ડિલીવરીમાં આવતી સમસ્યાઓને ટાળવા આ વાતોનું અચૂક રાખજો ધ્યાન
નવી દિલ્હી, 26 સપ્ટેમ્બર 2019, ગુરુવાર
ટાઈપ 1 ડાયાબિટીસથી પીડિત મહિલાઓમાં ગર્ભપાત તેમજ જન્મ લેતા બાળકમાં વિકૃતિની આશંકા વધારે હોય છે. આ બાબતે સતર્ક રહેવું જરૂરી હોય છે કારણ કે ગર્ભાવસ્થામાં થતા ડાયાબિટીસથી દર 7માંથી એક બાળક પ્રભાવિત હોય છે.
ઈંટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન અનુસાર દુનિયાભરમાં દર 10માંથી એક મહિલા ડાયાબિટીસથી પીડિત છે. તેનું મુખ્ય કારણ સારવાર, શિક્ષણ અને યોગ્ય સંભાળનો અભાવ હોય છે. તેના કારણે મહિલાઓને આ રોગ ગર્ભાવસ્થા દરમિયાન થવાની આશંકા હોય છે. આવા સમયે સૌથી પહેલા ડોક્ટરનો સંપર્ક કરવો અને નીચે દર્શાવેલી બાબતોનું ધ્યાન રાખવું.
આ બાબતોનું રાખવું ધ્યાન
ડિલીવરી દરમિયાન સર્જાતી સમસ્યાઓને ઘટાડવા માટે એક વિકલ્સ છે કે બ્લડ શુગર લેવલને નિયંત્રિત રાખો. તેના માટે ખાણીપીણી અને વ્યાયામ મહત્વના હોય છે.
કસરત
ડોક્ટરની સલાહ લઈ પોતાના માટે એવી કસરતોની યાદી બનાવો જે તમારા ગર્ભાવસ્થા માટે યોગ્ય હોય અને શુગર લેવલને મેનટેન રાખે. આવી કસરતો સપ્તાહમાં 4,5 દિવસ કરવી.
ડાયટ
ભોજનને ક્યારેય સ્કિપ કરવું નહીં. નાસ્તામાં કાર્બ ઓછું કરી પ્રોટીન વધારે લેવું. સાથે જ ફળ ખાવા અને ફાયબર યુક્ત આહાર વધારે લેવો.