mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

બસ આટલા જ ફેરફારો કરવાથી રહેશે બ્રેઈન શાર્પ અને એક્ટીવ, અજમાવી જુઓ

પ્રોપર ડાયેટ અને કસરત પણ જરૂરી

Updated: Jan 13th, 2023

બસ આટલા જ  ફેરફારો કરવાથી રહેશે બ્રેઈન શાર્પ અને એક્ટીવ, અજમાવી જુઓ 1 - image



અમદાવાદ 13 જાન્યુઆરી 2023    

શરીરનું સૌથી મહત્વનું અંગ છે મગજ. રોજીંદા જીવનમાં થોડા જરૂરી પગલા લઈ મગજની શક્તિને વધારી શકાય છે. જેમ કે બ્રેઈન બુસ્ટર ફૂડ, કેટલીક કસરતો અને અમુક બાબતો ટાળવાથી માનસિક સ્વાસ્થ્ય સારું રાખી શકાય છે. જો બ્રેઈન સારી રીતે કામ કરે તો ગમે તેવી ખરાબ સ્થિતિમાંથી માણસ બહાર આવી શકે છે અને જીવનમાં ઈચ્છે તેવી સફળતા પ્રાપ્ત કરી શકે છે. માણસની ઉંમર વધતાની સાથે તેના મગજ પર અસર થાય છે જેમકે મેમરી ધીમે ધીમે ઓછી થવી.  દૈનિક જીવનમાં નાનકડા ફેરફાર કરીને મગજને તેજ કરી શકાય અને તેની શક્તિને પણ વધારી શકાય છે. 

પુરતો તડકો લેવો:
એક સ્ટડી અનુસાર જો પૂરતા પ્રમાણમાં તડકો લેવામાં ન આવે તો  ડોપામાઇન સ્તર ઓછુ થતું  જાય છે. સવારના અમુક મિનીટ તડકો લેવાથી આખો દિવસ સ્ફૂર્તિ અનુભવાય છે અને આળસ પણ દુર રહે છે. 

પ્રોસેસ્ડ સુગરથી દુર રહેવું:
પ્રોસેસ્ડ સુગર  લેવાથી  વારંવાર ભૂખ લાગે છે. પ્રોસેસ્ડ સુગર તમારા મગજને તેની આદત બનાવી દે છે. પ્રોસેસ્ડ સુગરને બદલે નેચરલ સુગર (મધ,ગોળ )નો ઉપયોગ કરી શકો છો. 

પુરતી ઉંઘ લેવી:
આજના સમયમાં મોડી રાત સુધી  જાગવું એ  સામાન્ય વાત છે પણ રાત્રે જાગવું તેની અસર અસામાન્ય છે.  જેમ કે યાદશક્તિ ઓછી થવી , ચીડિયાપણું અનુભવું . 

ફીઝીકલ એક્ટીવીટી:
2006ના એક અભ્યાસ મુજબ રોજ એરોબિક કસરત કરવાથી બ્રેઈન પાવર બુસ્ટ થાય છે. કામ કરવામાં  ફોકસ રહે છે સાથે જ માઈન્ડ  ફ્રેશ રહે છે. કસરત કરવાથી  મગજને તાજગી અનુભવાય છે, જેથી મગજની શાંતિ સાથે કોઈ પણ જરૂરી નિર્ણય લઈ શકાય છે.  

મેડિટેશન:
એક રીસર્ચ મુજબ વધુ પડતો સ્ટ્રેસ મગજ ને ખરાબ રીતે અસર કરે છે. મેડીટેશન સ્ટ્રેસને દુર કરે છે.  જો નિયમિત  રીતે મેડિટેશન કરવામાં આવે તો બ્રેઈન પાવર વધે છે.  

મગજને ચેલેન્જ આપવી:
એક આદત  એવી અપનાવવી જોઈએ જેથી  મગજને ચેલેન્જ મળતી રહે. આ આદતમાં નવી ભાષા શીખવી, નવા સંગીતના વાદ્યો શીખવા કે પછી કોઈ કોયડા ઉકેલ કરવા જેવી પણ એક્ટીવીટી  કરી શકાય છે. નવી આદત શીખવાથી મગજ ની શક્તિ ને સારી રીતે  ખીલવી  શકાય છે.   

સ્મોકિગ ટાળવુ:
સ્મોકીંગ માત્ર શ્વસનતંત્રને જ નહિ પરંતુ શરીરના દરેક અંગને અસર કરે છે.  મગજશક્તિને બુસ્ટ કરવા માટે સ્મોકિગ છોડવું જરૂરી  બને છે.  

ઓમેગા 3:
અમુક ફૂડ એવા હોય છે જે મગજને તેજ બનાવે છે. જેમાં ઓમેગા 3નો સમાવેશ થાય છે.  જેમ કે અળસી, અખરોટમાં  પૂરતા પ્રમાણમાં ઓમેગા 3 રહેલ છે.  

હર્બલ ચા:
પાણીએ બોડીને યોગ્ય રીતે  ફન્કશન કરવા માટે  ઉપયોગી છે. જ્યારે હર્બલ ચા લેવામાં આવે ત્યારે શરીરને પાણીનાં ફાયદા સાથે જ યાદશક્તિમાં પણ વધારો  થાય છે.

Gujarat