનના કારણે ક્યારેક ગળું સોજી જાય છે અને દુખે પણ છે. એવામાં રોજ હૂંફાળા પાણીમાં મીઠું નાખીને દિવસમાં બેથી ત્રણ વખત કોગળા કરવા જોઈએ. તેનાથી સોજામાં રાહત મળશે અને બેક્ટેરિયા પણ મરી જશે.

સ્ટીમ લેવી જોઈએ 

સ્ટીમ લેવાથી મોં, નાક, ગળું અને ફેફસાં સાફ થાય છે. સ્ટીમ લેતી વખતે  પાણીમાં નીલગિરીનું તેલ અથવા કાર્વોલ પ્લસ કેપ્સ્યુલ્સ ઉમેરો. ટુવાલ વડે માથું ઢાંકો, પછી સ્ટીમ લો. આનાથી બંધ નાક ખુલી જશે અને ફેફસામાં જમા થયેલ કફ અને ગંદકી સરળતાથી બહાર આવશે અને રાહત મળશે. રાત્રે સૂતા પહેલા સ્ટીમ લેવાથી ખૂબ જ ફાયદો થાય છે.

નોઝલ ડ્રોપ પણ ફાયદાકારક 

શરદી, ઉધરસ અને ગળાની તકલીફમાં નોઝલ ડ્રોપ પણ ફાયદાકારક સાબિત થાય છે. પરતું તેનો ઉપયોગ એક્સપર્ટની સલાહ લઈને કરવું જોઈએ. આ સિવાય બદામ રોગન તેલ કે પછી ગાયનું શુદ્ધ ઘી વાપરી શકાય છે. જેથી ડ્રાઈનેસ ઓછી થાય અને રાહત મળે. 

હળદરવાળું દૂધ 

રાત્રે સુતા પહેલા મલાઈ કાઢેલું હુંફાળું હળદરવાળું દૂધ પીવું જોઈએ. હળદરમાં એન્ટીબેક્ટેરિયલ ગુણો હોવાથી શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓમાં તે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ સિવાય જો તાસીરને અનુકુળ હોય તો આ દૂધમાં ચપટી સુંઠ પણ ઉમેરી શકાય છે. 

તુલસીનો ઉકાળો 

તુલસીના પાનનો ઉકાળો આ ઋતુમાં ફાયદાકારક સાબિત થાય છે. તુલસીમાં પણ એન્ટીબેક્ટેરિયલ ગુણો હોવાથી તે અસરકારક રહે છે. આ ઉકાળામાં તુલસીની સાથે સુંઠ, હળદર, ગિલોય, એક ચપટી મીઠું અને કાળા મરી વગેરે પણ ઉમેરી શકો છો. જેનાથી ઘણો ફાયદો થશે.

આવી ઋતુમાં આ વાતનું ખાસ ધ્યાન રાખવું 

ઠંડી, તીખી કે તળેલી વસ્તુઓ તેમજ બહારનું જમવાથી બચવું, લેમન ટી અથવા તો વિટામિન સી ભરપુર માત્રામાં મળી રહે એવી ડાયટ લેવી. તેમજ શક્ય તેટલી વધુ પ્રવાહી વસ્તુઓનો લેવી. આ ઉપરાંત સવારે ઘરની બહાર નીકળવાનું ટાળો અને જો તમે બહાર જતા હોવ તો માસ્ક અવશ્ય પહેરો. આ મોસમમાં રાત્રે ઠંડી અને દિવસ દરમિયાન વધુ ગરમી પડે છે, આથી આવી સ્થિતિમાં રાત્રે જાડા કપડા પહેરો.


Google NewsGoogle News