જો સવારે ઉઠતાની સાથે જ આ લક્ષણ જોવા મળે તો ચેતી જજો, ડાયાબિટીસ હોવાની શક્યતા
Image Source: Freepik
અમદાવાદ, તા. 06 જુલાઈ 2023 ગુરૂવાર
સમગ્ર દુનિયામાં ડાયાબિટીસના દર્દી વધતા જઈ રહ્યા છે. જોકે, ખૂબ ઓછા લોકો જાણે છે કે આપણા શરીરમાં બ્લડ શુગર લેવલ વધતુ રહે છે પરંતુ શરીરમાં હેલ્ધી ઇન્સ્યુલિન આના લેવલને આપમેળે એડજસ્ટ કરે છે. આવુ એટલા માટે થાય છે કારણ કે આપણુ લીવર આપણા શરીરને દિવસ માટે તૈયાર કરવા અને તેને વધુ એક્ટિવ બનાવવા માટે બ્લડ શુગર બનાવે છે આ જ કારણ છે કે ડાયાબિટીસથી પીડિત લોકોને સવારે વધેલા ગ્લુકોઝ લેવલનો અનુભવ થઈ શકે છે.
આ સિવાય સૂકાયેલુ મોં અને ગળુ, ફુલ બ્લેડર (રાત્રે વારંવાર યુરિન માટે ગયા બાદ પણ), ઝાંખુ દેખાવુ, કમજોરી, ભૂખ અનુભવવી. ઘણા લોકોને ડાયાબિટીસ થયા પહેલા જ થાક, ઝાંખુ દેખાવુ, ફંગલ ઈન્ફેક્શન જેના સામાન્ય લક્ષણનો પણ અનુભવ થઈ શકે છે. દરમિયાન વ્યક્તિને શરીરમાં થતા તમામ પરિવર્તનો પર ધ્યાન આપવુ અને પરિસ્થિતિ વધુ બગડ્યા પહેલા જ ટેસ્ટિંગ કરાવવી જોઈએ.
સવારે આ લક્ષણ જોવા મળે છે
તમને સવારે ઉઠતાની સાથે જ વધુ પ્રમાણમાં યુરિન આવી શકે છે કે અથવા તો રાત્રે ઊંઘમાં પણ ખલેલ પહોંચે, સાથે જ સવારે ઉઠતા જ મોં સૂકાયેલુ અનુભવાઈ શકે છે. આ સિવાય બાકી તમામ બાબતો જેમ કે ખંજવાળ, થાક, કમજોરી, વધુ ભૂખ લાગવી, વધુ તરસ લાગવી દિવસ કે રાત્રે પણ હોઈ શકે છે. વજન ઘટવુ, સાજી ન થતી ઈજા, પ્રાઈવેટ પાર્ટમાં ખંજવાળ આ બધી બાબતો પણ થાય છે.
ડાયાબિટીસના અન્ય લક્ષણ શું હોય છે
ડાયાબિટીસના અન્ય લક્ષણોમાં ભૂખ લાગવી, અચાનકથી વધુ વજન ઘટવુ, હાથ કે પગમાં કળતર, ઝાંખુ દેખાવુ, થાક, કમજોરી, ડ્રાય સ્કિન, ઈજાઓનું ધીમે-ધીમે ભરાવુ, વધુ તરસ લાગવી, ખાસ કરીને રાત્રે ખૂબ વધુ યુરિન આવવુ, ઈન્ફેક્શન, વાળ ખરવા ટાઈપ 2 ડાયાબિટીસમાં સામાન્ય છે.
ઉલ્લેખનીય છે કે ડાયાબિટીસ એક પ્રકારનો મેટાબોલિક ડિસઓર્ડર છે, જ્યારે આપણુ શરીર પૂરતા પ્રમાણમાં ઈન્સ્યૂલિન બનાવતુ નથી કે તેનો યોગ્યરીતે ઉપયોગ કરી શકતુ નથી. પરિણામે વધેલુ શુગર લેવલ આપણા શરીર માટે જોખમી સાબિત થઈ શકે છે. જેના કારણે આ કિડની, સ્કિન, હૃદય, આંખો અને સમગ્ર શરીરને પ્રભાવિત કરી શકે છે. જોકે, ડાયાબિટીસથી સૌને બચવાની સલાહ આપવામાં આવે છે. આ કોઈપણને થઈ શકે છે. બાળક, કિશોર, યુવાન આ લોકોને ટાઈપ 1 ડાયાબિટીસ થઈ શકે છે. જ્યારે 40થી વધુની ઉંમર ધરાવતા લોકોને ટાઈપ 2 ડાયાબિટીસ થઈ શકે છે.