Get The App

બોડી બનાવવા માટે કેળા ખાતા હોય તો ચેતી જજો, થઈ શકે છે આ નુકસાન

Updated: Mar 27th, 2023

GS TEAM


Google News
Google News


બોડી બનાવવા માટે કેળા ખાતા હોય તો ચેતી જજો, થઈ શકે છે આ નુકસાન 1 - image

અમદાવાદ, તા. 27 માર્ચ 2023, સોમવાર

કેળા ખાવાના ઘણા ફાયદા છે. ડૉક્ટર પણ કેળા ખાવાની સલાહ આપે છે. બોડી બિલ્ડિંગ સાથે સંકળાયેલા લોકો અને જેઓ એક્સરસાઈઝ કરે છે અથવા વજન વધારવાનો પ્રયાસ કરતા રહે છે. તેમને કેળા ખાવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ સવાલ એ છે કે શું કેળા ખાવાથી માત્ર ફાયદા જ થાય છે નુકાસાન પણ થાય છે કે નહીં. તો ચાલો આજે અમે તમને જણાવી દઈએ કે કેળા ખાવાના ઘણા ગેરફાયદા છે. એટલા માટે કેળાને ખૂબ જ સમજી વિચારીને ખાવા જોઈએ. કેળા ખાવા શરીર માટે ફાયદાકારક છે પરંતુ તેને ખાવાના ઘણા ગેરફાયદા પણ છે. તેનાથી કબજિયાતની સમસ્યા ગંભીર બની શકે છે. જ્યારે કફનો પ્રકોપ હોય ત્યારે સમસ્યા વધી શકે છે. 

કેળા ખાવાથી થતા ગેરફાયદા

1. કબજિયાતની સમસ્યાઃ જે લોકોને કબજિયાત રહે છે. તેમણે કેળા ખાવાથી બચવું જોઈએ. તેનાથી પેટની ગંભીર સમસ્યા થઈ શકે છે. 

2. ડાયાબિટીઝ હોય તો બ્લડ શુગર વધે છેઃ જે લોકોને ડાયાબિટીઝ હોય છે. શુગર લેવલ વધુ રહેતું હોય તેમણે કેળા ન ખાવા જોઈએ. કેળામાં નેચરલ શુગર હોય છે જેનાથી બ્લડ શુગર લેવલ વધી શકે છે. 

3. કફનો પ્રકોપ હોય તોઃ જો શરીરમાં કફનો પ્રકોર વધી ગયો હોય. શરદી રહેતી હોય. ખાંસી, તાવ રહેતો હોય તો કેળા ન ખાવા જોઈએ. કેળાની તાસીર ઠંડી હોય છે. તે નુકસાન કરી શકે છે. 

કેળા ખાવાના ફાયદા

1. વજન ઓછું હોય તોઃ જો વજન ઓછું હોય તો કેળા ખાવા જોઈએ. કેળામાં ફાઈબર અને સ્ટાર્ચ હોવાથી પેટ ભરેલું રહે છે. મને ભૂખ નથી લાગતી. કેળું વજન વધારવામાં મદદરૂપ થાય છે.  

2. નબળાઈ થાય તોઃ જો નબળાઈની સમસ્યા સતત રહેતી હોય તો કેળા ખાવા જોઈએ. તે ફાયદાકારક છે. તેનાથી શરીરમાં એનર્જી લેવલ જળવાઈ રહે છે. 

3. પાચનતંત્ર ખરાબ હોય તોઃ જો પાચનતંત્ર ખરાબ છે. જો લૂઝ મોશનની ફરિયાદ હોય તો કેળા ખૂબ જ ફાયદાકારક હોય છે. કેળામાં મળતું સ્ટાર્ચ પાચનતંત્ર માટે સારું છે. જેના કારણે છાતીમાં બળતરા થાય છે.

Tags :