For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જો શિયાળામાં વધુ ઠંડી લાગે છે તો શરીરમાં હોઈ શકે છે આ તકલીફ

વધુ પડતી ઠંડી લાગવી એ શરીરમાં અમુક ઉણપ હોવા તરફ ઈશારો કરે છે.

Updated: Jan 7th, 2023

Article Content Image


શિયાળામાં ઠંડી લાગવી એ સામાન્ય વાત છે પરતું ઘણા લોકોને સામાન્ય તાપમાનમાં પણ વધ પડતી ઠંડીનો અનુભવ થતો હોય છે અને તેમના હાથ-પગ હમેશા થીજેલા જોવા મળતા હોય છે. વધુ પડતી ઠંડી લાગતી હોય તો તેની પાછળ ઘણા કારણો હોઈ શકે. વધુ પડતી ઠંડી લાગવી એ શરીરમાં અમુક ઉણપ હોવા તરફ ઈશારો કરે છે. 

શિયાળામાં ઠંડી લાગવી અને હાથ પગ સુન્ન થઇ જવા એ એક નોર્મલ બાબત છે પરંતુ ઘણા લોકો એવા હોય છે કે જેને સામાન્ય લોકોની સરખામણીમાં વધુ ઠંડી લાગતી હોય છે. શિયાળો હોય કે ઉનાળો બારેમાસ તેમના હાથ પગ ઠંડા રહેતા હોય છે. શું તમે ક્યારેય એ જાણવાનો પ્રયત્ન કર્યો છે કે આવું કેમ થાય છે?? વધારે પડતી ઠંડી લાગવા પાછળ ઘણા કારણો રહેલા હોય છે. આજે આપને એ જાણીશું કે શરીરમાં જરૂરતથી વધારે ઠંડી લાગવા પાછળના કારણો શું હોઈ શકે?

શરીરમાં આયર્નની ખામી:
આયર્ન એ લોહીનું મુખ્ય તત્ત્વ છે. તે લોહીમાં ઓકિસજન પહોચડવાનું કામ કરે છે અને સાથે જ દરેક કોષો કાર્યરત છે તેનું પણ ધ્યાન રાખે છે. લોહીનું યોગ્ય રીતે પરીભ્રમણ કરાવે છે, જો લોહીમાં આયર્નનું પ્રમાણ ઓછું હોય તો શરીરને પૂરતા પ્રમાણમાં ઓક્સીજન મળી રહેતું નથી અને તેના લીધે અમુક લોકોને ઠંડી વધારે લગતી હોય છે. લોહીમાં આયર્નની કમી શરીરના તાપમાપને અસર કરે છે, તેની ઉણપના લીધે થાઇરોઇડની બીમારી પણ રહે છે અને લોહીમાં લોહતત્ત્વની ખામીનો પ્રભાવ રક્તના પરિભ્રમણ પર પણ પડે છે. આયર્નની ખામીના લીધે લોહીનું પરીભ્રમણ ધીમે થાય છે અને તેના લીધે શરીરમાં જરૂરી ગરમાવો મળી રહેતો નથી આથી ડાયેટમાં આયર્નયુક્ત પદાર્થોનું સેવન વધારવું જોઈએ.         

વિટામીન B12ની ઉણપ:
આયર્નની જેમ જ વિટામીન B12 પણ લોહીના નિર્માણમાં અગત્યનો ભાગ ભજવે છે. વિટામીનB-12ની ઉણપથી લાલ રક્તકણો બની શકતા નથી અને આથી જ શરીરમાં B12ની ઉણપ હોય તો પણ સમાન્ય કરતા વધુ ઠંડી લાગતી હોય છે. 

ખરાબ રક્તનું પરીભ્રમણ:
અમુક લોકોને વધુ ઠંડી અનુભવાય છે તેનું કારણ છે  શરીરમાં ખરાબ રક્તનું પરીભ્રમણ. લોહીમાં અશુદ્ધિ હોવાને લીધે ધમનીઓ સંકુચિત થાય છે અને લોહીનું  પરિભ્રમણ યોગ્ય રીતે થઈ શકતું નથી જેથી પણ ઠંડી વધુ લાગે છે.  

પુરતું બોડી ફેટ ન હોવું:
બોડી ફેટનો ઠંડી સાથે સીધો સંબંધ હોય છે . બોડી ફેટ પુરતું ન હોવાથી પણ વધુ પડતી ઠંડી અનુભવાય છે. બોડી ફેટ શરીરમાં ગરમીને ઉત્પન્ન કરે છે. જેનું     BMIનું પ્રમાણ 18.5થી ઓછુ હોય તેને ઠંડી વધુ લાગે છે . 

અપુરતી ઊંઘ:
ઓછી ઊંઘથી શરીરનું તાપમાન ખોરવાય છે. જે લોકો પુરતી ઊંઘ નથી લેતા તેમના શરીરમાં ગરમીને કન્ટ્રોલ કરનાર નર્વસ સીસ્ટમમાં ખલેલ પડે છે. જેથી વધુ ઠંડી સાથે વધુ થાક પણ અનુભવાય     છે.         

પુરુષોની સરખામણી સ્ત્રીઓને વધુ ઠંડી:
પુરુષોની સરખામણી સ્ત્રીઓને વધુ ઠંડી લાગે છે. કારણકે સ્ત્રીઓના શરીરમાં રહેલ એસ્ટ્રોજન શરીરમાં રહેલા લોહીના પ્રવાહને ઘટાડે છે. પીરિયડ્સના સમયમાં એસ્ટ્રોજનનું પ્રમાણ વધવાથી તે દિવસોમાં અમુક મહિલાઓને વધુ ઠંડી લગતી હોય છે. 

પાણી પણ તાપમાન જાળવી રાખવામાં મદદરૂપ:
ઓછું પાણી પીવાથી શરીરનું તાપમાન નીચે જાય છે .પૂરતું પાણી ન પીવાથી મેટાબોલિક રેટ ઓછો થાય છે. પૂરતુ પાણી  શરીરમાં યોગ્ય તાપમાનને જાળવી રાખે છે અને ઠંડીની સમસ્યામાં રાહત આપે છે.

વધુ પડતો સ્ટ્રેસ :
વધુ પડતો સ્ટ્રેસ એ મગજના ‘એમીગડાલા’ભાગને એક્ટીવ કરે છે. એમીગડાલા શરીરને સુરક્ષિત ફિલ કરાવવાનું કામ કરે છે. એમીગડાલા એક્ટીવ થવાથી શરીરની ઉર્જા વેડફાય છે અને શરીરમાં એનર્જી ન હોવાથી લોહીનું પરીભ્રમણ યોગ્ય રીતે થતું નથી અને તેના લીધે ઠંડી લાગે છે.

પ્રેગ્નન્સીમાં એનિમિયા અને ખરાબ બ્લડ સર્ક્યુલેશન એ સામાન્ય સમસ્યા છે. તેથી ખાસ કરીને પ્રેગનેન્ટ સ્ત્રીઓને હાથ અને પગમાં ઠંડી વધુ લગતી હોય છે. 


Gujarat