Updated: May 24th, 2023
Image Source: Freepik
અમદાવાદ, તા. 24 મે 2023 બુધવાર
હેલ્ધી ફૂડ ખાઈને અને લાઈફસ્ટાઈલમાં કેટલાક જરૂરી પરિવર્તન કરીને દરેક બીમારીથી બચી શકાય છે. પછી તે ગંભીર મનાતુ ડાયાબિટીસની જ બીમારી કેમ ના હોય. ડાયાબિટીસને ભલે એક જીવલેણ બીમારી માનવામાં આવતી હોય, પરંતુ આ બીમારીની સૌથી ખાસ વાત એ છે કે આને હેલ્ધી ખાણીપીણી અને સારી આદતોની મદદથી નિયંત્રણમાં લાવી શકાય છે.
કેટલાક લોકો પોતાની હેલ્થ સાથે કંઈક એવી ભૂલો કરે છે જેના કારણે ડાયાબિટીસની બીમારી તેમને પોતાનો શિકાર બનાવી દે છે. આ બીમારીથી બચવા માટે એ સૌથી જરૂરી છે કે તમને એ ખબર હોવી જોઈએ કે એવી કઈ ભૂલો તમે કરો છો, જે બ્લડ શુગરના લેવલને હાઈ કરી દે છે.
દરરોજ દહીં ખાવુ
દહીંને એક હેલ્ધી પ્રોબાયોટિક માનવામાં આવે છે પરંતુ તેમ છતાં આનુ સેવન દરરોજ કરવાથી તમારે બચવુ જોઈએ. આયુર્વેદ પણ એ કહે છે કે દહીંનું દરરોજ સેવન વજન વધારે છે અને ખરાબ મેટાબોલિઝ્મ જેવી મુશ્કેલી ઊભી કરે છે જે ડાયાબિટીસનું જોખમ પેદા થવાનુ કારણ બને છે.
રાત્રે વધુ ભોજન જમવુ
તમે ઘણી વખત સાંભળ્યુ હશે કે રાતનું ભોજન હંમેશા ગરીબોની જેમ કરવુ જોઈએ પરંતુ કેટલાક લોકો એવા છે, જે રાત્રે ભરપેટ ભોજન જમે છે. હેવી ડિનરથી લિવર પર બોજ વધે છે અને મેટાબોલિઝ્મ પણ સ્લો થઈ જાય છે, જેના કારણે કેટલીક બીમારીઓનું જોખમ વધી જાય છે.
ઓવરઈટિંગ
ઘણી વખત એવુ જોવા મળે છે કે કેટલાક લોકો ખાવાનું ફેંકવાનું પસંદ કરતા નથી, તેથી થાળીમાં હાજર તમામ ભોજન મજબૂરીમાં ખાઈ લે છે, પછી ભલે ને તેમનુ પેટ જરૂરિયાત કરતા વધુ જ કેમ ના ભરાઈ ગયુ હોય. કહેવાય છે કે ભોજન હંમેશા પોતાની ભૂખ કરતા ઓછુ જ ખાવુ જોઈએ. જો તમારી ભૂખ બે રોટલીની છે તો માત્ર એક રોટલી ખાવ. કેમ કે વધુ ખાવાથી તમને ઘણી બીમારીઓ થઈ શકે છે. આયુર્વેદ એક્સપર્ટ્સ પણ એ માને છે કે ભૂખથી વધુ ખાવુ કોલેસ્ટ્રોલ, પાચન સાથે જોડાયેલી સમસ્યાઓ અને મેદસ્વીપણાનું જોખમ વધારી દે છે.
ભૂખ ન હોવા છતાં જમવુ
બીમારીઓનો શિકાર થવાનું એક કારણ ભૂખ વિના જમવુ પણ છે. જો તમને ભૂખ લાગી નથી તેમ છતાં તમે જમી રહ્યા છો તો તેનો અર્થ એ છે કે તમે પોતે જ બીમારીઓને આમંત્રણ આપી રહ્યા છો. આ આદત તમને ડાયાબિટીસનો શિકાર તો બનાવશે જ સાથે જ સાથે કેટલીક અન્ય બીમારીઓનું જોખમ પણ વધારી દેશે.